Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

એ મેરે પ્યારે વતન... કાલે શાનથી ધ્વજ લહેરાશે

વિવિધ સંસ્થાન, મંડળો, શાળાઓમાં ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો

રાજકોટ, તા. ૧૪ : આવતીકાલે ૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિને સમગ્ર શહેરમાં ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો થયા છે. શાળાઓમાં વિવિધ શાખાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા છે. જેની સંકલિત યાદી અહિં પ્રસ્તુત છે.

લોહાણા સ્થાપિત મહિલા વિકાસ ગૃહ

શ્રી લોહાણા સ્થાપિત મહિલા વિકાસ ગૃહ અધ્યાપન મંદિર તથા છાત્રાલયમાં રહેતા બહેનો તથા તાલીમાર્થીની બહેનો દ્વારા સ્વાતત્ર્ય દિન નિમિતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન સવારે ૯ કલાકે જનકસિંહ સી.ગોહેલ (દહેજ પ્રતિબંધક અધિકારી - રક્ષણ અધિકારી - રાજકોટના હસ્તે કરવામાં આવશે.

ઇનોવેટીવ સ્કુલ ખાતે રકતદાન કેમ્પ

ઇનોવેટીવ સ્કુલ (મિલાપનગર મેઇન રોડ, પંચાયતનગર પાસે, યુનિ.રોડ) ખાતે ૧૫મીના સવારે ૯-૩૦ થી ૧ દરમિયાન લાઇફ બ્લડ સેન્ટરના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરાયુ છે. આ રકતદાન કેમ્પ માટે શાળાના ટ્રસ્ટી લાભભાઇ ખિમાણીયા, દર્શીતભાઇ જાની, દિલીપભાઇ સિંહાર, નિરેનભાઇ જાની, મયુખભાઇ ખીમાણીયા જહેમત ઉઠાવી રહ્યા છે. આ અભિયાનમાં જોડાવા ઇચ્છુકોએ ફો.૦૨૮૧ - ૨૫૭૭૩૩૯ ઉપર સંપર્ક કરવા શાળા સંચાલક નિરેનભાઇ જાનીએ જણાવ્યું છે.

વિજ્ઞાનજાથા દ્વારા એકતા રેલી-ઇનામો

ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ વોર્ડ નં.૧૦ જાગૃત નાગરિક મંડળ, રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ અને મહિલા મંડળ ઉપક્રમે બુધવારે સ્વાતંત્ર્ય પર્વ નિમિતે રાષ્ટ્રીય એકતા રેલી, શૌર્યગીત, વેશભૂષા અને ધ્વજવંદન સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.

જીવનનગરમાં વકતૃત્વ,નિબંધ,શિધ્ર ચિત્ર અને વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમાં વિજેતાને ઇનામ પર્વ દિને આપવામાં આવશે. રાષ્ટ્રીય એકતા રેલીમાં અનિલ જ્ઞાન મંદિરના ધો.૩ થી ૯ના છાત્ર છાત્રાઓ અને પરિવર્તન વિદ્યાલયના ધો.૪ થી ૯ના વિદ્યાર્થીઓ એકતા રેલીમાં ભાગ લેવાના છે.

જીવનનગર,જ્ઞાનજીવન,દેશળપરા અને અમીપાર્ક સોસાયટીના રહીશો ઘરે ઘરે રંગોળી કરી

ત્યોહારની ઉજવણી કરશે.

પર્વની ઉજવણીની તૈયારી સમીતીના પ્રમુખ જયંતભાઇ પંડયા, ડો.તેજશ ચોકસી, મુકેશભાઇ પોપટ, રસીકભાઇ શુકલ, વિજયભાઇ જોબનપુત્રા, જેન્તીભાઇ જાની, એલ.ડી.દવે, મહેશભાઇ ભાણવડીયા, વિનોદરાય ઉપાધ્યાય, નવીનભાઇ પુરોહિત, ગોવિંદભાઇ ગોહેલ, વી.સી.વ્યાસ, પાર્થ ગોહેલ, ભરતભાઇ મહેતા, રાજુભાઇ દોમડીયા, અંકલેશ ગોહિલ, રાજુભાઇ વઢવાણા, શૈલેષભાઇ પટેલ, મહિલા સમિતિના હર્ષાબેન પંડયા એડવોકેટ, જયોતિબેન પુજારા, શોભનાબેન ભાણવડીયા, આશાબેન મજેઠીયા, હીરાબેન બારોટ, હંસાબેન ચુડાસમા, અલ્કાબેન પંડયા, જયાબેન શાપરીયા, દક્ષાબેન મહેતા, ભદ્રાબેન ગોહેલ, પ્રસન્નબા વાળા, ગીતાબેન, ભાવનાબેન, રેખાબેન, પ્રફુલ્લાબેન, ભારતીબેન, મીનાબેન, હંસાબેન, દિપ્તીબેન, વીણાબેન, વસંતબેન, નયનાબેન, પાર્વતીબેન, નેહાબેન, શારદાબેન, જયશ્રીબેન રહીશો સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

જવાનોના બાળકો માટે નિઃશુલ્ક ફોટોગ્રાફી સેવા

સિદ્ધિ બેબી ફોટોગ્રાફી અને ડોલ્સ 'એન' ડ્યુડ્સ ઈન્ટરનેશનલ પ્રિ-સ્કુલ દ્વારા સ્વાતંત્ર્ય પર્વે નવતર ઉજવણી કરાશે. સૈનિકો, પોલીસ વિભાગના પરીવારોને અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવા ક્રિસ્ટલ મોલ કાલાવડ રોડ ખાતે સૈનિક, પોલીસ કર્મચારીઓના બાળકો માટે હાઈ-રીસોલ્યુશન કેમેરાથી દેશભકિતના સેટ પર ફોટોગ્રાફ બિલ્કુલ નિઃશુલ્ક પાડી વોટ્સએપના માધ્યમથી આપવામાં આવશે. સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ, ગેમ્સ, અવનવા સરપ્રાઈઝ અને ગીફટ્સની પણ વ્યવસ્થા કરાઈ છે. કાલે સવારે ૧૦ થી ૧ ચાલનાર આ કાર્યક્રમને વધુને વધુ સૈનિક - પોલીસ પરીવારોએ લાભ લેવા સિદ્ધિ જૈન અને નમ્રતા પટેલે અનુરોધ કરેલ છે.

હિરાણી કોલેજ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન અને સૌરાષ્ટ્ર - કચ્છની સંગીત અને પત્રકારત્વના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસકમો ચલાવતી એકમાત્ર વિશિષ્ટ કોલેજ શ્રી અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલીઝમ એન્ડ પર્ફોર્મીંગ આટ્ર્સના મધ્યસ્થ ખંડ ખાતે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ આજે સાંજના ૫ થી ૮ દેશભકિત પર આધારીત ગીત, નૃત્ય અને નાટકનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે.

સ્વાતંત્ર્ય પર્વની વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપે કોલેજ બિલ્ડીંગ, ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસ, હેમુ ગઢવી હોલ સામે આજે સાંજે યોજાનાર આ કાર્યક્રમ સંપૂર્ણપણે કોલેજના ગાયન, તબલા, કથક અને પત્રકારત્વના વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. જેમાં કોલેજના ૫૬ જેટલા વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ ભાગ લેશે. કાર્યક્રમ અંતર્ગત કરાઓકે ટ્રેક પર કોલેજના પર્ફોર્મીંગ આટ્ર્સ વિભાગના વિદ્યાર્થીઓ દેશભકિત ગીતો તથા નૃત્યો રજૂ કરશે જયારે પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ દેશભકિત આધારીત નાટકની રજૂઆત કરશે. આ પ્રસંગે કોલેજના યુવા મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વિવેક હીરાણી, પ્રિન્સીપાલ ડો. ભારતીબેન રાઠોડ વિ. ઉપસ્થિત રહેશે.

રાજકોટ નાગરીક બેન્ક

રાજકોટ નાગરીક સહકારી બેન્ક લી. દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિતે બેન્કની રાજકોટ અને બહારગામની શાખાઓમાં ધ્વજવંદનનું આયોજન કરાયેલું છે. રાજકોટ ખાતે અરવિંદભાઈ મણીઆર નાગરીક સેવાલય ૧૫૦ ફૂટ રીંગ રોડ, રૈયા સર્કલ પાસે અને બહારગામની દરેક શાખાઓમાં સવારે ૯ કલાકે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. મુખ્ય મહેમાન તરીકે પ્રો. આશિષભાઈ શુકલ (રાજકોટ મહાનગર- સહ કાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) ઉપસ્થિત રહેશે. ધ્વજવંદન બાદ સભાસદોના તેજસ્વી સંતાનો કે જેઓએ ધો.૧૦, ધો.૧૨માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યુ છે. તેમનો સન્માન કાર્યક્રમ - પ્રાસંગિક યોજાશે. ઉપરોકત કાર્યક્રમમાં સર્વે બોર્ડ ઓફ ડિરેકટર્સ, શાખા વિકાસ સમિતિના સભ્યો, ડેલીગેટ અને કર્મચારીગણને ઉપસ્થિત રહેવા બેન્કના ચેરમેન નલીનભાઈ વસાએ અનુરોધ કરેલ છે.

ગાયત્રી શકિતપીઠ

ગાયત્રી શકિતપીઠ દ્વારા સંચાલિત યુવા કેન્દ્ર અને બાલ સંસ્કાર કેન્દ્રના સંયુકત ઉપક્રમે ૭૨માં સ્વાતંત્ર્ય દિન પર્વ નિમિતે રાષ્ટ્રના મહાન શહીદો અને દેશભકતોને શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ ગાયત્રી શકિતપીઠ, ૭, વૈશાલીનગર ખાતે રાત્રે ૯ કલાકે રાખવામાં આવેલ છે.

(3:40 pm IST)