Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

કુવાડવા રોડ પર દુકાન ઉપર ઓરડીમાં પોલીસનો દરોડોઃ જુગાર રમતા છ પકડાયા

કલ્પેશ રંગાણી, મનીષ હેરમા, કમલેશ સોની, દીપક પાંભર,દીપક રંગાણી અને શાંતીલા ખંડેવાલની ધરપકડ

રાજકોટ તા.૧૪: કુવાડવા રોડ પર ડીમાર્ટ સામે ઉત્તમ બેટરી દુકાનની ઉપર ઓરડીમાં જુગારધામ ચાલતો હોવાની બાતમીના આધારે બીડીવીઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ બીડીવીઝન પોલીસ મથકના પીઆઇ. ફર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ જે.પી. નીમાવત સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે કુવાડવા રોડ ડીમાર્ટ સામે આવેલ ઉતમ બેટરી દુકાનની ઉપર ઓરડીમાં દરોડો પાડી ઓરડી ભાડે રાખી અન્ય વ્યકિતઓને ભેગા કરી જુગારધામ ચલાવતો કલ્પેશ વશરામભાઇ રંગાણી (ઉ.વ.૩૪) તથા મનીષ પરબતભાઇ હેરમા (ઉ.વ.૩૩), કમલેશ બંસીલાલ સોની (ઉ.વ.૪૨), દિપક મોહનભાઇ પાંભર (ઉ.વ.૩૭), દિપક કરશનભાઇ રંગાણી (ઉ.વ.૨૭) તથા શાંતીલાલ રામેશ્વરભાઇ ખંડેવાલ (ઉ.વ.૩૦)ને જુગાર રમતા પકડી લઇ રૂ.૩૧,૪૫૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:39 pm IST)