Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

શહેર કોંગ્રેસ દ્વારા આજે વિજયાદશમીના પર્વે મોંઘવારીના રાક્ષસનું પૂતળા દહન કરાયું

મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરનારા કોંગી આગેવાનોની અટકાયત : ભાજપ સરકારના પ્રજાવિરોધી નિર્ણયો અને મોંઘવારી રૂપી રાક્ષસના પુતળાનું દહન કરી પ્રજા મોંઘવારીમાંથી મુકત થાય તે માટે પ્રજા વતી ભાજપ સામે ઉગ્ર વિરોધ વ્યકત કરવામાં આવ્યોઃ પ્રદીપભાઇ ત્રિવેદી પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવમાં દિન-પ્રતિદિન બેફામ ભાવ વધારાને પગલે ભીષણ મોંઘવારીથી પીડાતી પ્રજા : ભાનુબેન સોરાણીઃ કોવિડ મહામારીથી વધારે ભીસ અનુભવી રહેલા પ્રજાજનોને રાહત આપવાના બદલે ભાજપ સરકાર પ્રતિદિન ભાવ વધારો ઝીંકે છે : વશરામ સાગઠીયા

રાજકોટ તા.૧પ : દેશમાં બેમાફ મોંઘવારીએ ભરડો લીધો છે ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા આજે વિજયાદશમીના પર્વે ''મોઘવારીના રાક્ષસનું પુતળાદહન કરવાનો આશ્ચર્યજનક કાર્યક્રમો ત્રણેય ઝોનમાં તથા કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલર્ય ખાતે અપાયા હતા જો કે આ વિરોધ પ્રદર્શન બાબતે પોલીસે તુરતજ કોંગી આગેવાનો કાર્યકરોથી અટકાયતો કરી હતી.

છેલ્લાં સાત વર્ષથી કેન્દ્ર ખાતે અને અઢી દાયકાથી રાજ્યમાં ભાજપની સરકારના પ્રજાવિરોધી શાસનથી પ્રજાજનો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. કોવિડ મહામારીથી વધારે ભીંસ અનુભવી રહેલા પ્રજાજનોને રાહત આપવાના કોઈ પ્રજાલક્ષી નિર્ણયો લેવાને બદલે ભાજપ સરકાર પ્રતિદિન પેટ્રોલ - ડીઝલ - રાંધણ ગેસના ભાવમાં બેફામ વધારો ઝીંકી રહી છે. અત્યંત અસંવેદનશીલ અને સરમુખત્યારી ભાજપ સરકારના અવિચારી અને પ્રજાવિરોધી નિર્ણયો પ્રજાજનોની હાડમારીમાં વધારો કરી રહ્યાં છે.  છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

ત્યારે પેટ્રોલ-ડીઝલનો પ્રતિ લીટર ભાવ રૂ.૧૦૧ સુધી પહોંચી ચુક્યો છે. ઈંધણના ભાવવધારાથી જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના  ભાવ પણ આસમાને પહોંચ્યા છે.  પેટ્રોલ -ડીઝલ-ગેસ ના ભાવમાં દિન-પ્રતિદિન બેફામ ભાવ વધારાને પગલે તમામ આવશ્યક જીવન જરૂરી ચીજવસ્તુઓમાં ભીષણ મોંઘવારીથી પીડાતી પ્રજા વતી ભાજપ સામે ઉગ્ર વિરોધ વ્યકત કરવા, પ્રદેશ પ્રમુખ આદરણીયશ્રી અમિત ચાવડાની સૂચના અનુસાર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી રૂપી રાક્ષસના પૂતળાનું દહન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિજયાદસમી ના દિવસે પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન તેમજ શહેર કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલય ખાતે મોંઘવારી રૂપી રાક્ષસના પૂતળા દહન નો કાર્યક્રમ યોજાયો. જેમાં વિસ્તૃત પૂર્વ ઝોન સામાકાંઠે કાર્તિક પાર્ટી પ્લોટ બાજુમાં ૮૦ ફૂટ રોડ ખાતે મોંઘવારી રૂપી રાક્ષસના પૂતળા દહન કરવામાં આવ્યું જેમાં વોર્ડ પ્રમુખ અલ્પેશભાઈ ટોપિયા, ઠાકરસીભાઈ ગજેરા, આશિષસિંહ વાઢેર, રામભાઈ આહીર, સંદીપભાઈ મહેતા, કૈલાશભાઈ નકુમ, હિરેનભાઈ મકવાણા, મનસુખભાઈ સાંગાણી સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પશ્ચિમ ઝોન માં ઉમિયા ચોક વોર્ડ ૧૨ કોંગ્રેસ કાર્યાલય ખાતે મોંઘવારી રૂપી રાક્ષસના પૂતળા દહન કરવામાં આવ્યું જેમાં વોર્ડ પ્રમુખ કેતનભાઈ તાળા, પૂર્વ કોર્પોરેટર સંજયભાઈ અજુડિયા, મનીષભાઈ વાગડિયા, મુનાભાઈ ચાવડા, વિશાલભાઈ ભંડેરી, રસિકભાઈ સીદપરા, દેવદાનભાઈ માલા, વિપુલભાઈ ગૌસ્વામી  અને દિલીપભાઈ નિમાવત સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

જયારે મધ્યઝોન માં મોંઘવારી રૂપી રાક્ષસના પૂતળા દહન કરે તે પહેલાજ એ ડીવીઝન પોલીસ દ્વારા રણજીતભાઈ મુંધવા, ભાવેશભાઈ પટેલ, રમેશ તલાટિયા ની અટકાયત કરવામાં આવી અને મધ્યસ્થ કાર્યાલય ખાતે મોંઘવારી રૂપી રાક્ષસના પૂતળાનું દહન કરતા કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, દિનેશભાઈ મકવાણા, પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, રહીમભાઈ સોરા, દિપ્તીબેન સોલંકી, ગોવિંદભાઈ સભાયા, નીલેશભાઈ મારૂ પૂર્વ કોર્પોરેટર સંજયભાઈ અજુડિયા, મનીષભાઈ વાગડિયા પ્રવીણભાઈ સોરાણી, ડીબી ગોહિલ, જીતેન્દ્રભાઈ રૈયાણી, વોર્ડ પ્રમુખ કેતનભાઈ જરીયા, ગીરીશભાઈ ઘરસંડિયા, કેતનભાઈ તાળા, રવિભાઈ ડાંગર, ગોપાલભાઈ બોરાણા, મુકેશભાઈ પરમાર, હિમતભાઈ મૈયાત્રા, નરેશભાઈ પરમાર, રાજુભાઈ પટેલ, તમામ આગેવાનો કાર્યકરો ભાઈઓ-બહેનોની પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી.

(3:40 pm IST)