Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

પૂ.પરમ વિરકતાજી, પૂ. પરમ આમન્યાજી તથા પૂ.પરમ વિભૂતિજી મ.સ.ની ઉગ્ર તપસ્યા

રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.સમીપે સંયમ અંગીકાર કરનાર : રોયલ પાર્ક સંઘ ખાતે પૂ.પરમ વિરકતાજીને આજે ૨૦ મો ઉપવાસ, પૂ.પરમ આમન્યાજીને ૧૯ મો અને પૂ.પરમ વિભૂતિજી મ.સ.ને પણ આજે ૧૯ મો ઉપવાસઃ માસ ક્ષમણની ભાવના

 રાજકોટઃ તા.૧૪,પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા. સમીપે દીક્ષા અંગીકાર કરી જિન શાસનમાં ધર્મનો ધ્વજ ચોતરફ ફરકાવનાર પ.મહાસતિજીઓ પણ કઠિનતમ એવા તપ માર્ગે આગળ વધી રહ્યાં છે. આજરોજ તા.૧૪ના પૂ.પરમ વિરકતાજી મ.સ.ને ૨૦ મો ઉપવાસ છે, પૂ.પરમ આમન્યાજી મ.સ.ને ૧૯ તથા ભાયાણી પરીવારની ત્રીજી પેઢી સંયમ માર્ગનો સ્વીકાર કરી અને માત્ર છ માસનાં સંયમ પર્યાયમાં પૂ.પરમ વિભૂતિજી મ.સ.એ સળંગ ૭૫ એકાસણાની આરાધના પરીપૂર્ણ કરેલ અને આજે પૂ.પરમ વિભૂતિજી મ.સ.ને પણ ૧૯ મો ઉપવાસ સુખશાતાપૂર્વક ચાલી રહ્યો છે. 

આ ત્રણેય સંયમી - તપસ્વી આત્માઓ માસ ક્ષમણની શુભ ભાવના સાથે તપ માર્ગમાં આગળ વધી રહ્યાં છે.જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળા જૈનાગમ શ્રી ઉત્ત્।રાધ્યયન સૂત્રનું આગમ વાકય ટાકતા કહે છે કે તપથી જીવાત્માના ક્રોડો ભવોના બાંધેલા કર્મો નિર્જરી અને ખરી જાય છે. તેઓના તપ માર્ગની ભુરી-ભુરી અનુમોદના કરી સૌ ભાવિકો સુખસાતા પુછી રહયા છે તેમ એક યાદીમાં જણાવાયું છે.

(3:43 pm IST)