Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

શનિવારે મહારાણા પ્રતાપની જયંતિએ મહારેલી

રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા મહાઆરતી, પુષ્પાજંલીના કાર્યક્રમો

  રાજકોટઃ તા.૧૪, મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિતે મહારેલી, પુષ્પાજંલી, મહાઆરતીના કાર્યક્રમો યોજાયા છે. રાજસ્થાનના પાલીમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જિવતકંવરની કુખે જન્મેલા અપ્રતિમ વીરતા બતાવવા માટે, સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયેલા, પોતાની માતુભુમિની રક્ષા માટે પોતાનું સંપુર્ણ જીવન ન્યોચ્છવર કરી દેનાર હિંદવા સુર્યવંશી રાજપુત મહારાણા પ્રતાપની ૪૭૮મી જન્મજયંતિ નિમિતે મહાન યોધ્ધાને કોટી-કોટી શત-શત પ્રણામ. વીર, ધીર, ગંભીર, શાંત, સ્વદેશ પ્રેમ મનમોહક વ્યકિતત્વ, પોતાને પ્રજાનાં સેવક ગણનારા દેશ-ધર્મના નામે પોતાના સર્વસ્વનો ત્યાગ કરનાર પ્રજાનાં પ્રહરી એવા મહારાણા પ્રતાપે પોતાની પ્રર્વતીય યુધ્ધનિતિ દ્વારા સિંધ્ધાતોની લડાઇ માટે પોતાના સૌથી મોટા શત્રુ અકબરને પણ મહાત આપી હતી. હલદી  ઘાટીના યુધ્ધમા મહારાણા પ્રતાપે ની સેનામાં જોડાઇને શહીદી વ્હોરનારા મુખ્ય ક્ષત્રિય રાજપુત શુરવીર યોધ્ધા ઓ ડોડીયા ભીમસિંહજી, ઝાલા માનસિંહજી, રાવ મામરખસિંહ પરમારસિંહ (મહારાણા ના સસરા) રામશાહસિંહજી તોમર, શાલીવાહનસિંહજી તોમર, માનસિંહજી બીદા, કૃષ્ણદાસજી ચુંડાવત, હકીમખાન સુરી, ચંદ્રસેન રાઠોૈર, હરદાસજી ચૌહાણ, ગોવિંદસિંહજી ડોડીયા, હમીરસિંહજી ડોડીયા, ડુંગરસિંહજી પરમાર, વિરમદેવજી પરમાર હતા. જેઓ ક્ષાત્રધર્મ  ખાતર પોતાના જીવનની આહુતિ આપી વીરગતી પામ્યા. ૩૦ વર્ષના સતત પ્રયાસો બાદ પણ અકબર મહારાણા પ્રતાપની ધૈર્યતા અને સાહસીકતાને લીધે તેમને બંદી નહોતા બનાવી શકયા મહારાણા પ્રતાપના ઇરાદાઓ ખુબજ મજબુત હતા અને છેવટ સુધી માતૃભુમિ માટે અનેક કષ્ટો સહન કર્યો પણ પોતાના આદર્શો નહોતા છોડયા. અને આ ક્ષત્રિય રાજપુત યોધ્ધા એટલા મહાન હતા. કે તેમના જ પ્રશંસક દુશ્મન તેમના મૃત્યુ પર મૌન થઈ ગયા અને રોઈ પડ્યા. લોહી ભલે વહી જાય પણ આ મેવાડી વિરોનું માથુ કદી નમે નહિં. એવુ કહેનારા મહાયોદ્ધાની જયેષ્ઠ સુદ ત્રીજના રોજ ૪૭૮મી જન્મજયંતિ રાજકોટ સંગઠન શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નેજા હેઠળ ઉજવાઈ રહી છે. જેમાં ગુજરાત ક્ષત્રિય રાજપૂત સંગઠન તથા જય ભવાની રાજપૂત યુવા સેના પણ જોડાઈ રહી છે.

આ પ્રસંગે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા મહાઆરતી પુષ્પાંજલી તથા મહારેલીનું આયોજન તા.૧૬ને શનિવારે સવારે ૮ કલાકેથી મહારેલી યોજાયેલ છે. આ પ્રસંગે કાગદડી ખોડીયાર આશ્રમના મહંત શ્રી જયરામ દાસ બાપુ આર્શીવચન આપશે. બેડીપરા ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણી રમેશસિંહ ચૌહાણ, ધીરૂભા રાઠોડ, ચંદુભા પરમાર, કિશોરસિંહ રાઠોડ, રામનાથપરા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના અગ્રણી મહેશસિંહ રાજપૂત, જયેશસિંહ ડોડીયા, વિનુભા સિંધવ, અજયસિંહ પરમાર, જયુભા રાઠોડ, સુરેશસિંહ પરમાર, મવડી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના આગેવાનો અરૂણસિંહ સોલંકી, નવલસિંહ ચુડાસમા, ગુર્જર ક્ષત્રિય રાજપૂત સમાજના  આગેવાનો વિક્રમસિંહ પરમાર, ભરતસિંહ ચુડાસમા, વિજયસિંહ ચુડાસમા, મનિષસિંહ ભટ્ટી, નાડોદા ક્ષત્રિય રાજપૂત સમાજ અગ્રણી માવજીભાઈ ડોડીયા, જીણાભા ચાવડા, રમેશસિંહ ચાવડા, ક્ષત્રિય કાઠી દરબાર સમાજ અગ્રણી, દિપકભાઈ કાઠી, પ્રતાપભાઈ ભગત, ઉમેદભાઈ બસીયા, બહાદુરભાઈ માંજરીયા, ભગીરથભાઈ ખુમાણ, ધમભા માંજરીયા, રેલીનો રૂટ સોરઠીયા વાડી સર્કલ, મક્કમ ચોક, ગોંડલ રોડ, ઓવરબ્રીજ, આનંદ બંગલા ચોક, મવડી ફાયર સ્ટેશન, માયાણી ચોક, રાજનગર ચોક, કોટેચા ચોક, કેકેવી હોલ, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના કાર્યાલય - બીગ બજાર, અમરનાથ મહાદેવ મંદિરે મહારેલીનું સમાપન થશે.

તસ્વીરમાં ચંદુભા પરમાર, બહાદુરભાઈ માંજરીયા, ભગીરથભાઈ ખુમાણ, ઉમેદભાઈ બસીયા, મનોજસિંહ ડોડીયા, યુવરાજસિંહ ડોડીયા, મૌલિકસિંહ વાઢેર, ભુપતસિંહ જાદવ, જગદીશસિંહ ચાવડા, સંદિપસિંહ ડોડીયા, મનોજસિંહ ઝાલા, અનિલસિંહ પરમાર, હરદેવસિંહ ચાવડા, તીર્થરાજસિંહ ડોડીયા, અશોકસિંહ પરમાર, હિતુભા ડોડીયા, જયદીપસિંહ ભટ્ટી, જોગેન્દ્રસિંહ ચંપાવત, યોગરાજસિંહ તલાટીયા, સહદેવસિંહ ડોડીયા, ભાવસિંહ ડોડીયા, રમેશસિંહ જાદવ અને કુલદીપસિંહ રાઠોડ નજરે પડે છે. (૪૦.૧૨)

(4:09 pm IST)