Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

નંદન કુરીયર લિ.નો છઠ્ઠા વર્ષમાં પ્રવેશઃ વાર્ષિક ટર્નઓવરમાં ૩૦ ટકાનો વધારો

ગુજરાત સહિત દેશભરમાં ૬૯૦થી વધુ બ્રાંચો ધરાવતી

રાજકોટ,તા.૧૫: ગુજરાતની જાણીતી કુરિયર સર્વિસ કંપની શ્રી નંદન કુરિયર કંપનીએ પાંચ વર્ષના ટુંકા ગાળામાં પ્રાઈવેટ લિમિટેડમાંથી લિમિટેડ કંપની બનવાની સિદ્ધિ હાંસલ કર્યા બાદ છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. છઠ્ઠા વર્ષમાં પ્રવેશ સાથે શ્રી નંદન કુરિયરે તેના ઓવરઓલ ટર્નઓવરમાં ૩૦ ટકાનો વધારો પણ ગત વર્ષની સરખામણીએ હાસંલ કર્યો છે. પાંચ વર્ષ પુરા કરવાની અને છઠ્ઠા વર્ષમાં પ્રવેશની આ ખુશી વ્યકત કરતા શ્રી નંદન કુરિયર કંપની તેના ગ્રાહકો માટે કેટલીક નવી એડવાન્સ ફેસિલિટી અને નવી સર્વિસ પણ શરૂ કરવાનું તેમજ કંપનીના નેટવર્કને વધારવાનું આયોજન ધરાવે છે. વર્ષ ૨૦૧૩માં ૧૫મી જુને માત્ર ૮ બ્રાંચ સાથે શરૂ થયેલી શ્રી નંદન કુરિયર કંપની આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ૬૯૦થી વધુ બ્રાંચ ધરાવે છે.

આજે કુરિયર સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનેક કુરિયર કંપની છે પરંતુ તેમાં પોતાની ઉત્તમ સેવા, નિપુણતા અને નવિનતા સાથે આગવું સ્થાન ધરાવતી શ્રી નંદન કુરિયર ટૂંકા ગાળામાં નંબર-૧ કુરિયર કંપની બની છે. તેમજ ઓનલાઈન ટ્રેકિંગ, ટોલ ફ્રી નંબર, એસએમએસ સર્વિસ સહિતની અનેક સેવાઓ અને કંપનીના મેનેજમેન્ટની દુરોગામી દ્રષ્ટિને લીધે શ્રી નંદન કુરિયરે કુરિયર ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક જગ્યા બનાવી છે.

આ પાંચ વર્ષમાં શ્રી નંદન કુરિયરે અનેક ઉતાર ચડાવ સાથે સફળતાના સોપાનો સર કર્યા છે. પાંચ વર્ષની ટૂંકી સફર યાત્રામાં શ્રી નંદર કુરિયર પ્રાઈવેટ લિમિટેડ કંપની બની ગઈ છે અને જે ગુજરાતની પ્રથમ લિમિટેડ કંપની હોવાનું પણ બિરૂદ મેળવે છે. કોઈપણ કંપનીના પાયામાં તેના કર્મચારીઓ રહેલા હોય છે ત્યારે શ્રી નંદન કુરિયર દિન પ્રતિદિન પ્રગતિ કરતા અને ગ્રાહકોનો વધુને વિશ્વાસ મેળવતા કર્મચારીઓના સર્વાંગી વિકાસ સાથે કંપનીના ઓવરઓલ ડેવલપેમેન્ટ પાછળ પણ ધ્યાન આપી રહી છે. કંપની દ્વારા થતા સરપ્લસ અને કુલ નફામાંથી કંપનીના વિસ્તાર અને વિકાસ પાછળ વધુ ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

આજે સ્પર્ધાત્કમ યુગમાં અનેક કુરિયર કંપનીઓ એક બીજાથી આગળ થવાની અને વધુને વધુ બ્રાંચો શરૂ કરી મોટું નેટવર્ક ઉભું કરવાનું લાલસામાં કેન્દ્ર સ્થાને એવા ગ્રાહક તરફનું લક્ષ્ય ઘણીવાર ગુમાવી દે છે ત્યારે શ્રી નંદન કુરિયર કંપનીએ કયારેય પણ કોઈ હરોળમાં રહેવાનું કે ગળાકાપ સ્પર્ધામાં આગળ નીકળવાનું નથી વિચાર્યુ. હંમેશા ગ્રાહકનો પૂર્ણ સંતોષ આપીને સારી સેવા આપવાનો અને ગ્રાહકને જ કેન્દ્રમાં રાખીને તેમની સરળતા માટે કંઈક નવુંને નવું કુરિયર સર્વિસમાં કરવાનું વિચાર્યુ છે. જો ગ્રાહકનો વિશ્વાસ જળવાઈ રહેશે તો નંદન કુરિયર આપોઆપ નંબર.૧ બની જશે તેવા ઉમદા વિચાર સાથે પોતાની સર્વિસ આપતી શ્રી નંદન કુરિયર હાલ ભલે તેના બાળપણના વર્ષોમાં હોય પરંતુ પાંચ વર્ષના ખૂબ જ ટૂંકા ગાળામાં તેણે ૬૯૦થી વધુ બ્રાંચ સાથે ગુજરાત અને દેશના ગ્રાહકોનો વિશ્વાસ કેળવ્યો છે તે કોઈ સિદ્ધિથી કમ નથી.

(4:17 pm IST)