Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

ઝાડા-ઉલ્ટી થતાં અને બેભાન થઇ જતાં ત્રણના મોત

રાજકોટઃ ગાંધીગ્રામ ભારતીનગર ઉદય હોલ પાસે નિધી સ્કૂલની બાજુમાં રહેતાં તરૂલત્તાબેન જેન્તીભાઇ કાલાવડીયા (ઉ.૬૦) નામના વણિક વૃધ્ધાને બુધવારે ઝાડા ઉલ્ટી થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

બીજા બનાવમાં કરણપરા-૪/૧૭ના ખુણે રહેતાં વેલજીભાઇ રામજીભાઇ ફુરીયા (જૈન વણિક) (ઉ.૭૭) નામના વૃધ્ધ ઘરે ગુરૂવારે સવારે ચારેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. ત્રીજા બનાવમાં રેલનગર-૩માં રહેતાં મહેશભાઇ ગોવાભાઇ પરમાર (વાલ્મિકી) (ઉ.૪૫) વોકહાર્ટ હોસ્પિટલમાં પ્યુનની નોકરી પર હોઇ બુધ-ગુરૂની રાતે બેભાન થઇ જતાં મોત નિપજ્યું હતું.

(11:55 am IST)
  • સરહદે ૩ પાકિસ્તાનીઓ ઠાર મરાયા : કાશ્મીરના ઉરી - રાજૌરીમાં પાક લશ્કરના ઉંબાડીયા વધતા જાય છે: કાશ્મીર સરહદે ફરી લાઈન ઓફ કંટ્રોલ - અંકુશ હરોળ રેખાનું ઉલ્લંઘન કરી ઉરી - રાજૌરીમાં સતત ફાયરીંગ : ભારતીય લશ્કરે વળતો મૂહંતોડ જવાબ આપી પાકિસ્તાન લશ્કરના ૩ સૈનિકોને ઠાર કર્યા હતા access_time 7:18 pm IST

  • આનંદો : રાજકોટનો ન્યારી-૧ ડેમ ઓવરફલો થવા તૈયારી : વાજડી વીરડા - વેજાગામને એલર્ટ કર્યા : રાજકોટ ન્યારી એક ડેમ ઓવરફલો થવાની સ્થિતિ પરઃ વાજડી - વીરડા, વેજાગામ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા : જળાશયની કુલ સપાટી ૧૦૪.૫ છે જયારે હાલ તે ૧૦૩.૭૫ મી. સપાટી પર પહોંચ્યો છે access_time 6:46 pm IST

  • હિંમતનગરમાં ધોધમાર વર્ષા : હિંમતનગરમાં ગુરૂવારે ભારે વરસાદ વરસતા નિચાણ વિસ્તારોમાં પાણી ભરાયા હતા access_time 6:47 pm IST