Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

પ્રોહિબીશનના ગુનામાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજુર

રાજકોટ, તા. ૧૪ :  અહીંના કોઠારીયા રોડ ઉપર હુડકો ચોકી પાસેના રહેણાંક મકાનમાંથી પકડાયેલ રૂ. ૮૬,પ૦૦ની કિંમતના ઇંગ્લીશ દારૂ અંગે પ્રોહિબીશન એકટ અન્વયે નોંધાયેલ ફરીયાદના અનુસંધાને અત્રે દેવપરા વિસ્તારમાં વૃંદાવન પાર્ક શેરી નં. ૧માં રહેતા હર્ષદ માણેકલાલ માંડલીયાએ સંભવિત ધરપકડ સામે કરેલ આગોતરા જામીન અરજીને અધિક સેસન્સ એચ. આર. રાવલે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ડી.સી.બી., પોલીસે મળેલ બાતમીના આધારે તા. ૧૦-૯-૧૭ના રોજ ઉપરોકત રહેણાંક જગ્યાએથી રૂ. ૮૩,૪૦૦ ની કિંમતની ઇંગ્લીશ દારૂની બોટલો પકડી પાડી હતી અને ત્યારબાદ કુલ ત્રણ આરોપીઓ સામે પ્રોહિબીશન એકટ અન્વયેનો ગુનો દાખલ કરેલ હતો.

આ ગુનામાં હાલના આરોપી હર્ષદ માંડલીયાએ સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન મેળવવા અરજી કરતા સરકારી વકીલ શ્રી ગાંગીયાએ રજુઆત કરેલ કે આરોપી વિરૂધ્ધ પ્રથમ દર્શનીય કેસ છે સમાજ વિરોધી ગુનો છે. તેથી આગોતરા જામીન પર છોડી શકાય નહી.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને અધિક સેસન્સ જજશ્રી એસ. આર. રાવલે આરોપીની આગોતરા જામીન અરજીને રદ કરી હતી. આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી અનિલ એસ. ગોગીયા રોકાયા હતાં.

(4:24 pm IST)