Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

તિબેટીયન સંઘ દ્વારા શ્રદ્ધાંજલી કાર્યક્રમ સંપન્ન

 ગુજરાત પ્રાંતના મહિલા અધ્યક્ષ ડો.  મૃણાલીબેન ઠાકરની યાદી મુજબ માનવ અધિકાર દિવસ નિમિતે માનવ અધિકાર અને સી.ડી.એસ.જનરલ બિપીન રાવતજી અને મધૃલિકા રાવતને શ્રદ્ધાંજલી આપવા માટે ભારત-તિબેટીયન  સંઘ મહિલા વિભાગ રાજકોટ મહાનગર દ્વારા શ્રદ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંચાલન રાજકોટ મહાનગર મહિલા પ્રમુખ શ્રીમતી દિવ્યા નિખિલ ભટ્ટે કર્યું હતું. કૈલાશબા વાડા અને યાત્રી વ્યાસ આ કાર્યક્રમના સહ-સંયોજક હતા. રાજકોટના રામેશ્વર મંદિર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ પદે ભારત તિબ્બત સંઘના ગુજરાત પ્રાંત મહિલા અધ્યક્ષ શ્રીમતી મૃણાલની ઠાકર અને ગુજરાત રાજય આર્કાઇવ્સ ડો. નિખિલ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા જે બાદ ભારત-તિબેટિયન સંઘ અંગે માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમાં પંકજભાઇભ ઠાકરે સહકાર આપ્યો હતો. રામેશ્વર મંદિરના સંચાલક અને મંદિરના મહિલા મંડળે પણ સાથે આપ્યો હતો.

(3:39 pm IST)