Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

જમીનના મામલે પ્રેમીબેનના આશ્રીત સામે કલેકટરમાં ફરીયાદ કરતા હીરાભાઇ પરસાણાઃ જમીનનો હક જતો કર્યો છે.

કયાંય કોઇ પ્રકારનો મનાઇ હુકમ નથીઃ લાંચની બાબત ખોટી છે : પ્રેમીબેન અંને તેમના પુત્રો સામે કડક પગલા ભરો

રાજકોટના પ્રેમીબેન અને તેમના પરીવારે કલેકટર કચેરીમાં ૧૦૦ કરોડની જમીન મામલે કેરોસીન છાંટયું તેઓએ હીરાભાઇ પરસાણા અને તેમના ભાઇઓ કલેકટરશ્રીન સામેવાળાની ફરીયાદ કરી તથા ' અકીલા' કાર્યાલય ખાતે પણ વિસ્તૃત વિગતો આપી હતી (તસ્વીર સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૫ :  કલેકટર કચેરીમાં પ્રેમીબેન પરસાણા અને પરીવારે કેરોસીન છાંટયુ તેઓએ હીરાભાઇ નરશીભાઇ પરસાણા અને તેમના ભાઇએ કલેકટર અને પોલીસ કમિશ્નરને આવેદન પાઠવી વિસ્તૃત રજુઆત કરી હતી. આવેદન ફરીયાદમાં ઉમેર્યુ હતુ કે રાજકોટ શહેરના ર.સ.નં. ૧૦ ૧૮૦ પૈકી ૬ નછ જમીન હે.આર.ચો.મી.૦-૩૭-૦૦ તથા રે.સ.નં. ૧૮૧ પૈકી ની જમીન હે.આરે.ચો.મી. ૩-૩૮-૯૩ અમો રખજાદરોની માલીકી અને કબજો ભગદટાની આવેલ.

અમે આરી ઉપરોકત જમીન બીનખેતી કરાવવા કલેકટર કચેરી રાજકોટ સમક્ષ અરજી કરતા કલેકટરશ્રીએ તમામ લાગતા-વળગતા વિભાગોના અભિપ્રાય મેળવી જમીન બીનખેતી કરવા હુકમ કરેલ છે. અને આ બીનખેતી હુકમ કરતી વખતે સદરહુ જમીન અંગે કોઇપણ પ્રકારનો મનાઇ હુકમ અસ્તિત્વમાં ન હતો કે હાલમાં પણ અસ્તિત્વમાં નથી તેમ છતાં પ્રેમીબેન ટપુભાઇ દ્વારા કલેકટરશ્રી દ્વારા થયેલ હુકમ પડકારવાના બદલે આત્મવિલોપજની ધમકી આપે છે અને ભષ્ટાચાર અંગેના પણ વાહીયાત આક્ષેપો કરેલ છે.

કલેકટરને થયેલ અરજીમાં કારણલ પણ હીરાભાઇ પરસાણાએ આપ્યા છે તેમાં પ્રેમીબેન ટપુભાઇ પરસાણાએ હાલની અરજીવાળી વમીનમાંથી પોતાનો હકક જતો કરેલ તે અંગેની રાજકોટ ગામના હક્કપત્રકે નોંધ નં.૪૭૮૬, તા. ૧૭/૧૨/૨૦૦૪ થી પડેલ જે મામલતદારશ્રી દ્વારા પ્રમાણીત થયેલ છે અને તે વખતે પ્રેમીબેન પજ્ઞુભાઇએ રૂા ૫૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર પોતાના અંગુંઠાનું નિશાન (છાપ) કરી ડેકલેરેશન કરેલ અને તે ડેકલેરેશનમાં અગુંઠાનુંનશાન પ્રેમીબેન ટપુભાઇ પરસાણાના પતિ નાથાભાઇ લીબાંભાઇએ અલળખાવેલ અને આ ડેકલેરેશન રાજકોટના નોટરી પી.સી.વ્યાસ સમક્ષ પેઇન નં.૩૫૦/૧૪, સીરીયલ નં. ૭૧૭, તા. ૩૦/૯/૨૦૦૪ થી નોંધાવેલ અને આ ડેકલેરેશનમાં ઓળખ પણ એડવોકેટે આપેલ છે. આમ તમામ કાયાદાકીય કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મામલતદારશ્રી એ નોંધ મંજુર કરેલ છે. તે નોંધ પ્રેમીબેન ટપુભાઇએ આજ દિવસ સુધી ચેલેન્જ કરેલ નથી તેમ છતાં આ તમામ રેકર્ડથી વિરૂધ્ધની આત્મ વિલોપનની ખોટી ધમકીઓ આપી વહીવટી તંત્રને દબાણમાં મુકવાનો પ્રયત્ન કરે છે તેથી તેની સામે કાયદેસરના પગલા લેવા અરજ છે.

ઙ્ગઅમો અરજદારોને દૈનિક પેપરોમાં તા. ૧૨/૦૬/૨૦૧૮ ના રોજ પ્રસિધ્ધ થયેલ સમાચાર મુજબ કલેકટરશ્રી રાજકોઠે અમો અરજદારોની બીનખેતીની હીરાભાઇએ ઉમેર્યુ હતુ કે, પ્રેમીબેન પરસાણાએ જે મનાઇહુકમની માંગણી કરી તે ના મંજુર થયેલ છે તથા ડીસ્ટ્રીકટ-સેશન્સ કોર્ટમાં પણ કોઇ મનાઇ હુકમ અપાયો નથી. આ પ્રેમીબેનનું ખોટું પ્રોકસીવોર છે.તેમણે વણાવેલ કે, બીનખેતીની અરજી પૈસા લઇ મંજુર કરેલ છે, તે બાબત ખોટી છે, અને અમે કલેકટર કચેરીના કોઇ અધિકારીને લાંચની રકમ આપી નથી, પ્રેમીબેન વહીવટી તંત્ર નેબાનમાં લેવા આત્મવિલોપનની ખોટી ધમકીઓ આપી રહ્યા છે.

હીરાભાઇએ આક્ષેપ કરેલ કે, પ્રેમીબેનનો દિકરો મીન બાબતે સંડલવાયેલ છે, તે અંગે તેના વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરસયાદ થયેલ છે તેમજ બીજો પુત્ર આર્થિક રીતે નબળા થયા છે, અને કલેકટરશ્રી વિરુધ્ધ ખોટી વિગતે આક્ષેપો કરે છે.

(4:26 pm IST)