Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

જંગલેશ્વર રાધાકૃષ્ણનગરમાં કોળી અને મુસ્લિમ પરિવાર વચ્ચે ધબધબાટીઃ સતેન્દ્ર ઉર્ફે બાબુની હત્યાનો પ્રયાસ

બાઇક અથડાયા બાબતે ડખ્ખો થયોઃ સતેન્દ્ર ભૈયાને નામચીન આસીફ ગંધારાએ માથામા તલવાર ઝીંકીઃ પાંચને ઇજાઃ સામસામી ફરિયાદો

રાજકોટ : શહેરના જંગલેશ્વર મેઇન રોડ પર રાધાકૃષ્ણનગરમાં બાઇક અથડાવવા પ્રશ્ને  કોળી અને મુસ્લિમ પરિવાર વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા નામચીની આસીફ ગંધારાએ સતેન્દ્ર ઉર્ફે બાબુ ભૈયાને માથામાં તલવાર ઝીંકીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસે સામસામી ફરિયાદ દાખલ કરી તપાસ આદરી છે.

મળતી વિગત મુજબ જંગલેશ્વર મેઇન રોડ રાધાકૃષ્ણનગર શેરી નં.૧ર મા રહેતા જેસીંગભાઇ રઘુભાઇ સેટાણીયા (ઉ.૩૯) એ ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં નામચીન આસીફ ગંધારો, ઝરીના તેના બે દીકરા નાનો સોહીલો, મોટો  સોહીલો,ઝરીનાના ઘરે કામ કરતો શખ્સ મોઇન, એઝાઝ તથા કુસુમબાનો દિકરો અજય જાડેજાના નામ આપ્યા છે.  ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતાના દીકરા લાલજીને મોઇન સાથે મોટર સાયકલ અથડાવવા બાબતે ઝઘડો થયો હતો તેનો ખાર રાખી સાતેય શખ્સો તલવાર, છરી, લાકડાના ધોકા સહિત રાત્રે ઘરે આવી ઝઘડો કરવા લાગ્યા હતા. અમારા ઘરે રીક્ષામા માલના ફેરા કરતા અફઝલભાઇ બેલીમ ઘરે ભાડુ લેવા માટે આવેલ તે વખતે અમારા ઘરેથી જોબવર્ક માટે એલ્યુમીનીયમનો માલ બફ કામ માટે લઇ જતો સતેન્દ્ર ઉર્ફે બાબુ રામચંદ્ર-ભૈયો માલ લેવા આવ્યો હોઇ, તેની સાથે પણ ઝઘડો કરી હથિયારો સાથે તુટી પડયા હતા તેમાં નામચીન આસીફ ગંધારાએ કારીગર સતેન્દ્ર ઉર્ફે બાબુ ભૈયાને  માથાના ભાગે તલવાર ઝીંકી દીધી હતી. દેરારો થતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.

દરમ્યાન નાના સોહીલાએ રીક્ષા ચાલક અફઝલભાઇને જમણા હાથમાં છરી વડે ઇજા કરી હતી અને મોટા સોહીલાએ સતેન્દ્ર ઉેર્ફે બાબુ ભૈયા પર છરી વડે હુમલો કરતા તેનો જમણો કાન તુટી ગયો હતો. બાદમાં મારા દીકરા લાલજીને આસીફ ગંધારા સહીતના શખ્સોએ ઢસડી લોખંડના ઙ્ગપાઇપ વડે માર મારી ઇજા કરી હતી. આ બનાવમાં સતેન્દ્ર ઉર્ફે બાબૂ ભૈયા સ્હીત પંાચ વ્યકિતને ગંભીર ઇજાઓ થતા તમામને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવ અંગે ભકિતનગર પેાલીસે જેસીંગભાઇ સેટાણીયાની ફરિયાદ પરથી નામચીન આસીફ ઉર્ફે ગંધારો સહિત સાત શખ્સો વિરૃદ્ધ આઇપીસી ક. ૩૦૭, ૩ર૬, ૩રપ,'ર૩, ૩ર૩ તથા રાયોટની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

જયારે સામાપક્ષે રાધાકૃષ્ણ નગર વેલનાથ ચોકડી શેરી નં. ૧૩ મા રહેતો એઝાજ અનવરભાઇ અજમેરી (ઉ.વ.ર૩) ની ફરીયાદ પરથી બાબૂ ભૈયો, જેસીંગ, લાલો જેસીંગ, રાજુ જેસીંગ, ભુરો તથા ત્રણ અજાણ્યા શખ્સો વિરૃદ્ધ ગુનો દાખલ કર્યો છે.  એઝાજે ફરિયાદમાં જણાવ્યું છે કે મોઇન સાથે બાઇક અથડાવવા બાબતે જેસીંગભાઇના દીકરા લાલજી સાથે ઝઘડો થયો હતો તે બાબતે જેસીંગના ઘરે તેને ઠપકો આપવા જતા બાબુ ભૈયો, જેસીગ, લાલો રાજ ભુરો અને ત્રણ અજાણ્યા શખ્સોએ છરી તથા ધોકા વડે  હુમલો કર્યો હતો. આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે. ગઢવી તથા રાઇટર નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ સહિતે તપાસ હાથ ધરી છે.

(1:10 pm IST)