Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

મેટોડા જીઆઇડીસીના બગીચામાંથી અજાણ્‍યા પુરૂષની લાશ મળીઃ વાલીવારસની શોધખોળ

મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવાયું

રાજકોટ તા. ૧૫: મેટોડા જીઆઇડીસીમાં આવેલા બગીચામાંથી અજાણ્‍યા આશરે ૩૫ વર્ષના પુરૂષની લાશ મળી આવતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડયો છે. મૃતકના માથાના વાળ વધી ગયેલા છે. દાઢી મુછ રાખેલી છે. મૃતકના શરીર પર અમુક જગ્‍યાએ જુની ઇજાના નિશાન જોવા મળ્‍યા છે. તેની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે. મોતનું કારણ જાણવા પોસ્‍ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ પરિચીત કે સગા હોય તો લોધીકા પોલીસનો ફોન ૦૨૮૨૭ ૨૪૪૨૨૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. હેડકોન્‍સ. ગોપાલભાઇ (મો. ૯૯૭૯૬ ૯૪૦૦૧) વધુ તપાસ કરે છે.

(2:11 pm IST)