Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

પાસપોર્ટ ઓથોરીટીને નવો પાસપોર્ટ ઇસ્યુ કરવા હુકમ

રાજકોટ તા. ૧પઃ લાયસન્સ વિના સોના-ચાંદીના ગેરકાયદે સોદા કરી ફોરવડીંગ ટ્રેડીંગ એકટની કલમ ર૦ હેઠળના ગુનામાં પકડાયેલ મનિષ મનસુખ રાજાએ ચાલુ કેસ દરમ્યાન ધંધાના કામે વિદેશ જવા માટે કરેલ અરજી અન્યને અદાલતે અરજદારનો નવો પાસપોર્ટ ઇસ્યુ કરવાનો પાસપોર્ટ ઓથોરીટીને આદેશ કર્યો હતો.

અરજદાર તરફે રોકાયેલ એડવોકેટ રોહિતભાઇ ઘીયાએ રજુઆત કરેલ કે આ કામના આરોપી વેપાર કરતા હોય આરોપીને ધંધો વીકસાવવો હોય આરોપીને વીદેશમાં જવા માટે પાસપોર્ટ ન હોય જેથી રાજકોટમાં સ્થાનીક પાસપોર્ટની કમચેરીએ નવો પાસપોર્ટ ઇશ્યુ કરવા અરજી કરતા આરોપી પર ક્રીમીનલ કેસ હોય પાસપોર્ટ ઇશ્યુ કરવાની ના પાડેલ.

આ કામમાં એડવોકેટે ચીફ કોર્ટમાં એવી રજુઆત કરેલ કે અરજદારને ધંધો વીકસાવવો હોય જેથી વિદેશ જવાનું હોય, પરંતુ પાસપોર્ટ ઓથોરીટીએ પાસપોર્ટ ઇશ્યુ કરવાની ના પાડતા હોય, આરોપીનો કેસ ૪ વર્ષની ચાલતો ન હોય, ભારતીય બંધારણે આપેલ હકકો કોઇપણથી છીનવી શકાય નહીં આરોપી પાસપોર્ટ મેળવવા હકકદાર હોય, પાસપોર્ટથી વંચીત રાખી શકાય નહીં. એડવોકેટે વધુમાં રજુઆત કરેલ કે ગુજરાત હાઇકોર્ટ ર૦૦૧ માં એવો ચુકાદો આપેલ કે કોઇપણ વ્યકિતને પોતાના હકકથી વંચીત રાખી શકાય નહીં જે જજમેન્ટ પર અદાલતનું ધ્યાન દોરતા અદાલતે રૂ. રપ,૦૦૦/- ડિપોઝીટ કોર્ટમાં જમા કરાવ્યે પાસપોર્ટ ઓથોરીટીને નવો પાસપોર્ટ ઇશ્યુ કરવા હુકમ કરેલ છે.

આ કેસમાં આરોપી તરફે સૌરાષ્ટ્રના જાણીતા એડવોકેટ શ્રી રોહિતભાઇ બી. ઘીયા, ચેતન આર. ચભાડીયા રોકાયેલ હતા તથા મદદગારીમાં આર. બી. સોરીયા રોકાયેલ હતા.

(2:47 pm IST)