Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

રાજકોટની વ્હોરા સોસાયટીમાં ચોકીદાર નેપાળી પ્રોૈઢે ઓરડીમાંથી ગૂમ થયેલા પૈસા બાબતે ઝઘડો કરતાં પુત્રએ પતાવી દીધા

મોડી રાત્રે બનાવઃ છરીથી હત્યા કર્યા બાદ પુત્ર પ્રેમ લાશ પાસે જ બેસી રહ્યોઃ ગાંધીગ્રામ પોલીસે અટકાયત કરી

રાજકોટઃ શહેરના જામનગર રોડ પર વ્હોરા સોસાયટીના કોમ્યુનિટી હોલ સામે ગાંધી સોસાયટીની ઓરડીમાં પત્નિ-સંતાનો સાથે રહેતાં અને ચોકીદારી કરતાં નેપાળી પ્રોૈઢ પુર્ણબહાદુર સારકી (ઉ.૫૦)ને મંગળવારે મોડી રાત્રે તેના જ પુત્ર પ્રેમ સારકી (ઉ.૨૧)એ માથા અને મોઢા પર છરીના ઘા ઝીંકી પતાવી દેતાં ચકચાર મચી ગઇ હતી. હત્યા બાદ પ્રેમ પિતાની લાશ પાસે જ બેસી રહ્યો હતો. માતાની નજર સામે જ તેણે આ હત્યા કરી હતી. પોલીસને જાણ થતાં એસીપી ભરત રાઠોડ, ગાંધીગ્રામ પી.આઇ. વી. વી. ઓડેદરા, રશ્મીનભાઇ પટેલ, ભુમિબેન સોલંકી, ડી. સ્ટાફની ટીમ પહોંચી હતી અને પ્રેમ નેપાળીને સકંજામાં લીધો હતો. તપાસમાં એવું ખુલ્યું હતું કે પુર્ણબહાદુરે ઓરડીમાં પૈસા રાખ્યા હતાં તે ગાયબ થઇ ગયા હોઇ આ બાબતે તેણે પહેલા પત્નિ મોતીસરા સાથે ઝઘડો કર્યો હતો. ત્યાં પુત્ર પ્રેમ બહારથી આવતાં તેને પૈસા માટે પુછી ઝઘડો કરતાં ઉશ્કેરાયેલા પુત્રએ હત્યા નિપજાવી હતી.

(1:04 pm IST)