Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

આમ્રપાલી સિનેમાવાળા દિલીપભાઇ તંતીને આપેલ ૮૦લાખનો ચેક રીટર્ન કેસોમાં આરોપી પૃથ્વીસિંહ જાડેજાને ત્રણેય કેસોમાં એક - એક વર્ષની સજા

૨૫ લાખના બે અને ૩૦ લાખનો ચેક મળી કુલ ૮૦ લાખના ચેક રિટર્ન થતાં દિલીપ તંતીએ ત્રણ ફરીયાદ કરી હતીઃ ૬૦ દિવસમાં આરોપી ફરીયાદીને રકમ ન ચુકવે તો વધુ એક - એક વર્ષની સજા

રાજકોટ તા.૧૫:  મોટીચીરોઈના પૃથ્વીરાજસિહ મહેન્દ્રસિંહ જાડેજાએ રાજકોટના દિલીપ તંતીને આપેલ ત્રણ ચેકો જેમા રૂપીયા પચ્ચીસ લાખ તથા પચ્ચીસ લાખ તથા ત્રીસ લાખ ના ત્રણેય ચેક રીટર્ન કેસોમાં આરોપીને તકસીરવાન ઠેરાવી એક - એક  વર્ષની સજા તેમજ દરેક કેસોમાં ચેકની રકમ ૬૦ દિવસોમાં ફરીયાદીને વળતર પેટે  ચુકવી આપવા અને તેમા કસુર કર્યે વધુ ત્રણેય કેસોમાં એક-એક  વર્ષની સજાનો સીમાચીન્હરૂપ ચુકાદોઓ ફરમાવેલ છે.

ત્રણે કેસોની હકીકત જોઇએ તો રાજકોટમાં રેસકોર્ષ પર રહેતો અને આમ્રપાલી સિનેમાવાળા  ફરીયાદી દિલીપ ભીખાભાઇ તંતીના મિત્ર કે જેઓ મુળ કચ્છના મોટીચીરોઇના રહેવાસી અને રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહેતા પૃથ્વીરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજાને નાણાની જરૂરિયાત ઉપસ્થિત થતા મિત્રતાના સંબંધના દાવે રકમ રૂ.૮૦,૦૦,૦૦૦/- મેળવી ફરીયાદીની તે કાયદેસરની લેણી રકમ અદા કરવા આરોપી  પૃથ્વીરાજસિંહે ફરીયાદી દિલીપ તંતી જોગ રકમ રૂપિયા પચીસ લાખ તથા પચ્ચીસ લાખ તથા ત્રીસ લાખ મળી રૂપિયા એંસી લાખના ચેકો  લખી આપી સહી કરી આપી ઈસ્યુ કરી આપેલ. તે વખતે ચેકો પાસ થઇ જશે, રીટર્ન થશે નહી તેવા આપેલ ભરોષે સ્વીકારેલ ચેકો ફરીયાદીએ પોતાની બેંકોમાં રજુ રાખતા અપુરતા ભંડોળના કારણે ત્રણેય ચેકો રીટર્ન થતા ડીમાન્ડ નોટીસ પાઠવવા છતા રકમ અદા ન કરતા સને -૨૦૦૬નાઅરસામાં રાજકોટની અદાલતોમાં  ફરીયાદીએ જુદા જુદા ત્રણ કેસો દાખલ કરેલ હતા.

ઉપરોકત ત્રણેય કેસો ચાલી જતા ફરીયાદી તરફે રજુઆત કરવામાં આવેલ કે ફરીયાદી દવારા પોતાનો કેસ શંકાથી પર પુરવાર કરેલ છે. અને પોતાનુ કાયદેસરનુ લેણુ હોવાનુ અને તે લેણા પેટે ચેકો ઈસ્યુ કરી આપેલનું પુરવાર થતુ હોય ત્યારે ફરીયાદીની ફેવરમાં કાયદા મુજબ અનુમાન કરવુ જોઇએ જ્યારે આરોપી તરફે તપાસેલ વીટનેસના જ પુરાવા પરથી ફરીયાદીનો કેસ પુરવાર થતો હોય ત્યારે તથા ફરીયાદ પક્ષના મજબુત પુરાવાનુ આરોપી દ્વારા ખંડન કરવામાં  સફળ રહેલ ન હોય ત્યારે હાઇકોર્ટો તથા સુપ્રિમ કોર્ટના ચુકાદામાં પ્રસ્થાપિત કરેલ સિંધ્ધાંતો લક્ષે લઇ આરોપીને તકસીરવાન ઠરાવવા લેખીત તથા મૌખીક રજુઆતો કરવામાં આવેલ.

રેકર્ડ પરની હકીકતો, દસ્તાવેજી પુરાવો તેમજ બંને પક્ષોની લેખીત  તથા મૌખીક રજુઆતો લક્ષે લેતા આરોપી તથા ફરીયાદી વચ્ચે મીત્રતાના સંબંધ ન હોવા સંબંધે એક પણ પ્રશ્ન પુછાયેલ ન હોય તેમજ આરોપીના સાથીથી જ સંબંધો પુરવાર થતા હોય,ચેકની તારીખ પહેલા ફરીયાદીને રકમ ચુકવી આપેલનુ પુરવાર થતુ ન હોય, આરોપીના સાક્ષ્ીમાં જ ચેક તથા રકમનો વ્યવહાર ફરીયાદી તથા આરોપી વચ્ચેનો હોવાનુ જણાવેલ હોય, આરોપીએ ફરીયાદી જોગ ચેકો ઈસ્યુ કરી આપેલ ન હોવાનુ સીંગલ પ્રશ્ન પુછાયેલ ન હોય , આરોપી રાજકોટ રહેતા ન હોવાનો અને ધંધો કરતા ન હોવાનો પુરાવો રેકર્ડ પર લાવી શકેલ નથી. , સ્પેશીમેન  સીગ્નેચર કાર્ડનુ તથા નોટીસનું સરનામુ એક જ હોય તેને આરોપીના સાક્ષીથી સમર્થન મળતુ હોય, રોજમેળ, એકાઉન્ટ, ઈન્કમટેક્ષ રીટર્નમાં રકમ બતાવેલ ન હોવાના બચાવમાત્રથી ફરીયાદીનો કેસ ફેટલ થઇ શકે નહી માત્ર ડીનાઇલ કે શંકાનું સર્જન તે અનુમાનનુ ખંડન કરવા માટે પુરતા નથી, આરોપીનો બચાવ એવો હતો કે વ્યવહાર તેની સાથે નથી અને તેનો સાહેદ સાથે હતો તે પુરવાર કરવામાં નિષ્ફળ જતા આરોપી પર રહેલ બોજો દુર કરી શકેલ નથી. આરોપીના સાહેદની કબુલાત આરોપીનો ખોટો બચાવ કરે છે. અને કાયદાની જોગવાઇ મુજબ ફરીયાદપક્ષ દ્વારા તમામ પાસાઓ પુરવાર કરેલ હોવાનુ અને આરોપી  તેનુ ખંડન કરી શકેલ ન હોવાનુ કે બચાવ સાબિત કરી શકેલ ન હોવાનુ માની આરોપી પુથ્વીરાજસિંહને ત્રણેય  જુદા - જુદા કેસોમાં એક- એક વર્ષની સજા તથા દરેક કેસોમાં ચેકની રકમનું વળતર ૬૦ દિવસમાં ફરીયાદીને ચુકવી આપવા અને તેમા કસુર કર્યે વધુ એક - એક વર્ષની સજાનો હુકમ ફરમાવવામાં આવતા કોર્ટે પરીસરમાં તથા ચેક રીટર્ન કેસના આરોપીમાં ચર્ચાનો વિષય બની ગયેલ હતો.

ઉપરોકત કામમાં ફરીયાદી દિલીપ તંતી વતી રાજકોટના એડવોકેટ લલિતસિંહ જે શાહી, સી.એમ. દક્ષીણી, ભુવનેશ શાહી, કૃણાલ  શાહી, સુરેશ ફળદુ, નિશાંત જોષી, ડી.પી. ગઢવી, વિનય ઓઝા, મનિષ ગુરૃંગ, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(1:01 pm IST)