Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ચામડીના રોગોની આધુનીક સારવાર માટે કાલથી તબીબોની ચિંતન

ચર્મરોગ નિષ્ણાંત તબીબોની કોન્ફરન્સમાં પશ્ચીમ ભારતના ૧ હજાર તબીબોની ઉપસ્થિત બે ઓરેશન અને તબીબી છાત્રો માટે ખાસ વર્કશોપ

રાજકોટઃ ડર્મેટોલોજીસ્ટ એસોસીએશન દ્વારા રાજકોટ ખાતે ગુજરાત સહિત પાંચ રાજયના બનેલા વેસ્ટઝોનના ચર્મ રોગ નિષ્ણાંત તબીબોની દ્વિવાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે એ કોન્ફરન્સની ઓર્ગેનાઇઝીંગ ટીમની તસ્વીર ઇન્સેટ તસ્વીરમાં કોન્ફરન્સના ઓર્ગેનાઇઝીંગ ચેરમેન ડો. રામોતીયા અને ઓર્ગેનાઇઝીંક સેક્રેટરી ડો. લાલસેતા નજરે પડે છે

રાજકોટ તા. ૧૪ : ચામડીના રોગમાં વૈજ્ઞાનીક પુરાવા સાથે નિયમ પ્રમાણે નવિનતમ સારવાર એ હેતુ સાથે કાલથી તા.૧પ થી ત્રણ દિવસ માટે રાજકોટ ખાતે ગુજરાત સહિત પાંચ રાજયના બનેલા વેસ્ટ ઝોનના ચામડીના બનેલા વેસ્ટ ઝોનના ચામડીના રોગના નિષ્ણાંત તબીબોનું દ્વિવાર્ષિક કોન્ફરન્સનું આયોજન થતા જેમાં ચામડીના રોગ અને કોસ્મેટીક ક્ષેત્રે વિશ્વ કક્ષાએ થયેલ અદ્યતન શોધ સારવાર અંગે દેશ-વિદેશના ચર્મરોગ નિષ્ણાંતો જ્ઞાનની આપ-લે કરશે કોન્ફરન્સના ઓર્ગેનાઇઝીંગ ચેરપર્સન અને ડો. પી.એમ.રામોતીયા અને ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડો. ચેતન લાલસેતાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે. ઇન્ડીયન એસોસીએશન ઓફ ડર્મેટોલોજી-વેનેરીયોલોજીસ્ટ એન્ડ લેપ્રોલોજીસ્ટની ગુજરાત બ્રાન્ચના યજમાન પદે રાજકોટ ડર્મેટોલોજી એસોસીએશન દ્વારા યોજાનારી આ કોન્ફરન્સમાં વિશ્વભરના ચામડીના રોગના નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહેશે.

આઇ.એ.ડી.વી.એલ.ની વેસ્ટ ઝોનની આ દ્વિવાર્ષિક કોન્ફરન્સના ઓર્ગેનાઇઝીંગ ચેરપર્સન ડો. રામોતીયાના જણાવ્યા અનુસાર ચર્મ રોગ નિષ્ણાતો અદ્યતન સારવાર પોતાના દર્દીને પૂરી પાડી શકે એ હેતુ છે. વેસ્ટઝોનની આ કોન્ફરન્સ આવતીકાલ તા. ૧પ ડિસે.થી ત્રણ દિવસ માટે પ્રમુખસ્વામી ઓડિટોરીયમ ખાતે યોજાનાર છે. કોન્ફરન્સમાં ૧૦૦૦ જેટલા ચર્મ રોગ નિષ્ણાંત તબીબોને દેશ-વિદેશના જાણીતા ચર્મરોગ નિષ્ણાતો માર્ગદર્શન આપશે.

કોન્ફરન્સના ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી અને જાણીતા ચર્મરોગ નિષ્ણાંત ડો. ચેતન લાલસેતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે કોન્ફરન્સમાં જર્મની, થાઇલેન્ડ, મુંબઇ, બેંગ્લોર, અમદાવાદ, વડોદરા, જલંધર, સુરત સહિતના શહેરોમાંથી નિષ્ણાંત ફેકલ્ટી લેકચર લેવા પધારશે. જર્મનીના ડો. પિયેટ્રોન નેનોફ ફંગલ ઇન્ફેકશન, ધાધર જેવા રોગની સારવાર અંગે, થાઇલેન્ડના ડો. વચીરા ખીલના ડાઘ-ખાડા, ઉમરના કારણે ચહેરા પર થતી કરચલીઓ વગેરેઓ વગેરેમાં લેઝર ટ્રીટમેન્ટ વિશે, કોસ્મેટીક સારવારના પ્રણેતા એવા મુંબઇના ડો. સતિષ સાવંત ખિલના કારણે થતા ખાડાની અદ્યતન સારવાર વિશે. ડો. વિનય શરાફ સફેદ ડાઘ (કોઢ)માંપ્લાસ્ટીક સર્જરી અંગે, મૈસુરના ડો. વેંકટ રામન વાળના વિવિધ રોગની સારવાર અંગે, તરૂણાવસ્થા તથા મોટી ઉંમરે થતા ખિલ અને તેના કારણે થતા ફોર્મોન્સ ચેન્જીસ વિશે ડો. નિતા મદનાની, ચામડીના રોગની અદ્યતન સારવાર વિશે અમદાવાદના ડો. સુધીર પુજારા, ચામડીમાં એલર્જીના કારણે તથા અન્ય કારણોસર થતી ખંજવાળની તકલીફ અંગે મુંબઇના ડો. સુશિલ તાહેલીયાની, એલર્જી અને સીરસની સારવાર અંગે મુંબઇના ડો. કિરણ ગોડસે સહિત દેશ વિદેશના અનેક જાણીતા ચર્મરોગ નિષ્ણાંત તબીબો માર્ગદર્શન આપશે. આઇ.એ.ડી.એલ.ના રાષ્ટ્રીય પ્રેસીડન્ટ અને વડોદરાના જાણીતા ચર્મરોગ નિષ્ણાંત ડો. યોગેશ મારફતીયા દ્વારા તબીબી વિદ્યાર્થીઓ માટે રીસર્ચ-મેથોલોજી વર્કશોપ રાખવામાં આવ્યો છ.ે જેમાં પેપર પ્રેઝન્ટેશન કઇ રીતે કરવું..? એ વિશે ખાસ માર્ગદર્શન આપવામાં આવશે. સંધીવા, આર્થરાઇટીસમાં ડર્મેટોલોજીસ્ટ અને રૂમેટોલોજીસ્ટ સાથે એ વિશે અમદાવાદની સરકારી હોસ્પિટલના સ્ક્રીન વિભાગના હેડ ડો. બેલા શાહ માર્ગદર્શન આપશે.ઉપરાંત તબીબી વિદ્યાર્થીઓ દ્વારા ૧૪ જેટલા એવોર્ડ પેપર, ૧૦૪ જેટલા ઇપેપર અને ર૦ થી વધુ થિસિસ પેપર રજુ કરવામાં આવશે.

ડો. રામોતીયા અને ડો. લાલસેતાએ વધુમાં જણાવ્યું હતું. કે, ચર્મરોગ નિષ્ણાંત તબીબો સરળતાથી પ્રેકટીસ કરી શકે અને આર્થિક આયોજન યોગ્ય રીતે કરી શકે એ માટે ખાસ ઇન્કમટેકસ, જી.એસ.ટી. અને ચર્મરોગ નિષ્ણાંત માટેના મેડિકલ લીંગલ લો અંગે સુરતના ડો. રાજેશ બુધ્ધદેવનું લેકચર રાખવામાં આવ્યું છ.ે ડો. બુધ્ધદેવ તબીબને પ્રેકટીસ દરમિયાન અન્ય કોઇ પ્રોબ્લેમ ઉભા ન થાય અને શાંત ચીતે દર્દીની સારી સારવાર કરી શકે એ માટે જરૂરી માર્ગદર્શન આપશે.

ડો. લાલસેતાના જણાવ્યા અનુસાર કોન્ફરન્સ દરમિયાન ર ઓરેશન રાખવામાં આવ્યા છે. જેમાં ડો. પી.બી. હરિભકિત ઓરેશનમાં અમદાવાદના ડો. અનિરૂધ્ધ વ્યાસ અને ઝોનલ ઓરેશનમાં વડોદરાના ડો. શ્યામ વર્મા ફંગલ ઇન્ફેકશન-ફુગ અંગેના રીસર્ચ પર જાણકારી આપશે.

ચર્મરોગ નિષ્ણાંત તબીબોની આ કોન્ફરન્સ ''ડર્મોઝોન વેસ્ટ-ર૦૧૭''નો ઉદ્દઘાટન સમારોહ આવતીકાલ તા. ૧પ ડિસેમ્બરને શુક્રવારે બપોરના ૧ર કલાકે રાખવામાં આવ્યો છ.ેમેયર ડો. જયમનભાઇ ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને યોજાનારા સમારંભમાં રામકૃષ્ણ મિશનના સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી ખાસ ઉપસ્થિત રહી લેકચર આપશે. આ પ્રસંગે એસોસીએશનના રાષ્ટ્રીય પ્રેસીડન્ટ વડોદરાના ડો. યોગેશ મારફતીયા, પેટ્રન ડો. કે.એમ. આચાર્ય, ડો. ફેની બિલીમોરીયા સહિત જાણીતા ર્ચારોગ નિષ્ણાંતો ઉપસ્થિત રહેશે. સિનિયર ચર્મ રોગ નિષ્ણાતના બહુમાન કરવામાં આવશે તથા કોન્ફરન્સના ઇસોવેનીયરનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવશે.

કોન્ફરન્સના આયોજન માટે પેટ્રન ડો. કે.એમ.આચાર્ય, ડો.ફેની બિલીમોરીયા, આઇ.એ.ડી.વી.એલ. ગુજરાત બ્રાન્ચના પ્રેસીડન્ટ ડો. ભાવેશ દેવાણી, ઓર્ગેનાઇઝીંગ ચેરપર્સન ડો. રામોતીયા, સેક્રેટરી ડો. લાલસેતા સાથે ઓર્ગેનાઇઝીંગ ડો. ચેરપર્સન ડો. મુકેશ બુધ્ધદેવ, સાયન્ટીફીક કમીટીના ચેરમપર્સન ડો. કે.બી. પંડયા, ડો. બેલાશાહ, સાયન્ટીફીક સેક્રેટરી ડો. અશ્મી પંડયા, ટ્રેઝરર ડો.જતીન પટેલ, જોઇન્ટ સેક્રેટરી ડો. મુકેશ રૂપારેલીયા, ડો. હેમાંગ દેસાઇ, ડો. પ્રતીક શેઠ કાર્યરત છે.ે આ ઉપરાંત ડો.સમીર વસાવડા, ડો. સંતોષ રાઠોડ, ડો. ભાવેશ શાહ, ડો.દિપલ ઝાલા, ડો. વિજય કાનાણી, ડો.ચૈતાલી પટેલ, ડો. હર્ષિત રાણપરા, ડો. ભરત ટાં, હિતેન્દ્ર પટેલ, ડો. ભારતી પટેલ, ડો. આશા માત્રાવાડીયા, ડો. કિંજલ વસોયા સહિતના તબીબો વિવિધ કમીટીમાં સેવા આપે છ.ે કોન્ફરન્સના મિડીયા કો.ઓર્ડીનેટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપે છ.ે

(4:27 pm IST)