Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

યાંત્રિકના સ્ટોલ ધારકો જીએસટી ભરવા તૈયાર પરંતુ રીંગ કરીને બેસી ગયા...અપસેટ પ્રાઇઝથી આગળ વધતા નથી

આજે પણ હરરાજી અટકી પડીઃ ખાણીપીણીના બાકી ત્રણ સ્ટોલની હરરાજી શરૂ કરાઇ... : તો અમે લોકમેળો યાંત્રિક સ્ટોલ વગર કરીશું: તંત્ર તાબે ન થાયઃ સીટી પ્રાંત દ્વારા અપાતો નિર્દેશ

રાજકોટ તા. ૧૩ :.. ગોરસ લોકમેળાની  એક બાજુ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી બાજૂ યાંત્રિક એટલે કે ફજેતફાળકા, ટોરાટોરા, મોતનો કૂવો-મોટા ઝૂલા-ટ્રેન-કપ-રકાબી સહિતના તોતીંગ ૪૪ સ્ટોલ ઇચ્છુકોને કારણે  આજે પણ હરરાજી અટકી પડી  છે, પહેલા જીએસટી  મામલે ડખો થયો હતો, પરંતુ તેમાં સીએ દ્વારા સ્પષ્ટ અભિપ્રાય આપતા જીએસટી ભરવા યાંત્રિક સ્ટોલ ધારકો તૈયાર થયા, આ પછી હરરાજી શરૂ થઇ પરંતુ રીંગ જેવી ઘટના બની હતી એટલે શુક્રવારે હરરાજી અટકી પડી,  આજે ફરી બધાને બોલાવાયા પરંતુ યાંત્રીક સ્ટોલ ઇચ્છુકોએ જે અપસેટ રપ થી ૩૦ હજાર છે તેનાથી આગળ બોલી જ નહી બોલતા અને ખૂલ્લેઆમ રીંગ સર્જી દેતા સીટી પ્રાંત-૧ શ્રી પટેલ કાળઝાળ થઇ ગયા છે, અને તેમણે તુર્ત જ હરરાજી અટકાવી દિધી હતી.

સીટી પ્રાંત-૧ શ્રી પટેલે પત્રકારોને એવો નિર્દેશ આપ્યો હતો કે, જો આ લોકો આગળ નહી વધે તો અમે મેળો યાંત્રીક સ્ટોલ વગર કરીશું. તંત્ર એમ તાબે નો થાય, અથવા તો  નવેસરથી અરજી મંગાવાશે. દરમિયાન યાંત્રીક સ્ટોલનું કોકડૂ હજૂ ગુચવાતા ત્યારબાદ ખાણીપીણીના બાકી ત્રણ સ્ટોલની હરરાજી કરી  લેવાઇ હતી અને તેમાં તંત્રને લાખો રૂ. ની આવક થઇ હતી. (પ-ર૭)

(4:16 pm IST)