Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

રાજકોટ શહેર - જિલ્લામાં રાહત : શંકાસ્પદ ત્રણ સ્થાનિક દર્દીઓનો એમીક્રોન રિપોર્ટ નેગેટિવ : કલેકટર

અરૂણ મહેશ બાબુની મહત્વની જાહેરાત : સિવિલમાં અલગ વોર્ડ : લોકો બીજો ડોઝ અવશ્ય લ્યે તેવી અપીલ

રાજકોટ તા.૧૩ : રાજકોટ જિલ્લામાં કોરોનાના નવા વેરીયન્ટને લઈને રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર એલર્ટ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓનો અલગ વોર્ડ અને એકઝામિનેશન સહિત વિદેશથી આવતા નાગરિકોનું સ્ક્રિનિંગ અને જરૂરી જણાય ત્યાં સ્થાનિક દર્દીઓની પણ વિશેષ તપાસ હાથ ધરી કોરોના નિયંત્રણ માટે કામગીરી કરવામાં આવી રહી છે.

સિવિલ હોસ્પિટલ ખાતે  રાજકોટ શાસ્ત્રીનગર -૧ અને ગોંડલના ૨ એમ કુલ કોરોનાના ત્રણ દર્દીઓના સેમ્પલ લઇ એમિક્રોનની શંકાએ પરીક્ષણ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા જે આજે નેગેટીવ આવ્યા છે. જિલ્લા કલેકટર મહેશ બાબુએ જણાવ્યું હતું કે એમિક્રોન લઈને હાલ જિલ્લામાં રાહત છે પરંતુ લોકોએ સાવધ રહેવાની જરૂર છે. જે લોકોને વેકિસનેશનનો બીજો ડોઝ બાકી હોય તે  સંપૂર્ણ વેકિસનેશન કરાવે અને જરૂરી સોશિયલ ડિસ્ટન્સ રાખે અને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળે અને સરકારની માર્ગદર્શિકા પ્રમાણે અનુસરે તે જરૂરી છે.

(3:34 pm IST)