Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

રવિવારે ફાધર-ડે : પિતા માટે લાગણી વ્યકત કરવાનો અવસર

ટ્રોફી, રજવાડી પોકેટ, સ્ટ્રોલ, વોલેટ જેવી ઢગલાબંધ આઈટમો જોહર કાડ્ર્સમાં

રાજકોટ, તા. ૧૫ : આગામી રવિવારે ફાધર-ડે છે. પશ્ચિમી સંસ્કૃતિનો આ તહેવાર છેલ્લા ઘણા વર્ષોથી આપણે ત્યાં પણ ઉજવવામાં આવે છે. પિતાને અવનવી ગીફટ આપી આ દિવસ ઉજવવામાં આવતો હોય છે ત્યારે જોહર કાડ્ર્સમાં વ્હાલસોયા પિતાને ગીફટ આપવા અનેકવિધ વેરાયટીઓ ઉપલબ્ધ હોવાનું હસનૈનભાઈએ જણાવ્યુ હતું.

તા.૧૭ જૂન રવિવારે વિશ્વભરમાં ફાધર્સ-ડેની ઉજવણી થશે. ફાધર્સ-ડે અર્થાત આપણા અસ્તિત્વનો આદર દિવસ. સંતાનો આ દિવસે પોતાના પ્રાણદાતા પિતાશ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવા અનેક અનુસંધાનો શોધે છે. કોઈ પિતાશ્રીને પગે લાગી ઋણ અદા કરે છે તો નવી પેઢીના સંતાનો આ દિવસે પિતાશ્રીને મનગમતી સરપ્રાઈઝ ગીફટ આપી ખુશી બમણી કરી દે છે.રાજકોટ શહેરમાં તમામ પ્રસંગોના વૈવિધ્યસભર ઉજવણી માટે અહિં ડો.યાજ્ઞિક રોડ ઉપર આવેલ જોહર કાડ્ર્સમાં અલ્ટ્રા મોર્ડન યુગને અનુરૂપ વેરાયટીઓ અંગે જોહર કાડ્ર્સવાળા યુસુફભાઈ તથા હસનેનભાઈએ જણાવ્યુ કે આ વર્ષ અમારે ત્યાં ફાધર્સ-ડે માટે પિતાશ્રીને આપવા માટે ઘણા જ પ્રકારની ગીફટ તથા કાર્ડસ આવેલ છે. જેમાં પિતાશ્રી માટે સ્પે. રજવાડી પોકેટ વોચ, સ્પે. ટ્રોફી, પિતાશ્રીને બિરદાવતા સ્પે. કોટેશનવાળા સ્ક્રોલ, સેસ, મગ, ટ્રોફી, ટીકપ વીથ જગ, આઈ લવ પાપા લખેલ કીચેઈન, આઈ લવ યુ ડેડ લખેલ ફોટોફ્રેમ, રીવોલ્વીંગ કેટેશન ફોટાવળી ફોટોફ્રેમ, ટેડી વીથ મગ, બોલપેન સેટ, પેન સ્ટેન્ડ,  રીસ્ટ વોચ, પોલીસ્ટોનના ટેબલ કલોક, ફેમીલી ફોટોફ્રેમ, સર્ટીફીકેટ, વોલેટ, કમરના બેલ્ટ, ચોકલેટ બુકે વગેરે સંખ્યાબંધ વેરાયટીઓ આવેલ છે. આ ઉપરાંત પ્રસનલાઈઝ ગીફટો પણ બનાવી આપીએ છીએ. કાડ્ર્સ અંગે જોહરભાઈએ જણાવ્યુ કે કાડ્ર્સમાં સંખ્યાબંધ ડિઝાઈનો આવેલ છે. અલગ અલગ હેડીંગ કોટેશનવાળા કાડ્ર્સ અમારે ત્યાં આવેલ છે.

(4:26 pm IST)