Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

જેને ભગાડીને લગ્ન કર્યા એ યુવતિને પાછી લઇ જવાતાં સુનિલે ફાંસો ખાધો

લોઠડા ગામે કારખાનામાં બનાવઃ મુળ એમપીના યુવાનને છાપરૂ તોડી શેઠે બચાવી લીધો

રાજકોટ તા. ૧૩: સરધારના લોઠડા ગામે આવેલી મહાદેવ પ્લાસ્ટીક નામની ફેકટરીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદશેના સુનિલ ચતુરસિંગ પવાર (ઉ.૨૧) નામના યુવાને સવારે કારખાને એંગલમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

સુનિલ મુળ એમપીનો વતની છે. તે ત્રણેક માસ પહેલા ગામની છોકરી ભગાડી લાવ્યો હતો અને બંનેએ ગોંડલ ખાતે પ્રેમલગ્ન કર્યા હતાં. થોડા દિવસ પહેલા તેની પ્રેમિકાને એમપીથી આવેલા તેના પરિવારજનો પાછી લઇ ગયા હતાં. આ કારણે સુનિલ આઘાતમાં ગરક થઇ ગયો હતો. આજે ગળાફાંસો ખાઇ લેતાં શેઠે છાપરૂ તોડી અંદર જઇ તેને બચાવીને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અહિ તત્કાલ સારવાર મળી જતાં જીવ બચી ગયો હતો.

(3:44 pm IST)