Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

બાર એસો.ની ચુંટણીમાં જીનીયસ પેનલના વકીલો માટે રિસોર્ટમાં 'જય ભીમ' ફિલ્મનો કાર્યક્રમ યોજાયોઃ જૈન સંતોના આશિર્વાદ મેળવ્યા

જીનીયસ પેનલની ટીમના ઉમેદવારો તરફી જંગી મતદાન કરવા પ્રમુખ અર્જુન પટેલની હાકલ...

રાજકોટ, તા.૧૩: રાજકોટ બાર.એસો.ની ચુંટણીમાં જીનીયસ પેનલની યુવા ટીમ દ્વારા વકીલ યુવાઓ માટે કેવલમ રીસોર્ટ ખાતે 'જય ભીમ' ફિલ્મનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જીનીયસ પેનલના ઉમેદવારોએ જૈન સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે પેનલના ઉમેદવાર અર્જુન પટેલ જીનીયસ પેનલને મત આપવા અપીલ કરી હતી.

હાલમાં રાજકોટ ખાતે આવનારી સમગ્ર શહેરના વકોલોના સંગઠન બાર એશોસીએશનની ચુંટણીનો પ્રચાર પુર જોશમાં ચાલી રહ્યો છે. ત્યારે જીનીયસ પેનલ

ના ઉમેદવારો જેમાં પ્રમુખ પદ માટે અર્જુનભાઈ પટેલ, ઉપપ્રમુખ પદે બીમલભાઇ જાની, સેક્રેટરીના પદે પી.સૌ.વ્યાસ, જોઇન્ટ સેક્રેટરી પદે દિવ્યેશભાઈ મહેતા, ખજાનચીના પદે ડી.બી.બગડા, લાયબ્રેરી સેક્રેટરો ના પદે અજયભાઈ જોશી, તેમજ નવ સભ્યોની કારોબારીના પદ માટેના ઉમેદવારો અજયસિહ ચૌહાણ, રાજેશ ચાવડા, હિરેન ડોબરિયા, સાગર હપાણી, મોનીશ જોશી, રાજેન્દ્ર જોશી, કુકડીયા રજનીક, કલ્પેશભાઈ મૈયડ, રવી વાઘેલા, આ તમામ ઉમેદવારોના સમર્થનમાં શનિવારના રોજ રાજકોટ યુવા એશોસીએશન દ્વારા 'કેવલમ વેલી રીસોર્ટ' ખાતે 'જય ભીમ' ફિલ્મ જે યુવા વકીલોના આદર્શ સમાન તામિલનાડુના એક સીનીયર વકીલ એડવોકેટ ચંદુના જીવંત પર આધારિત ૧૯૯૩ના વર્ષમાં જયારે આદિવાસી લોકો સાથે પોલીસ દ્વારા જે અત્યાચાર કરવામાં આવતો તેના માટે જ લડત લડી રહ્યા હતા તેના ઉપર આધારિત છે. આ ફિલ્મ યુવા વકીલોના આદર્શ સ્વરૂપ છે. જેનું આયોજન કરવાનો હેતુ યુવાઓનું સંગઠન કરી આવનારી યુવા પેઢીને એક નવી જ રાહ બતાવવા માટે અને આવનાર સમયમાં યુવા વકીલોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક કાર્યક્રમ રાખવામાં આવેલ ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ યુવાનોને સંબોધીને જીનીયસ પેનલના પ્રમુખ પદના દાવેદાર અર્જુનભાઈ પટેલએ તમામ યુવાઓને આવનાર સમયમાં વકિલાત ક્ષેત્રમાં કઇ રીતે આગળ વધવુ તેમજ તમામ વકોલોના પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા સાથે રહેવાનું વચન આપેલ અને વધુમાં એ પણ જણાવેલ કે તમામ યુવાઓ એક સબળ પ્રમુખ અને ટીમને મત આપજો જો તમને અમારી ટીમમાં સંતોષ થતો હોય, મારામાં તમે એક સબળ સેનાપતિ તરીકે માનતા હોય તો મને મત આપી વિજય બનાઓ તેમજ તમને જે પણ સારી ટીમ લાગે કે આવનારા સમયમાં તમે એને મત આપજો. આ વાત કરીને અર્જુનભાઇ પટેલે યુવાઓના દિલ જીતી લીધા હતા તેમજ તાળીઓના ગળગળાટથી તમામ યુવાઓએ અર્જુનભાઇને બીરદાવ્યા હતા. 'જય ભીમ' કાર્યક્રમ દરમ્યાન જબરજસ્ત સંખ્યા જોઇને તમામ જીનીયસ પેનલના ઉમેદવારોનો પણ જોશમાં વધારો જોવામાં આવ્યો હતો. વધુમાં અર્જુનભાઇએ એમ પણ જણાવેલ કે આવનાર ચુંટણીમાં જીનીયસ પેનલનો વિજય મેળવ્યા બાદ આનાથી પણ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવશે જે યુવાઓમાં એક આદર્શ બની રહેશે. તેમજ કાર્યક્રમના અંતમાં બધા યુવાઓએ સાથે મળીને સ્વરૂચી ભોજન સાથે લીધેલ.

આવનાર આગામી ચુંટણીના સંદર્ભે જીનીયસ પેનલના તમામ ઉમેદવારો સાધુ-સંતોના આશિર્વાદ મેળવી ચુંટણીમાં જંગી બહુમતીથી જીતવા જઇ રહેલા છે ત્યારે આજરોજ જીનીયસ પેનલના તમામ ઉમેદવારો જૈન સમાજના આશિર્વા દમેળવવા માટે પેલેસ રોડ ખાતે વિરાણી ઉપાશ્રયના પરમ પુજય શ્રી ધીરજમુની મહારાજ સાહેબના આશિવાદ મેળવેલ. ત્યાં ઉપસ્થિત સંઘ પ્રમુખ હરેશભાઈ વોરા એ તથા અન્ય ટ્રસ્ટીઓએ એમને આવકાર આપેલ તેમજ જીતની શુભેચ્છા પાઠવેલ તેમજ ત્યાંથી પ્રહલાદ પ્લોટ ખાતે આવેલ દેરાસરે પરમ પુજય શ્રીમદ વિજય આચાર્ય દેવશ્રી યશોવિજય સુરી સ્વરજી મહારાજના આશિર્વાદ લેવા ગયેલ.

શનિવારના રોજ જીનીયસ પેનલના કાર્યાલય ખાતે પૂર્વ કેબીનેટ મંત્રી શ્રી ઉમેશભાઈ રાજયગુરૂ પધારેલ એમણે જીનીયસ પેનલના તમામ ઉમેદવારો સાથે આવનાર આગામી ચુંટણીના સંદર્ભે ચર્ચા કરેલ તેમજ તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવેલ હતી.

(2:48 pm IST)