Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

છ દિવસીય પ્રથમ ઓલ ઈન્ડિયા ઓપન ફિડે રેટીંગ ચેસ ટૂર્નામેન્ટનો પ્રારંભ

રાજકોટ,તા.૧૪: બુદ્ધિમતાની શ્રેષ્ઠ રમતોમાં જે રમતનું અનેરૃં સ્થાન છે તે રમત ચેસનું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી રાજકોટ ચેસ પ્લેયર્સ એસોસિએશન દ્વારા ''પ્રથમ ઓલ ઈન્ડિયા ઓપન ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટ ૨૦૧૮''નું આયોજન રણછોડદાસજી બાપુ કોમ્યુનિટિ હોલ, આનદનગર, ભકિતનગર સર્કલ પાસે તા.૧૪ થી તા.૧૯સુધી રાખવામાં આવેલ છે.

આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મેયર બિનાબેન આચાર્ય તેમજ આ ટુર્નામેન્ટના મુખ્ય ઉદ્ઘાટક તરીકે રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. ચેસ ટૂર્નામેન્ટ માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશ્નરશ્રીનો સહયોગ સાંપડેલ છે.

આ ટુર્નામેન્ટ સફળ બનાવવા રાજકોટ ચેસ પ્લેયર્સ એસોસિએશનના કિશોરસિંહ જેઠવા, સીએ પરિન પટેલ, મિતેશ બોરખેતરીયા, મનીષ પરમાર, સીએ કેયુર પરમાર, વિપુલ મકવાણા, ડો.નિમિશ પારેખ, ચેતન કામદાર, પ્રદીપ દાસ, હિમાંશુ ઝાલા, સીએસ પિયુષ જેઠવા, હિંમતભાઈ અજમેરા સહિતના દરેક સભ્યોએ જહેમત ઉઠાવેલ છે.

ચેસમાં રાજકોટમાં ઘણી બધી સંસ્થાઓ, એકેડેમી દ્વારા બાળકોને ચેસ કોચિંગ તેમજ ચેસ ટુર્નામેન્ટ રમાડવાનું સારૃં પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવે છે. આ ટૂર્નામેન્ટમાં બે લાખથી વધુના ઈનામો આપવામાં આવશે. તેમ રાજકોટ ચેસ પ્લેયર્સ એસો.ના આયોજકોએ જણાવ્યું હતું.

(3:46 pm IST)