Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

અષાઢીબીજથી રાજકોટ-સૌરાષ્ટ્રમાં તહેવારોની મોસમ : એક જ દિ'માં ૪૦ જીપનું વેચાણ

JEEP ના PRIDE -FCA દ્વારા મોટા ઇવેન્ટનું આયોજન

રાજકોટ : રાજકોટ-સૌરાષ્ટ્રમાં હવે તહેવારોની મૌસમ ખીલશે. અષાઢી બીજથી દિવાળી લોકો ઉત્સવના ઉત્સાહમાં હશે, આવા સમયે PRIDE FCAને માર્કેટમાંથી અપ્રતિમ પ્રતિસાદ મળી રહ્યો છે એટલે આ વખતે અષાઢી બીજ (રથયાત્રા) ના દિવસે ૪૦ જીપ (JEEP) કંપાસ કાર્સની ડિલિવરી સાથે અત્યંત મોટા ઇવેન્ટનું આયોજન કરવાનું નક્કી કર્યુ છે.

ભારતમાં જીપ કંપાસ રૂપિયા ૧૪.૯પ લાખ સાથેની સૌને અત્યંત પોષય તેવી જીપ (JEEP) સિદ્ધ થઇ છે. ભારતના રસ્તાઓ ઉપર પ૦ થી પણ વધુ સુરક્ષા અને સલામતીના પ૦ થી વધુ ફીચર્સ સાથેની સૌથી સલામત SUVમાંની એક છે.  આ ર લીટર મલ્ટી જેટ ડીઝલ અને ૧.૪ લીટર મલ્ટી-એર પેટ્રોલ સાથે ઉપલબ્ધ છે. જીપ કંપાસએ માર્કેટમાં અગ્રગણ્ય પ્રીમિયમ બ્રાન્ડ SUV છે, જેમાં ૩૦ થી વધુ પ્રીમિયમ ફીચર્સ છે અને એથી વિશેષ તો ર૦ થી વધુ એવી ટેકનોલોજી છે જે પ્રથમ આમાં જ રજુ થયા છે. 1st જનરેશન જીપ કંપાસ ર૦૦૭માં પ્રસ્તુત થયેલી અને આજ સુધી નવતર શૈલીની પ્રસ્તુતિ સાથે વિશ્વ સ્તરે ૭ લાખથી વધુનું વેચાણ કર્યુ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના જીપ ડીલર PRIDE FCA એ રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલ છે અને થોડા જ સમયમાં યુવા પેઢીમાં લોકપ્રિય અને પ્રીમિયમ શ્રેણીમાં સ્થાન સિદ્ધ કરી લીધું છે. આ તબક્કે યોગેન્દ્રસિંહ વાધેલા (૯૮ર૪પ૪૪૪૪૦), મૌલીકભાઇ રાઠોડ (૯૮૭૯પ ૦૮પ૪૧), મહાવીરભાઇ ખુમાણ (૯૭ર૩૯ ૦૦૦૦૧)એ તમામ ગ્રાહકોનો આભાર વ્યકત કર્યો હતો. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(2:53 pm IST)