Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

હોકર્સ ઝોન ફ્રન્ટ એલીવેશન સાથે સુંદર બનાવાશે

રેકંડી પાથરણાવાળા ફેરિયાઓ માટે બનાવાયેલા ૯૫ જેટલા હોકર્સ ઝોન એક સમાન બનાવી આગવી ઓળખ ઉભી કરાશેઃ મ્યુ કમિશ્નર ઉદિત અગ્રવાલે સ્થળ મુલાકાતો લઇ નવી સ્કુલ,ડ્રેનજ પાઇપલાઇન સહિતના વિવિધ કામગીરીની સમીક્ષા કરી

મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે નાના મૌવા રોડ પર નવી બનાવાયેલ અદ્યતન સ્કુલની સ્થળ મુલાકાત લીધી હતી તે વખતની તસ્વીર : શહેરના હોકર્સ ઝોનને સુંદર બનાવવાની યોજના માટે મ્યુ . કમિશ્નર ઉદિત અગ્રવાલે વિવિધ હોકર્સ ઝોનની સ્થળ મુલાકાત લીધી હતી. તે વખતની તસ્વીર

રાજકોટ,તા.૧૫:  મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં કુલ ૯૫ જેટલા હોકર્સ ઝોન બનાવવામાં આવેલ છે અને તમામ હોકર્સ ઝોનના ફ્રન્ટ એલીવેશન એકસમાન અને સુંદર બનાવી હોકર્સ ઝોનની આગવી ઓળખ ઉભી કરવા, તેમજ તેમાં વધુ સુવિધા ઉપલબ્ધ બનાવવા અંગે સાઈટ વિઝીટ કરવામાં આવી હોવાનું મ્યુનિ.કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનરશ્રીએ શહેરના વિવિધ હોકર્સ ઝોનની રૂબરૂ મુલાકાત લઇ વર્તમાન સ્થિતિની સ્થળ પર જ સમીક્ષા કરી હતી અને ભાવી પ્લાનિંગ અંગે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપી હતી.

કમિશનરશ્રીએ વધુમાં એમ કહ્યું હતું કે, શહેરના તમામ હોકર્સ ઝોનના ફ્રન્ટ એલીવેશન એકસમાન અને સુંદર બને તેમજ હોકર્સ ઝોનની એક આગવી ઓળખ ઉભી થાય તે દિશામાં વહીવટી તંત્ર પ્રયાસ હાથ ધરશે. રાજકોટ મહાનગરપાલિકા હવે તમામ હોકર્સ ઝોન પૈકી જે હોકર્સ ઝોનમાં આવશ્યકતા હશે ત્યાં પેવિંગ બ્લોક, ટોઇલેટ બ્લોકની સુવિધા આપવા વિચારે છે. માત્ર એટલું જ નહી પરંતુ હોકર્સ દ્વારા એક શોપકીપર્સ વેલ્ફેર એસોસિએશન પણ રચાય અને તેના મારફત જ ટોઇલેટ મેઇન્ટેનન્સ અને વાહન પાર્કિંગ મેનજમેન્ટ થાય તે દિશામાં વિચારણા કરવામાં આવી રહી છે.

મ્યુનિ. કમિશનરશ્રીએ અમીન માર્ગના છેડે ફૂડ ઝોન બનાવવા અંગેના કામ સબબ ત્યાં સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને અધિકારીશ્રીઓને આવશ્યક સૂચના આપી હતી.

મ્યુનિસિપલ સ્ટોર અને સ્કુલ

દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઙ્ગવોર્ડ નં ૮ ના ટી.પી. સ્કીમ નં ૩ ના એફ.પી. નં ૩૦ જે નાનામવા મેઈન રોડ પર આવેલ મ્યુનીસીપલ સ્ટોર હેતુ માટે આરક્ષિત જગ્યાએ કુલ રૂ. ૯.૪૦ કરોડના ખર્ચે મ્યુનિસિપલ સ્ટોર  અને શાળા માટે સંયુકત બિલ્ડીંગ (કુલ બાંધકામ ૪૪૫૨.૭૪ ચો.મી.) બનાવવામાં આવેલ છે. મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે આ બિલ્ડિંગની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ અને બીજા માળે કુલ ૧૮ કલાસરૂમ, ૧ કોમ્પ્યુટર રૂમ, ૧ લાઈબ્રેરી રૂમ, ૨ સ્ટાફ રૂમ તથા ૧ પ્રિન્સીપાલ ચેમ્બરની સુવિધા (કુલ બાંધકામ ૨૨૦૪.૧૦ ચો.મી.) તેમજ ત્રીજા, ચોથા અને પાંચમાં માળે સ્ટોર (કુલ બાંધકામ

૨૨૪૮.૬૪ ચો.મી.) બનાવવામાં આવેલ છે. શાળા અને સ્ટોરના પ્રવેશ માટે અલગ-અલગ વ્યવસ્થાનુ આયોજન કરવામાં આવેલ છે. તેમજ સ્ટોરમાં ફાઈલ સ્ટોરેજ માટે સ્ટાન્ડર્ડ કંપનીની આધુનિક કોમ્પેકટર સીસ્ટમ વસાવવામાં આવેલ છે. બિલ્ડીંગની બહાર આકર્ષક કલર કામ તેમજ શાળાનો પ્રવેશદ્વાર આકર્ષક ચિત્રોથી સુશોભિત કરવામાં આવેલ છે. મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે એમ કહ્યું હતું કે, આ જગ્યાએ બિલ્ડીંગ ફરતે ખુલ્લી જગ્યા તેમજ ફ્લોર પર પ્લાસ્ટીકમાંથી બનેલી લાદીનો ઉપયોગ કરવામાં આવેલ છે. પાર્કિંગ માટે પણ પર્યાપ્ત જગ્યા ઉપલબ્ધ બનાવવામાં આવેલ છે.

અન્ય કામોની સ્થળ મુલાકાત

મ્યુનિ. કમિશનરશ્રીએ મહાનગરપાલિકાના અન્ય કામો અંગે પણ વિવિધ સ્થળોની રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં વોર્ડ નંબર-૧૩માં  આવેલ નવરંગપરા વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાખવાનું તથા મેનહોલ બનાવવાનું કામ, વોર્ડ નંબર-૦૭માં આવેલ કિસાનપરા-૦૪દ્મક મહાકાળી મેઇન રોડ પર જાગનાથ પ્લોટ-૨૧ સુધી ૪૫૦ એમ.એમ. ડાયા વરસાદી પાઈપલાઈન નાંખવાનું કામ, વોર્ડ નં.-૮માં સત્ય  સાંઇ માર્ગ પર રોડની સાઇડમાં (કાલાવડ રોડ થી નાનામવા રોડ) પેવીંગ બ્લોક નાંખવાનું કામ, વોર્ડ નં.-૧૦માં પંચાયતનગર તથા આજુ-બાજુનાં વિસ્તારમાં રસ્તાની સાઇડ સોલ્ડરમાં જનભાગીદારી યોજના હેઠળ પેવીંગ બ્લોક લગાડવાનું કામ, વોર્ડ નં.-૯માં રૈયા વોંકળામાં સવન એપાર્ટમેન્ટ થી રૈયા સ્મશાન સુધી રીટેઇનીંગ વોલ બનાવવાનું કામ, વોર્ડ નં.-૯માં સાધુ વાસવાણી રોડ પર આવેલ ગુરૂજી હોકર્સ ઝોનમાં મોર્ડનાઇઝ પબ્લીક ટોયલેટ બનાવવાનું કામ, વોર્ડ નં.-૧માં આવેલ રૈયાધાર રોડ પર રામાપીર ચોક થી શાસ્ત્રીનગર સુધી ફુટપાથ રીપેરીંગ કામ. ડકટ લાઇન નાંખવાનું તથા રસ્તાની બંને સાઇડ પેવીંગ બ્લોક નાંખવાનું કામ, વોર્ડ નં.-૧૦માં આવેલ યોગી પાર્ક શેરી નં.-૧૩નાં છેડે થી રૂડાનગરનાં વોંકળા સુધી પાઇપ ગટર કરવાનું કામ, વોર્ડ નં.-૧૦માં આવેલ સાંઇબાબા પાર્ક સી.સી. રોડ પર બાકી રહેલા ભાગમાં મેટલીંગ તથા સી.સી. કરવાનું કામ, રાજકોટ શહેરમાં સુવ્યવસ્થિત વાહન પાર્કિંગ માટે ખુલ્લી અને જાહેર જગ્યાઓ પર પે એન્ડ પાર્કિંગની જગ્યાઓ ફાળવવા બાબત અને એવન્યુ સુપર માર્ટ (ડી-માર્ટ)ને પે એન્ડ પાર્કનું સંચાલન સોંપવા અંગેનો સમાવેશ થાય છે.

મ્યુનિ. કમિશનરશ્રીની આઙ્ગસાઈટઙ્ગવિઝિટઙ્ગદરમ્યાન ડેપ્યુટી કમિશનરશ્રીઓ ચેતન ગણાત્રા અને  ચેતન નંદાણી, પી.એ.(ટેક) ટુ કમિશનર  રસિક રૈયાણી, એડી. સિટી એન્જી.  એમ.આર.કામલીયા, સિટી એન્જી. કે.એસ.ગોહેલ, સિટી એન્જી. (હાઉસિંગ)  અલ્પના મિત્રા, આસીસ્ટન્ટ કમિશનર  એચ. કે. કગથરા સહિતના અધિકારીઓ  તથાઅન્ય સંબંધિત અધિકારીઓ પણ સાથે રહયા હતાં.

(3:27 pm IST)