Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

કણકોટ પાટીયે જીઇબી કર્મચારી રામજીભાઇ મુછડીયાના મકાનમાં ૬૨ હજારની ચોરી

રાજકોટ તા. ૧૩: કણકોટના પાટીયે રહેતાં જીઇબી કર્મચારીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ૬૨ હજારની માલમત્તા ચોરી ગયા છે.

આ બનાવમાં તાલુકા પોલીસે કણકોટ પાટીયા પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર ૪૭૬માં રહેતાં અને જીઇબીમાં નોકરી કરતાં રામજીભાઇ મોહનભાઇ મુછડીયા (ઉ.વ.૪૫)ની ફરિયાદ નોંધી છે.

રામજીભાઇના કહેવા મુજબ ૯/૧ના બારેક વાગ્યે અમે અમારા ઘરેથી સરપદડ ગામડે જવા નીકળ્યા હતાં. ઘરે કોઇ નહોતું. ૧૧મીએ સવારે સાડા આઠેક વાગ્યે પડોશીનો ફોન આવ્યો હતો કે ઘરના દરવાજાના તાળા તૂટેલા છે. આથી અમે ગામડેથી પરત આવીને તપાસ કરતાં ઘરમાં તિજોરીના તાળા તોડી અંદરથી સોનાનો ચેઇન, સોનાની બુટી, વીટી, નાકના દાણા, ચાંદીનો જૂડો, સાંકળા, ઝાંઝરી, રોકડા રૂ. ૧૦ હજાર મળી કુલ રૂ. ૬૨ હજારની માલમત્તા ચોરાઇ ગયાની ખબર પડી હતી. ઘરમેળે તપાસ કર્યા બાદ  પોલીસને જાણ કરી હતી. તાલુકા પીએસઆઇ એ. જી. અબાસણાએ ગુનો દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:53 pm IST)
  • આ તસવીર અમેરિકાના સંસદ ભવનની છે. દુનિયામાં સૌથી જૂની લોકશાહીનું જે મંદિર ગણાય છે. ૨૦૦ વર્ષમાં જે નહોતું બન્યું, અમેરિકા તે બધામાંથી પસાર થઈ રહ્યું છે. કેપિટલ બિલ્ડીંગ.. સંસદ ભવન આજે નેશનલ ગાર્ડના હવાલામાં છે. ૨૦ જાન્યુઆરી સુધી સૌ કોઈ આશંકિત છે.ટ્રમ્પ ઉપર કોઈને વિશ્વાસ નથી. FBIને તોફાનોની આશંકા છે. અમેરિકાની બુનિયાદ હલબલી ચૂકી છે. જાણીતા પત્રકાર બ્રજેશ મિશ્રાએ ટ્વિટર ઉપર શેર કરેલી તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે access_time 1:06 am IST

  • બર્ડ ફ્લુમાં કચ્છને મળી રાહત : જિલ્લામાંથી કુલ ૩ સેમ્પલ ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા હતા તમામ રિપોર્ટ આવ્યા નેગેટિવ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા અપાઈ માહિતી access_time 4:39 pm IST

  • સીબીઆઈના ઓફિસરો ઉપર ખુદ CBI તૂટી પડી : સીબીઆઈ ઓફિસરો ઉપર સંખ્યાબંધ જગ્યાએ સીબીઆઈએ ખુદે દરોડા પાડયાના અહેવાલ મળી રહ્યા છે. ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ વિગતો સત્તાવાર મેળવાઈ રહી છે. access_time 4:19 pm IST