Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ટી.એન.રાવ કોલેજમાં કાલથી બે દિવસ કલાઉત્સવ

વિદ્યાર્થીનીઓએ તૈયાર કરેલ વસ્તુઓનું પ્રદર્શન : આવક ચેરીટીમાં અપાશે

રાજકોટ તા. ૧૪ : કાલે રાષ્ટ્રીય પર્વ છે ત્યારે સવ્ય સાચી એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત ટી.એન.રાવ કોલેજના વિદ્યાર્થીની બહેનો દ્વારા બે દિવસીય કલા ઉત્સવનું આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો આપતા શીતલબેન ઉપાધ્યાયએ જણાવેલ કે અમારી કોલેજની ૩૫૦ થી વધુ દિકરીઓ છેલ્લા દોઢેક માસથી હસ્ત કલાની વિવિધ વસ્તુઓ તૈયાર કરી રહી હતી. જેનું એક પ્રદર્શન અહીં તા. ૧૫ અને ૧૬ ના બે દિવસ સવારે ૯ થી સાંજે પ સુધી ટી.એન.રાવ કોલેજ કેમ્પસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બાજુમાં યોજવામાં આવેલ છે.

૧૫ થી ૧૬ જેટલા સ્ટોલ ઉપર રાખડી, હોમ ડેકોરેશન, જવેલરી, ગ્લાસ પેઇન્ટીંગ, ડીઝાઇનર વસ્ત્રો સહીતની અનેક વસ્તુઓ પ્રદર્શીત થશે. તેમજ ખાણી પીણીનો અલાયદો ઝોન પણ ઉભો કરવામાં આવેલ છે.

આ પ્રદર્શનમાં જે કઇ વસ્તુઓ વહેંચાય અને આવક થાય તે ચેરીટીમાં આપી દેવા પ્રેરક નિર્ણય વિદ્યાર્થીનીઓએ લીધો છે.

અભ્યાસની સાથે સાથે ઇતર સ્વરોજગારલક્ષી શિક્ષણ પણ મળે તેવા આશયથી આવુ આયોજન ટી.એન. રાવ કોલેજમાં કરાયુ હોવાનું જણાવાયુ હતુ.

તસ્વીરમાં વિગતો વર્ણવતા શીતલબેન ઉપાધ્યાય સાથે સ્નેહા ટંડન, નુપુર ત્રિવેદી, નીધી સંચાણીયા, કેલ્વીના હિંગરાજીયા નજરે પડે છે.

(3:20 pm IST)