Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

તા. ૨૦થી ધો. ૧૦-૧૨ની ઉત્તરવહીનું તબક્કાવાર મૂલ્‍યાંકન

રાજકોટ, જસદણ, પડધરી, ત્રંબા, ધોરાજી સહિત કેન્‍દ્રો : ૧૪૦૦ વિષય નિષ્‍ણાંત શિક્ષકોના મૂલ્‍યાંકન માટે ઓર્ડર નિકળ્‍યા

રાજકોટ તા. ૧૫ : ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઇકાલથી ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. શિક્ષણ બોર્ડ દ્વારા સમયસર પરિણામ જાહેર કરવા અત્‍યારથી જ કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ તા. ૨૦થી રાજકોટ શહેર - જિલ્લાના કુલ ૧૬થી વધુ મૂલ્‍યાંકન કેન્‍દ્રો શરૂ થનાર છે. રાજકોટ શહેરમાં ૬ અને જિલ્લામાં ૧૦ કેન્‍દ્રો ઉપર વિવિધ વિષયોની ઉત્તરવહીની ચકાસણી શરૂ કરવામાં આવશે. રાજકોટ શહેર ઉપરાંત ધોરાજી, ત્રંબા, પડધરી, જસદણ સહિતના કેન્‍દ્રો ઉપર મૂલ્‍યાંકન હાથ ધરાશે.

શિક્ષણ બોર્ડ દ્વારા ૧૪૦૦થી વધુ વિષય નિષ્‍ણાંત શિક્ષકોના ઉત્તરવહી મૂલ્‍યાંકન માટે ઓર્ડર કાઢવામાં આવ્‍યા છે. ઉત્તરવહી મૂલ્‍યાંકન કેન્‍દ્રો ઉપર શિક્ષકોને નિયત કરેલ ઉત્તરવહી ચકાસવાની રહેશે. મૂલ્‍યાંકન કેન્‍દ્રો ઉપર ૧૦થી વધુ દિવસ કામગીરી રહેશે.

(4:06 pm IST)