Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

યુનિ. રોડ પરની સવગુણ કો.ઓ.હા. સોસાયટીના પ્રમુખ, ઉપપ્રમુખ અને ત્રણ સભ્યોને સમિતિના હોદા પરથી દુર કરો

સોસાયટીના સભાસદ અને નિવૃત મામલતદાર કે. જે. વાઘેલા, કે.આર. જીતીયાની જિલ્લા રજીસ્ટ્રારને વિસ્તૃત ફરીયાદ

રાજકોટ તા.૧૪: શહેરની સવગુણ કો.ઓ.હા. સોસાયટી બ્લોક નં. ૧૭- યુનિ. રોડ ખાતે રહેતા નિવૃત મામલતદાર કે.જે. વાઘેલા અને કે.આર. જીતીયાએ જિલ્લા રજીસ્ટ્રારને ફરીયાદ અરજી પાઠવી ઉપરોકત સોસાયટીનું મંજુર થયેલ બંધારણ (પેટા નિમયો) ની અવગણના કરવા અંગે રજુઆતો કરી છે.

ફરીયાદ અરજીમાં ઉપરોકત બંને સભ્યોએ ઉમેર્યુ હતું કે, સવગુણ કો.ઓ.હા.સોસાયટી, રાજકોટનું બંધારણ (પેટા નિયમો) નંબર સહ-૧ નધણ /૪૯૮/૫૦૨, તા. ૨૨/૦૩/૧૯૮૫ થી મંજુર થયેલા છે. આ બંધારણ (પેટા નિયમો) ની નકલ સોસાયટીના સભ્યોને માંગણી મુકવા છતાં આપવામાં આવતી નથી. તેથી હાલ સુધીના વહીવટીય અને વ્યવસ્થા તંત્રમાં ઘણી બધી અનિયમિતતાઓ ઉભી થવા પામેલ છે. મુખ્યત્વે આ સોસાયટીની વ્યવસ્થાપક સમિતિની કરવામાં આવેલ રચનામાં આ સોસાયટીના મંજુર થયેલ બંધારણ (પેટા નિયમો) ની રીતસર હત્યા કરવામાં આવી છે અને આ વ્યવસ્થાપક કમીટીએ સોસાયટીના વહીવટીય સંચાલનમાં નીતિ નિયમો અને ધોરણો અભેરાઇએ ચડાવી દીધા છે. વ્યવસ્થાપક સમિીતની રચનામાં નિયમોની થયેલ અવગણનાની વિગત નીચે પ્રમાણે છે.

આ સોસાયટીની વ્યવસ્થાપક સમિતિ સાત સભાસદોની રચના કરવામાં આવેલ  છે જે પૈકી પાંચ સમિતિના નીચે જણાવેલ સભ્યો પેટા નિયમોની જોગવાઇઓ મુજબ ગેરલાયકાતો ધરાવે છે.

૧. દિલીપભાઇ સાગઠીયા પ્રમુખ, ૨. એ.ડી. વાઘેલા ઉપપ્રમુખ, ૩. કેશા કાળા ચાવડા સભ્ય, ૪. રામજીભાઇ આ.ર વાણિયા સભ્ય, ૫. સોલંકી મુળજી ગાંડા સભ્ય નો સમાવેશ થાય છે.

ઉપર દર્શાવ્યા ક્રમ ૧ થી ૩ ના સભ્યોને સોસાયટીના અનુક્રમે પ્લોટ નં. ૪૬,૪૯ અને ૪૫ ની ફાળવણી કરવામાં આવી છ, પરંતુ નાયબ કલેકટરશ્રી, રાજકોટના કેસ નં. પ્રાક-અપીલ-પરચુરણ-શરતભંગ કેસ નંબર ૨૪/૦૭, તા. ૨૪/૧૨/૨૦૧૦ ના હુકમથી (નકલ સામેલ છે) ઇમલા સહિત સરકાર દાખલ થયેલ છે. તેથી ક્રમ ૧ થી ૩ ના સભ્યો પેટા નિયમોના નિયમ ૪૭(૧) મુજબની ગેરલાયકાત ધરાવતા હોવા છતાં વ્યવસ્થાપક કમીટીના સભ્યો તરીકે ચૂંટાવા કે ચાલુ રહેવા લાયક નહિ હોવાની નિયમોની સ્પષ્ટ જોગવાઇની હોદેદાર તરીકે જાણકારી હોવા છતાં, સમિતિના હોદાઓ અને સભ્યપદ ધારણ કરી રહેલ છે.

બાકી રહેતા બે સભ્યો પૈકી રામજીભાઇ આર. વાણીયા સોસાયટીએ તેમને ફાળવેલ પ્લોટ નં. ૩૪માં વસવાટ કરતા નથી તેથી પેટા નિયમોના નિયમ ૧૬(પ) અને ૪૭(પ) ની જોગવાઇ મુજબની ગેરલાયકાત ધરાવે છે. જયારે સોલંકી મુળજી ગાંડાની સમિતિના સભ્ય તરીકેની દરખાસ્ત મુકનાર સોસાયટીના સભ્ય બેચરભાઇ ડી. સોલંકી તેમને ફાળવેલ પ્લોટ નં. ૩૫, નાયબ કલેકટરશ્રીના તા. ૨૪/૧૦/૨૦૧૦ ના હુકમથી સરકાર દાખલ થયેલ છે અને તેમનો હાલનો કાયમી વસવાટ લક્ષ્મી કો.ઓ.હા. સોસાયટી, નાના મવા રોડ, રાજકોટ ખાતે હોવાથી આ સોસાયટીના પેટા નિયમ ૪૭(૧), ૪૭(૫) અને ૧૬(૫) મુજબ ગેરલાયકાત ધરાવતા સભ્ય તરીકે તેમની દરખાસ્તથી સોલંકી મુળજી ગાંડાએ સમિતિના સભ્ય તરીકે ગેરલાયકાત વહોરેલ છે.

સોલંકી બેચરભાઇ ડી. આ સોસાયટીનું સભ્યપદ અને પ્લોટ નં. ૩૫ (હાલ સરકાર દાખલ) સોસાયટી ફાળવેલ છે. આ ઉપરાંત લક્ષ્મી કો.ઓ.હા. સોસાયટી, રાજકોટમાં સીટી સર્વે નં. ૩૦૨૭ ની જમીન ચો.મી. ૧૪૦-૦૦ ઉપરનું મકાન ધરાવે છે. (પ્રોપર્ટી કાર્ડની નકલ સામેલ છે) અને તે એ રીતે આ સોસાયટી અને લક્ષ્મી કો.ઓ.હા.સોસાયટીનું બેવડુ સભ્યપદ ધરાવે છે. લક્ષ્મી સોસાયટીમાં કાયમી વસવાટ હોવા છતાં આ સોસાયટીની વહીવટીય કામગીરીમાં ઉપર જણાવી ગેરલાયકાત ધરાવતા હોવા છતાં સભાનું અધ્યક્ષ સ્થાન લેવું વિ. ગેરકાયદેસર પ્રવૃતિમાં ભાગ લેતા હોવાથી સહકારી કાયદાની કલમ -૨૩ અને ૩૬ ની જોગવા મુજબ સવગુણ સોસાયટીના સભ્યપદેથી દૂર કરવા આપના અધિકારની રૂએ જરૂરી કાર્યવાહી કરવા અને સવગુણ સોસાયટીનો પ્લોટ નં. ં૩૫ સરકાર હસ્તક પરત લેવા કલેકટરશ્રી રાજકોટને અહેવાલ કરવા વિનંતી છે.

છેલ્લે રજીસ્ટ્રારશ્રીને ફરીયાદમાં વિનંતી કરાઇ છે કે, જરૂરી તપાસ આપમેળે કરી ગેરલાયકાત ધરાવતા લોકોને સમિતિના સભ્યપદેથી દુર કરવા સત્વરે પગલા લેવા વિનંતી છે.

(4:17 pm IST)
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • નાનાનું ધારદાર ટ્વીટઃ પહેલા દિલ્હીવાળા કેજરીવાલ, કેજરીવાલ કરતા હતા : હવે દિલ્હીવાળા હે ભગવાન, હે ભગવાન કરે છે!!! access_time 11:32 am IST