Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

અલ્હાબાદ-રાજકોટમાં દલિત યુવકોના મોત અંગે વિરોધઃ કલેકટરને આવેદન

રાજકોટ તા. ૧પ :.. શહેરના સ્વયમ સૈનિક દળ એકમે રાજકોટ કલેકટરને આવેદન પાઠવી અલ્હાબાદ અને રાજકોટમાં થયેલ દલિત યુવકોના મોત અંગે વિસ્તૃત રજૂઆતો કરી હતી.

આવેદનમાં ઉમેરાયું હતું કે, ઉત્તર પ્રદેશ રાજયનાં અલ્હાબાદ શહેરમાં દલિત વિદ્યાર્થી દિલીપ સરોજની સરાજાહેર હત્યા કરવામાં આવેલ છે.

બીજૂ એ કે રાજકોટ શહેરનાં મવા ગામનાં જયભીમ વિસ્તારમાં રહેતા દલિત યુવક હિતેષ કિશોરભાઇ મકવાણા મીત્રો સાથે બહાર ફરવા જાય છે. અને તેની રહસ્યમય હાલતમાં લાશ મળે છે. આ બાબતે પોલીસ દ્વારા યોગ્ય તપાસ થાય તેવી માંગણી  છે.

(5:02 pm IST)
  • સુરતમાં ૩ બાળક સાથે પૂજારીએ દુષ્કર્મ કર્યુ : ફરીયાદ : નવસારી બજાર વિસ્તારની ઘટના : ગોખી તળાવના મંદિરના પૂજારી વિરૂદ્ધ ફરીયાદ access_time 12:23 pm IST

  • પાટણ કલેક્ટર ઓફિસમાં જ દલિત યુવાન ભડભડ સળગી ઉઠ્યો : વર્ષો બાદ પણ જમીન ન મળતા આત્મવિલોપનનો કર્યો પ્રયાસ : પાટણમાં પોલિસ - ફાયર બ્રિગેડની હાજરીમાં જ દલિત યુવકે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ : લોકોમાં મચી ગઈ નાસભાગ access_time 4:17 pm IST

  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST