Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

રાજકોટ સેન્ટ્રલ જેલમાં બે કેદીએ માનસિક બિમારીના વધૂ ટીકડા પી લેતાં હાલત બગડી

રાજકોટ તા. ૧૪: રાજકોટ સેન્ટ્રલ જેલ છેલ્લા કેટલાક સમયથી કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. કેદીનોઆપઘાત, આપઘાતનો પ્રયાસ કરે, ડેંગ્યુથી મોત, કેદીઓને મેલેરિયા લાગુ પડવા કારણોસર જેલ ચર્ચામાં આવી હતી. ત્યાં હવે વધુ બે કેદીઓએ માનસિક બિમારીની પોતાની દવા ચાલુ હોઇ તે વધુ પડતી પી લેતાં તબિયત બગડતાં બંનેને સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

જેલમાં રખાયેલા માળીયા મિંયાણાના ફારૂક દિલાવર ભેડા (ઉ.૩૨) તથા સુલતાન ગુલાબભાઇ મકવા (ઉ.૩૬)એ ગત સાંજે જેલમાં માનસિક બિમારીની વધુ ગોળીઓ પી લેતાં બંનની તબિયત બગડતાં જેલમાંથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતાં ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસમાં જાણ કરી હતી. જેમાં એક કેદી લૂંટના ગુનાનો છે અને એક બળાત્કારના ગુનાનો છે. આ બંને નશાની આદત ધરાવતાં હોઇ નશો કરી શકતા ન હોઇ પોતાને અપાતી માનસિક બિમારીની ગોળીઓ વધુ પી જતાં હાલત બગડી હોવાનું જણાવાયું હતું.

(1:23 pm IST)