Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

'દિવ્ય કાશી, ભવ્ય કાશી' : શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડના શિવમંદિરોમાં પ્રભાતફેરી - સઘન સફાઈ ઝુંબેશ

રાજકોટ : દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનપદે આરૂઢ થયા બાદ દેશને એક વિકાસની ઉંચાઈ તરફ લઈ જવા અને દેશ વિશ્વ મહાસતા બને તે માટે હંમેશા જાગૃત રહયા છે, ત્યારે દેશના કરોડો લોકોના આસ્થા સ્થાન એવા રામમંદિરના નિર્માણ બાદ કાશી અને મથુરાના મંદિરોનું પણ ભવ્ય નિર્માણ થાય તે માટે શ્રી કાશી વિશ્વનાથ ધામને નવું સ્વરૂપ આપી  'ભવ્ય કાશી, દિવ્ય કાશી'નો કાર્યક્રમ યોજાયેલ. ત્યારે આ કાર્યક્રમની પૂર્વ સંઘ્યાએ રાજકોટમાં પણ 'દિવ્ય કાશી, ભવ્ય કાશી' નો નારો ગુંજયો હતો. શહેર ભાજપ દ્વારા શહેરના તમામ વોર્ડમાં નિર્ધારીત કરેલ શીવમંદીરો ખાતેથી વહેલી સવારે ભકિતમય વાતાવરણ વચ્ચે પ્રભાતફેરીનો કાર્યક્રમ યોજાયેલ.  ત્યારબાદ મંદિરોની આસપાસ સઘન સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ યોજાયેલ. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ, ડો. જૈમનભાઈ ઉપાઘ્યાય, રક્ષાબેન બોળીયા, અનિલભાઈ પારેખ, હિતેશ મારૂ, રાજેન્દ્રસિંહ ગોહિલ, હેમભાઈ પરમાર, સી.ટી. પટેલ, દિનેશ ઘીયાળ, ઘનશ્યામ કુંગશીયા, રમેશભાઈ દોમડીયા, તેજશ જોષી, પ્રદીપ નીર્મળ, રજની ગોલ, સંજય પીપળીયા, રસીકભાઈ કાવઠીયા, કેતન વાછાણી, હરીભાઈ રાતડીયા, સોમભાઈ ભાલીયા, ભાર્ગવ મિયાત્રા, જેન્તીભાઈ નોંઘણવદરા, શૈલેષ બુસા સહીત તમામ વોર્ડના પ્રમુખ – મહામંત્રી – પ્રભારી, મોરચાના પ્રમુખ – મહામંંત્રી સહીતના ઉપસ્થિત રહયા હતા.

(3:45 pm IST)