Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

દંડનો ધોકો વધુ આકરો

રાજકોટમાં ગુરૂવારે ૩૮.૨૭ લાખના ૪૯૧૭ ઇ-ચલણ

૨૩૦ કેસ કરી ૧,૧૩,૫૦૦ની વસુલાત

રાજકોટ તા. ૧૫: વાહન ચાલકો માટેના નવા નિયમોનો કાયદો અમલમાં આવ્યા પછી રાજકોટમાં રોજબરોજ પોલીસ વાહન ચાલકો પાસેથી અલગ-અલગ નિયમોના ભંગ બદલ લાખોનો દંડ વસુલ કરી રહી છે. દંડનો આ ધોકો વધુને વધુ આકરો બનતો જઇ રહ્યો છે. હેલ્મેટ ન પહેરવું, વન-વેમાં વાહન હંકારવું, ત્રણ સવારી કરવી, નો-પાર્કિંગમાં પાર્ક કરવું સહિતના કારણોસર રોજેરોજે ચોકે-ચોકે પોલીસની ટીમો દંડની કાર્યવાહી કરે છે. સોૈથી વધુ કેસ હેલ્મેટ અને વન-વેના થઇ રહ્યા છે. શહેરી વિસ્તારમાંથી હેલ્મેટના કાયદાને હાંકી કાઢવાની વાહન ચાલકોની માંગણીની કોઇ જ અસર કોઇના પર નથી. પોલીસ સતત દંડ ઉઘરાવી રહી છે. ૫૦૦-૫૦૦ના ચાંદલા વાહન ચાલકો પણ મુંગે મોઢે કરી રહ્યા છે. સ્થળ પર દંડ વસુલવાની કામગીરી ઉપરાંત આઇ-વે પ્રોજેકટના કેમેરાથી ફોટા પાડીને પણ લાખોના ઇ-ચલણ મોકલવામાં આવી રહ્યા છે. ગઇકાલે ૧૪મીએ અલગ-અલગ સ્થળોને ૨૩૦ એનસી કેસ નોંધી રૂ. ૧,૧૩,૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જ્યારે ૪૯૧૭ ઇ-ચલણ ગઇકાલે એક જ દિવસમાં ઇશ્યુ કરવામાં આવ્યા હતાં. આ ચલણની રકમ રૂ. ૩૮,૨૭,૬૦૦ થાય છે. આમ રોજ વાહન ચાલકોને લાખોનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

(3:26 pm IST)