Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

રેસકોર્ષ રીંગ રોડ પરના વિઠ્ઠલ એપાર્ટમેન્‍ટના છઠ્ઠા માળેથી લલીત નેપાળીની મોતની છલાંગ

અગાઉ મોરબી રહેતો હતોઃ એક મહિના પહેલા રાજકોટ આવી પાંચ દિવસ પહેલા જ પટેલ આઇસ્‍ક્રીમમાં નોકરીએ જોડાયો હતોઃ પત્‍નિ દિલ્‍હી રહી નોકરી કરે છેઃ આપઘાતનું કારણ અકળ

રાજકોટ તા. ૧૫: રેસકોર્ષ રીંગ રોડ પર પટેલ આઇસ્‍ક્રીમ પાછળ આવેલા વિઠ્ઠલ એપાર્ટમેન્‍ટના છઠ્ઠા માળેથી કૂદીને એક નેપાળી યુવાને આપઘાત કરી લીધો હતો. આ યુવાન થોડા દિવસ પહેલા પટેલ આઇસ્‍ક્રીમમાં વેઇટર તરીકે નોકરીમાં જોડાયો હતો. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

જાણવા મળ્‍યા મુજબ વિઠ્ઠલ એપાર્ટમેન્‍ટના છઠ્ઠા માળેથી પડતું મુકતાં એક યુવાનનું ઘટના સ્‍થળે જમ ોત નિપજ્‍યાની જાણ થતાં એ-ડિવીઝનના હેડકોન્‍સ. ભાવેશભાઇ સહિતના સ્‍ટાફે પહોંચી કાર્યવાહી કરી હતી. તપાસ કરતાં આ યુવાન એપાર્ટમેન્‍ટના પહેલા માળે આવેલા પટેલ આઇસ્‍ક્રીમના કર્મચારીઓ માટેના રૂમમાં ચાર પાંચ દિવસ પહેલા જ રહેવા આવેલો અને પટેલ આઇસ્‍ક્રીમમાં વેઇટર તરીકે નોકરીમાં જોડાયેલો લલીત ઉર્ફ વિશાલ ધનબહાદુર સોની-નેપાળી (ઉ.વ.૩૨) હોવાનું ખુલતાં જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડાયો હતો.

પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ લલિત ઉર્ફ વિશાલ અગાઉ મોરબીમાં હોટેલમાં નોકરી કરતો હતો. એ પહેલા તે રાજકોટ પટેલ આઇસ્‍ક્રીમમાં નોકરી કરી ચુક્‍યો હતો. હાલમાં ફરીથી કેટલાક દિવસ પહેલા રાજકોટ આવ્‍યો હતો અને ફરી પટેલ આઇસ્‍ક્રીમમાં વેઇટર તરીકે કામે લાગ્‍યો હતો. આજે સવારે તે એપાર્ટમેન્‍ટના છઠ્ઠા માળે પહોંચી ત્‍યાંથી કોઇ કારણોસર કૂદી ગયો હતો. તેની પતિન દિલ્‍હી રહી ત્‍યાં પારકા ઘરના કામ કરે છે. તેને એક સંતાન છે. પોતે એક બહેન અને બે ભાઇમાં મોટો હતો. કારણ જાણવા પોલીસ તેના સગા સંબંધી આવે તેની રાહ જોઇ રહી છે.

(3:10 pm IST)