Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

ધોરણ ૧ થી માંડીને ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ તથા પોસ્ટ ડોકટરલ ફેલોશીપ

ધોરણ ૧ થી ડીપ્લોમા અને સ્નાતક કક્ષાના અભ્યાસ માટે એન્જીનીયરીંગ તથા MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ : બાયો ટેકનોલોજીમાં પીએચ.ડી. ધારકો માટે ફેલોશીપ : કોરોના દરમ્યાન માતા કે પિતા અથવા તો કમાનાર સભ્ય ગુમાવનાર વિદ્યાર્થીઓ માટે ખાસ સ્કોલરશીપ

રાજકોટ,તા. ૧૩ : શિક્ષણ, જ્ઞાન, માહિતી અને ટેકનોલોજીના આજના જમાનામાં ઉચ્ચ કારકિર્દી ઘડવા માટે વિદ્યાર્થી-યુવાનો સતત પ્રયત્નશીલ હોય છે. જીવનોપયોગી તથા સમાજોપયોગી શિષ્યવૃતિ-ફેલોશીપ હાલમાં મળી રહી છે કે જેને કારણે કારકિર્દીલક્ષી અભ્યાસ કરી શકાય તથા ઉપયોગી સંશોધન પણ કરી શકાય. હાલમાં ઉપલબ્ધ સ્કોલરશીપ-ફેલોશીપ ઉપર એક નજર કરીએ તો..

*IIT રૂડકી ડીપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી DOF પોસ્ટ ડોકટરલ ફેલોશીપ ૨૦૨૧ અંતર્ગત પીએચ.ડી. ધારકોને માટે તક આવી છે. પસંદ થનાર ઉમેદવારોએ 'એયુડોપેડ મેગ્નેટીક ફેકસોય નેનોપાર્ટીકલ્સ ટાર્ગેટીંગ ટ્રીપલ -નેગેટીવ બ્રેસ્ટ કેન્સર' ટાઇટલવાળા એક પ્રોજેકટ ઉપર કામ કરવાનુ થશે. પસંદ થનાર ઉમેદવારોને માસિક ૬૦ હજાર રૂપિયા મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૫-૧૨-૨૦૨૧ છે.

- અરજી કરવા માટેની પાત્રતા

જે ઉમેદવારો સતત સારો એકેડેમિક રેકોર્ડ ધરાવતા હોય અને જેઓ ઓછામાં ઓછા બે SCI પ્રકાશન સાથે કોઇ એક પ્રિમિયમ સંસ્થામાંથી બાયો-ટેકનોલોજીમાં પીએચ.ડી ડીગ્રી ધરાવતા હોય તેઓ અરજી પાત્રછે. ઉપરાંત સેલ કલ્ચરમાં સારા જ્ઞાન સાથે આ ક્ષેત્રમાં બાયોઇન્સ્પાયર્ડ નેનોમટીરીયલ સિન્થેસીસમાં સારૂ નોલેજ ધરાવતા હોવા જોઇએ.

-અરજી કરવા માટેની લીંક

WWW.b4s.in/akila/CFP7

*GSK સ્કોલર્સ પ્રોગ્રામ ૨૦૨૧-૨૨ અંતર્ગત તેજસ્વી તથા આર્થિક-સહયોગ ઇચ્છતા વિદ્યાર્થીઓ કે જેઓ ભારતની સરકારી કોલેજમાં એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે અને આગળ ભણવા ઇચ્છતા હોય તેઓને વાર્ષિક એક લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે. આ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧-૧૨-૨૦૨૧ છે.

-અરજી કરવા માટેની પાત્રતા

જે વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨માં ઓછામાં ઓછા ૬૫ ટકા કે તેથી વધુ મેળવીને એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષમાં એડમીશન લીધુ હોય અને જેઓના પરિવારની કુલ વાર્ષિક આવક ૬ લાખ રૂપિયાથી ઓછી હોય તેઓ અરજીપાત્ર છે. 

-અરજી કરવા માટેની લીંક

WWW.b4s.in/akila/GSKP1

* કીપ ઇન્ડિયા સ્માઇલીંગ ફાઉન્ડેશનલ સ્કોલરશીપ પ્રોગ્રામ ૨૦૨૧-૨૨ અંતર્ગત કોલગેટ-પામોલીવ (ઇન્ડિયા) લિમિટેડ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રગતિ કરવાના આશય સાથે શિષ્યવૃતિ આપવામાં આવે છે. આ સ્કોલરશીપ વિવિધ પોસ્ટ મેટ્રીક તથા સ્નાતક કક્ષાએ અભ્યાસ કરવા માટે આર્થિક સહયોગ રૂપે આપવામાં આવે છે. પસંદ થનાર ઉમેદવારોને વર્તમાન શિક્ષણની કક્ષાના આધારે ૪ વર્ષ સુધીના શિક્ષણ માટે વાર્ષિક ૩૦ હજાર રૂપિયા સુધીના ઇનામો શિષ્યવૃતિરૂપે મળી શકે છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧-૧૨-૨૦૨૧ છે.

-અરજી કરવા માટેની પાત્રતા

જે વિદ્યાર્થીઓએ ૨૦૨૧ની બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧૦ માં ઓછામાં ઓછા ૭૫ ટકા તથા ધોરણ ૧૨માં ઓછામાં ઓછા ૬૦ ટકા મેળવ્યા હોય તેઓ પોતાના ઉચ્ચતર માધ્યમિક, ત્રણ વર્ષના સ્નાતક ચાર વર્ષના એન્જીનીયરીંગ કોર્ષ, તથા ડિપ્લોમાં શિક્ષણને આગળ વધારવા માટે અરજીપાત્ર છે. અરજી કરનાર ઉમેદવારોની કુલ પારિવારિક વાર્ષિક આવક ૫ (પાંચ) લાખ રૂપિયાથી ઓછી હોવી જોઇએ.

 - અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/KISF1

* કોટક શિક્ષા નિધિ અંતર્ગત કોટક શિક્ષા નિધિ સ્કુલ અને કોલેજ દ્વારા ધોરણ ૧ થી ડીપ્લોમાં તથા સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવે છે કે જેઓએ કોવિડ-૧૯ (કોરોના)ના કારણે પોતાના પરિવારના મુખ્ય કમાનાર માણસને ગુમાવી દીધા હોય. પસંદ થનાર ઉમેદવારોને કોટક શિક્ષા નિધિના  નિયમ મુજબ શિષ્યવૃતિ આપવામાં આવશે. આ માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તા. ૩૧-૩-ર૦રર છે.

- અરજી કરવા માટેની પાત્રતા

કોરોના દરમ્યાન જે વિદ્યાર્થીઓના માતા-પિતા કે પછી માતા કે પિતા કોઇ એક અથવા તો માતા-પિતા સિવાય પરિવારના મુખ્ય કમાનાર વ્યકિતનું અવસાન થયું હોય અને સ્કુલ અથવા કોલેજમાં ભણતા ૬ થી રર વર્ષના વિદ્યાર્થીઓ ધોરણ ૧ થી ડીપ્લોમાં અથવા ગ્રેજયુએશનના કોર્ષમાં ભણવા માટે અરજી કરી શકે છે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/KSFA1

ઉચ્ચ શિક્ષણ સાથે ઉજજવળ કારકીર્દી બનાવવા માટે હાલમાં ઘણી બધી સ્કોલરશીપ - ફેલોશીપ મળી રહી છે ત્યારે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, આત્મ-વિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો.

સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને બેસ્ટ ઓફ લક.

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(10:35 am IST)