Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

પ્રોહિબીશનના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મુકવાના હુકમને સેસન્સ કોર્ટની બહાલી

નીચેની કોર્ટના હુકમ સામે સરકાર પક્ષે઼ અપીલ કરી હતી

રાજકોટ તા. ૧૪: બોમ્બે પ્રોહિબીશન એકટની કલમ ૬૬-૧-બી, ૮પ-૧-૩ મુજબના ગુન્હાના કામે ચંદુભાઇ ધનાજીભાઇ રાણા બજરંગવાડીવાળા વિરૂધ્ધ સને ર૦૧૧ માં ગાંધીગ્રામ પો. સ્ટે. સમક્ષ ગુન્હો દાખલ થયેલ જે ગુન્હાના કામે નીચેની અદાલતે નિર્દોષ છોડી મુકતા સરકાર તરફે નિર્દોષના હુકમને પડકારતા એપેલન્ટ કોર્ટના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી વી. વી. પરમાર સમક્ષ અપીલના કામે આરોપી/રીસ્પોન્ડન્ટ ચંદુભાઇ ધનાજીભાઇ રાણા વતી એડવોકેટ જયેન્દ્ર એચ. ગોંડલીયા એ બચાવ રજુ કરી રજુઆત કરતા નિર્દોષ છોડી મુકવાનો હુકમ એપેલેન્ટ કોર્ટે કાયમ રાખી ચુકાદો જાહેર કરેલ છે.

આ કેસની વિગતે બજરંગવાડી વિસ્તારમાં કેફીપીણું પીધેલ હાલતમાં દંગલ કરતા હોવાની બાતમીના આધારે ફરીયાદીએ જાહેર કરેલ વિગત અનુસાર ફરીયાદ દાખલ થયેલ જે ફરીયાદના કામે તપાસનીશ અધિકારીએ તપાસ પુર્ણ કરી ચાર્જશીટ રજુ કરેલ જેથી નીચેની અદાલત સમક્ષ ટ્રાયલ દરમીયાન લેવાયેલ પુરાવા મુજબ પંચ સાહેદ, સાક્ષીઓ અને ડોકટરશ્રીને તપાસેલ જેમાં ધ બોમ્બે પ્રોહિબીશન મેડીકલ એકઝામીનેશન એન્ડ બ્લડ ટેસ્ટ રૂલ્સ ૧૯પ૯ ના ટ્રાસ-૪(ર) કે જેનો ફરજીયાત અમલ કરવાનો હોય જેના ભંગ બદલ તથા આરોપી તરફે લીધેલ અન્ય બચાવ ધ્યાને લઇ નિર્દોષ છોડી મુકેલ જે નિર્દોષના હુકમ સામે સરકાર તરફે રાજકોટના એડી. સેસન્સ જજની કોર્ટમાં ફોજદારી અપીલ દાખલ કરેલ જે અપીલના કામે આરોપી/રીસ્પોન્ડન્ટ તરફે વાંધા રજુ કરી રજુઆત કરતા નીચેની અદાલતનો હુકમ કાયમ રાખી રીસ્પોન્ડન્ટ આરોપીને નિર્દોષ છોડી મુકવાના હુકમમાં હસ્તક્ષેપ નહીં કરવા જાહેર કરેલ છે.

ઉપરોકત કામે રીસ્પોન્ડન્ટ/આરોપી ચંદુભાઇ ધનાજીભાઇ રાણા વતી ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ. ગોંડલીયા તથા હિરેન ડી. લિંબડ, મોનિષ જોશી, કુલદિપસિંહ વાઘેલા, વિરલ વડગામા, મૌલીક ગલોધાણી, પિયુષ કોરીંગા તથા ક્રિષ્નાબેન પીઠડીયા, કાજલબેન જી. ખસમાણી તથા કરણ ડી. કારીયા (ગઢવી) વકીલ તરીકે રોકાયેલ હતા.

(3:38 pm IST)