Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

જેલ કેદીઓને ભવિષ્‍યમાં પત્રકારની ભૂમિકામાં જોવો તો આヘર્ય ન પામતા : ડો.કે. એલ.એન.રાવ.

નવજીવન ટ્રસ્‍ટના સહયોગથી ડિપ્‍લોમા કોર્ષ શરૂ, ૨૦ કેદીઓ સિલેકટ, પ્રૂફ્રરીડિંગ કામગીરી દ્વારા રોજગારી આપવામાં આવશે, મુખ્‍ય જેલ વડા સાથે ‘અકિલા'ની વાતચીત : રાજયભરની જેલો પર એકજ સેન્‍ટ્રલ કન્‍ટ્રોલ રૂમ દ્વારા બાજ નજર રાખવાના પ્રોજેકટ અંગેના અકિલાના અહેવાલને સિનિયર આઇપીએસ દ્વારા સમર્થનઃ જેલ સુપ્રિ. બન્‍નોબેન જોષીની દિર્ધ દ્રષ્ટિ દ્વારા આકાર પામેલ મહત્‍વકાંક્ષી રાજકોટ જેલના ત્રણે પ્રોજેકટનું ગુજરાતના મેઈન જેલ વડા ડો.રાવ હસ્‍તે ઉદઘાટન : કોરોના રિટર્ન જેવી સ્‍થિતિમાં આગોતરૂં આયોજન રાજ્‍યભરની જેલો માટે ગોઠવવામાં આવ્‍યું છે, તમામ પ્રોટોકોલનું શખ્‍ત રીતે પાલન કરવા આદેશો આપવામાં આવ્‍યા છે

રાજકોટ, તા.૧૫:   રાજ્‍યભરની જેલો પર એક જ સ્‍થળેથી મોનિટરીંગ થાય તે માટે સેન્‍ટ્રલ કમાનડીગ કન્‍ટ્રોલ રૂમ ઊભો કરવા માટે તડામાર તૈયારીઑ રાજ્‍યના લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમા કોમારના ડ્રીમ સ્‍વપ્‍ન જેવા વિશ્વાસ પ્રોજેકટની તર્જ પર થઇ રહી હોવાના ‘અકિલા'ના અહેવાલને ગુજરાતનાં મુખ્‍ય જેલ વડા ડો.કે.એલ.એન.રાવ દ્વારા સમર્થન ‘અકિલા' સાથેની વાતચીતમાં આપવામાં આવ્‍યું હતું. 

રાજકોટ જેલ ખાતે જેલ સુપ્રિ.બન્‍નોબેન જોશીના નેતૃત્‍વ નીચે કેદી કલ્‍યાણ યોજના અંતર્ગત વિશેષ નવા ત્રણ પ્રોજેકટના ઉદઘાટન માટે રાજકોટ આવેલ ડો.કે. એલ. એન.રાવ દ્વારા જણાવેલ કે રાજકોટ જેલમાં કેદીઓના પરિવારજનોની મુલાકાત સમયે વિશેષ મુલાકાત કક્ષ  કે જેમાં ઇન્‍ટર કોમ ટેલિફોન સિસ્‍ટમ્‍સ જે સંપૂર્ણ જેલ ઓથોરિટી અંડર છે તેના પ્રારંભ સાથે કેદીઓને વિશેષ અભ્‍યાસ માટે સુવિધા મળી રહે તેવું સ્‍ટડી સેન્‍ટર બનાવવામાં આવ્‍યું છે.

 અમદાવાદ સાબરમતી જેલ ખાતે નવજીવન ટ્રસ્‍ટના સહયોગથી કેદીઓ માટે પત્રકારિત્‍વનો અભ્‍યાસક્રમ શરૂ કરવામાં આવ્‍યો છે, જેમા પત્રકારિત્‍વ સાથે પ્રૂફ રીડિંગની તાલીમ આપવામાં આવે છે તેમ ડો.કે.એન રાવ દ્વારા જણાવી, હાલના તબકકે ૨૦ કેદીઓ આ કોર્ષ માટે સિલેક્‍ટ થયાનું અને આ કોર્ષ સફળતાંપૂર્વક પસાર કરનારને નવજીવન ટ્રસ્‍ટ દ્વારા પોતાનાં પુસ્‍તકનું પ્રૂફ રીડિંગ કામ આપી રોજગારી પણ આપનાર છે. 

ડો.કે.એલ.એન.રાવ દ્વારા જણાવેલ કે, વડાપ્રધાન અને કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારના આત્‍મ નિર્ભર સ્‍વપન સાકાર કરવા કેદીઓને જેલ મુકિત બાદ રોજગારી મળે તે માટે ફરસાણ, ફર્નિચર અને હીરા ઉદ્યોગ જેવી તાલીમ આપવામાં આવે છે.

કોરાના રિટર્નસ જેવી સ્‍થિતિમાં અત્‍યારથી જ સાવચેતી પગલાંઓ અગાઉ માફક લેવાના શરૂ થયા છે, જેલમાં સાફ સફાઈ, તબીબી સુવિધા, ડિસ્‍ટન્‍સ વિગેરે માટે કોઈ નિષ્‍કાળજી રાખવામાં નહિ આવે, ગુજરાતની જેલોમાં કોરોના દરમિયાન લેવાયેલ પગલાંઓ, દૂરંદેશીની નોંધ રાષ્‍ટ્રીય ચેનલો દ્વારા લેવામાં આવી હતી.

(4:15 pm IST)