Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

ભાજપ દ્વારા વોર્ડ નં. ૧પ માં 'હર ઘર દસ્તક' કાર્યક્રમ

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા લોકો કોરોના સામે રક્ષણ આપતી વેકસીન લેવા અંગે જાગૃત થાય તે માટે શહેરના તમામ બુથમાં 'હર ઘર દસ્તક' કાર્યક્રમ ચાલી રહ્યો હોય, તે અંતર્ગત ભાજપ દ્વારા વોર્ડ નં. ૬ માં વિવિધ વિસ્તારો ખાતે હર ઘર દસ્તક કાર્યક્રમ યોજાયો હતો. ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા ઘેર-ઘેર જઇને રસીથી વંચિત લોકોને રસી લેવા માટે અપીલ કરી 'મારૂ ઘર રસીકરણ યુકત, કોરોના મુકતના સ્ટીકરો લગાવી લોકોમાં રસીકરણ અંગે જાગૃતતા ફેલાવી હતી. આ તકે શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, વોર્ડ પ્રભારી જીણાભાઇ ચાવડા, વોર્ડ પ્રમુખ સોમભાઇ ભાલીયા, મહામંત્રી મહેશ બથવાર, રત્નાભાઇ મોરી, મહેશ અઘેરા, નાનજીભાઇ પારઘી, દેવજીભાઇ ખીમસુરીયા, પાંચાભાઇ વજકાણી, સંજય વજકાણી, ધીરૂભાઇ વજકાણી, ઉજેશભાઇ દેસાણી, સંગીતાબેન પેઢડીયા, જયોત્સનાબેન, અશોકભાઇ બોરીચા, કાળુભાઇ મુંધવા, મૌલીક પરમાર, સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

(3:39 pm IST)