Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ચરોતરના શ્યામાપ્રસાદ જોષીએ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં કાઠુ કાઢયુ

રાજકોટ : ચરોતરના યુવા ફોટોગ્રાફર શ્યામાપ્રસાદ જોષીએ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી ક્ષેત્રે સારૂ કાઠુ કાઢયુ છે. ૧૨ વર્ષથી ઉંમરથી આ શોખ વિકસાવનાર શ્યામાપ્રસાદ હાલ ભોપાલ ખાતે ભારત લેવલની વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી પ્રતિયોગીતામાં ભાગ લઇ આવ્યા છે. પક્ષીઓની ૩૦૦ કરતા વધુ પ્રજાતિઓના ફોટા તેમજ રાષ્ટ્રીયપક્ષી મોરના અલગ અલગ એન્ગલથી ૫૦૦ ફોટા ખેચ્યા છે. ફોટોગ્રાફી ક્ષેત્રે આઠેકવર્ષની સફરમાં અનેક સિધ્ધીઓ હાંસલ કરી છે. અમદાવાદમાં 'કોરોના આર્ટસ' નામે કંપની શરૂ કરનાર શ્યામાપ્રસાદ જોષીની કલાને ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(4:07 pm IST)