Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

૧૭મીએ ભાજપ દ્વારા આજીડેમે નમામિ દેવી નર્મદે મહોત્સવ

મહાઆરતી-રાસગરબા- લોકસાહિત્ય સહીતના સુરેલા કાર્યક્રમો યોજાશેઃ પ્રદેશ અગ્રણી નીતીન ભારદ્વાજની આગેવાનીમાં તડામાર તૈયારીઃ બેઠક યોજાઇ

રાજકોટ તા. ૧૪ : દેશના વડાપ્રધાન  શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ફકત ૧૭ દિવસમાં ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરના પાટિયા ચડાવવાની મંજૂરી આપવામાં આવેલ. ચાલુ વર્ષે મેદ્યરાજાની અસીમ કૃપા થતા તા.૧૭/૦૯/૨૦૧૯ના રોજ સરદાર સરોવર ૧૩૮ મીટર એટલે કે પૂર્ણ સપાટીએ ભરાઈ જશે. આ જ દિવસે ભારતના માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ હોઈ રાજયના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજયભરમાં નમામિ દેવી નર્મદે મહોત્સવઙ્ખ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

તા.૧૭/ના રોજ કાર્યક્રમ યોજવા માટે આજરોજ એક મીટીંગ યોજયેલ. તે વખતની તસ્વીરો  આ બેઠકમાં મેયર બિનાબેન આચર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, ડે.કમિશનર ગણાત્રા, સિટી એન્જીનીયર દોઢિયા, આસી.મેનેજર અમિત ચોલેરા વિગેરે ઉપસ્થિત રહેલ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૭/૦૯/૨૦૧૯ના રોજ આજીડેમ ખાતે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પૂર્ણ સપાટી સુધી ભરાઈ જનાર હોઈ ત્યારે  ઙ્કનમામિ દેવી નર્મદે મહોત્સવઙ્ખની ખૂબ જ ધામ ધૂમથી ઉજવણી થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવેલ. આ ઉજવણીમાં સંતો મહંતો, સમાજના શ્રેષ્ઠીઓ, અને શહેરીજનોની ઉપસ્થિતિમાં નર્મદા મૈયાના નીરના વધામણા, મહાઆરતી, રાસ ગરબા, લોકગીત, લોકસાહિત્ય તથા સંતોના આશીર્વચન બેન્ડ સુરાવલી, શંખનાદ વિગેરે કાર્યક્રમ યોજાશે.

(3:46 pm IST)
  • ભારતીય વાયુસેનાની સૈન્ય ક્ષમતામાં મોટો વધારો :વાયુસેનાને ઇઝરાયલ પાસેથી મળ્યો સ્પાઇસ બોમ્બનો પહેલો જથ્થો: બાલાકોટમાં ઉડાવ્યા હતા આતંકી કેમ્પ: ભારતીય વાયુસેનાના કાફલામાં સ્પાઇસ-2000 લેઝર ગાઇડેડ બોમ્બને સામેલ કરાયા : માર્ક 84 વૉર હેડ અને બોમ્બની સાથે સ્પાઇસ 2000 બોમ્બની પહેલી ખેપ ગ્વાલિયર પહોંચી હતી. access_time 12:52 am IST

  • થરા હાઈવે પર નશાખોર કાર ચાલક બન્યો બેફામ: રાહદારીઓને અડફેટે લેતા એક બાળક સહિત બે ના ઘટના સ્થળે જ મોત: 8 જેટલા લોકોને ગંભીર ઇજા: ઇજાગ્રસ્તોને સારવાર માટે થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા: ગાડી ચાલકને થરા પોલીસે પકડી કાર્યવાહી હાથ ધરી access_time 10:40 pm IST

  • રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમનના અમલવારી માટે પોલીસતંત્ર સજ્જ : નવા નિયમની અમલવારીને લઈને ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓની બેઠક : નિયમની કડક અમલવારી કેવી રીતે કરાવવી તે અંગે બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા:સામન્ય લોકો સાથે સાથે પોલીસ કર્મીઓને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચના : access_time 12:51 am IST