Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

આશીર્વાદ ધ્યેય પ્રાપ્તિને ગતિશીલ બનાવે : પૂ. મોરારીબાપુ

રાજકોટ તા. ૧૫ : આશીર્વાદ લઇને કોઇપણ ધ્યેય સાધવા પ્રયાસ કરશો તો તેમાં ગતિશીલતા આવશે. જીવનમાં ઉત્સાહ અને ઇચ્છિત ફળ મેળવવા આશીર્વાદ મેળવતા રહો. સ્પર્ધાત્મક પરીક્ષાથી તમે શ્રેષ્ઠ પદ પ્રાપ્ત કરી શકશો પણ સાથે પદની ગરીમા જાળવવા શ્રધ્ધાત્મક બનવું પણ એટલુ જ જરૂરી છે. તેમ પૂ. મોરારીબાપુએ હનુમંત એકેડમી યોજીત કારકીર્દી સેમીનારને સંબોધતા જણાવ્યુ હતુ.

હેમુ ગઢવી હોલ ખાતે પ્રકાશભાઇ દુધરેજીયના માર્ગદર્શન હેઠળ ટીમના ગૌરવ બી. દાણીધારીયા, પ્રો. વિવેક છબીલદાસ ગોંડલીયા, ડો. ચિંતન મુકેશભાઇ ગોંડલીયા, કૌશલ મહેશભાઇ ગોંડલીયા દ્વારા યોજવામાં આવેલ સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના માર્ગદર્શક સેમીનારમાં સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલયના પ્રથમ મહિલા કુલગુરૂ પ્રો. નિલામ્બરીબેન દવે, વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન અને સત્તા મંડળના સદસ્ય ડો. મેહુલભાઇ રૂપાણી, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓના રોલ મોડેલ અને લોકલ ફંડ ઓડીટ ઓફીસના વિભાગીય નાયબ નિરીક્ષક શૈલેષભાઇ સગપરીયાએ ઉપસ્થિત રહી કારકીર્દીલક્ષી માર્ગદર્શન આપ્યુ હતુ.

આ તકે ડો. નિલામ્બરીબેન દવેએ કોલેજ કક્ષાએ અને ઉચ્ચ શિક્ષણમાં પરંપરાગત અને બીન પરંપરાગત અભ્યાસક્રમો અંગેની જાણકારી આપી હતી.

શૈલેષભાઇ સગપરિયાએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં કયા ધોરણાના પુસતક, કયું સાહિત્ય, કઇ રેફરન્સ બુક વાંચવી તેમજ કઇ સોશ્યલ સાઇટો ઉપયોગી બની રહે છે તેની જાણકારી આપી હતી.

સેમીનારમાં ઉપસ્થિત ૫૦૦ થી વધારે પરિવારોને ઉપયોગી બને એ માટે શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા એજયુકેશનલ લોન પર વ્યાજ સબસીડી યોજનાની માર્ગદર્શક પુસ્તીકા સુરેન્દ્રનગર  (વૈ.બા.) સાધુ સમાજ ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ.

આ સેમીનારમાં ડો. સી. પી. ગોંડલીયા (વાંકાનેર), મુકેશભાઇ ગોંડલીયા (ઇસરો), બાબુલાલ દાણીધારીયા, હિતેશભાઇ ગોંડલિયા (પ્રમુખ ભારતીય વૈષ્ણવ સાધુ સમાજ), મનોજભાઇ મેસવાણીયા (પ્રમુખ ગુજરાત યુવા સાધુ સમાજ સંગઠન), ડો. નટુભાઇ હરીયાણી, ભાવુભાઇ ગોંડલીયા (પ્રભુ મોટર્સ), મયારામભાઇ (બીએસએનએલ), બટુકભાઇ, સુખાભાઇ (થાનગઢ), ત્રિભુવનદાસ (ના.મામલતદાર),  અશોકભાઇ ગોંડલીયા, દિનેશભાઇ (હેવમોર આઇસ્ક્રીમ), ડો. કમલભાઇ (અમદાવાદ), શાંતિભાઇ (જેતપુર), ભરતભાઇ ગોંડલીયા (અમદાવાદ), દલસુખભાઇ (અમદાવાદ), દિનેશભાઇ (અમદાવાદ), ડો. કમલભાઇ (અમદાવાદ), ભૃગેશભાઇ હરીયાણી (નિવૃત્ત જજ), સુરેશભાઇ દેશાણી સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ દરેક શહેર જિલ્લા, ગામોના સાધુ સમાજના વિદ્યાર્થીઓ વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સેમીનારમાં ડો. કવિતાબેન (રાજકોટ મેડીકલ કોલેજ), ડો. નિરાલીબેન (આયુષ રથ), ડો. ક્રિષ્નાબેન (બગસરા), નીતાબેન મોદી, સ્નેહલબેન, મિતલબેન (સુરેન્દ્રનગર), ડો. રૂપલબેન (ભાવનગર) ઉપસ્થિત રહેલ.

સમગ્ર આયોજનને સફળ બનાવવા આયોજન સમિતિના ગૌરવ દાણીધારીયા, વિવેક ગોંડલીયા, ડો. ચિંતન ગોંડલીયા, કૌશલ ગોંડલીયા, શૈલેષ દુધરેજીયા, ઉજજેશ દેશાણી, અજય ગોંડલીયા, કેતન દુધરેજીયા, જીજ્ઞેશ ગોંડલીયા, ગૌરાંગ હરિયાણી (પાવાઠી), દીપકબાપુ હરીયાણી, અક્ષય મેસવાણીયા, કિશન ગોંડલીયા, દેવેન કાપડી, ધર્મેશભાઇ (ચોટીલા), પાર્થભાઇ (ભાવનગર), કીર્તીબેન, ડો. નિરાલીબને, પ્રજ્ઞાબેન (નારી શકિત), રમેશ ગોંડલીયા, જલારામભાઇ (પારેવડા), પંકજ ગોંડલીયા, પીન્ટુ દેશાણી, પરેશભાઇ (લુહાર મંદિર) સહીત યુવા ટીમે જહેમત ઉઠાવી હતી. તેમ સેમીનારના મુખ્ય માર્ગદર્શક પ્રકાશભાઇ દુધરેજીયા (મો.૯૪૨૬૨ ૩૩૩૩૩)ની યાદીમાં જણાવાયુ છે.

(4:48 pm IST)