Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

તારૂણ્‍ય સ્‍વાસ્‍થ્‍ય કાર્યક્રમ સંપન્ન

કેમીલી પ્‍લાનિંગ એશોસીએશન ઓફ ઇન્‍ડિયા રાજકોટ બ્રાંચ તથા રહેવર સ્‍કુલ ના સંયુકત ઉપક્રમે તારૂણ્‍ય સ્‍વાસ્‍થ્‍ય અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્‍કુલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્‍કુલના મેનેજીંગ ડાયરેકટર જયરાજસિંહ રહેવર દ્વારા મહેમાનોનું પુસ્‍તક આપીને સન્‍માન કરવામાં આવેલ. બ્રાંચના પ્રેસિડેન્‍ટ મહેશભાઇ મેહતાએ પ્રાસંગિક પ્રવચન આપ્‍યું હતું. અશ્વિનભાઇ ગોહેલ દ્વારા કિડનીની જાળવણી અંગે વાત કરેલ. શ્રીમતી સોનબાઇબેન વાછણી દ્વારા વિદ્યાર્થીઓને મોકલાશ થી જીવન જીવવા માટે સુચન કર્યુ હતું તેજ અરૂણભાઇ દવે દ્વારા સ્‍વાસ્‍થ જીવન જીવવા માટેની ટીપ્‍સ આપવામાં આવેલ. પ્રશ્નોતરીમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને નૈમિશભાઇ ઠુમ્‍મર દ્વારા સર્ટીફીકેટ અને ગીફટ આપવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્‍ુકલના મેનેજીંગ ડાયરેકટર જયરાજસિંહ રહેવર કલ્‍પનાબેન, ભાવેશભાઇ શીતલબેન, વીરાજભાઇ, તેજસભાઇ, ગીતાબેન, પ્રિયંકાબેન, ભાવિકાબેન, વસંતબેન, આરતીબેન, શ્રધ્‍ધાબેન, ચાંદનીબેન, મમતાબેને તથા ગૌરીબેને જહેમત ઉઠાવી હતી. તે પ્રસંગની તસ્‍વીરી ઝલક.

(4:17 pm IST)