Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

રાધેશ્યામ ગૌશાળામાં ગાયોના ઘાસચારાના લાભાર્થે ચાલતી રામદેવ માનસ કથાઃ પ્રસંગોની ઉજવણી

જ્ઞાનરસ વહાવતા પૂ. લાલદાસબાપુઃ ૧૯મીએ સમુહલગ્ન : ગીતા જયંતિના પાઠ

રાજકોટઃ તા.૧૩, ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર રામાપીર ચોકડી રૈયાધાર પાણીના ટાકા  પાસે આવેલ રાધેશ્યામ ગૌશાળામાં સાધુ સમાજની પાંચ દિકરીઓના સમુહલગ્ન તથા ગાયોના ઘાસચારાના લાભાર્થે શ્રી રામદેવ માનસકથા-શ્રી રામદેવજી ચરિત્ર કથાનો પ્રારંભ થયો છે.

 કથામાં વ્યાસ પીઠ ઉપર પૂ. લાલદાસબાપુ દેસાણી (મો.૮૧૪૧૭ ૫૭૫૨૧) બિરાજી કથાનુ સંગીતમય રસપાન કરાવી રહયા છે આવતીકાલે સાંજે ૫ વાગે રામદેવજીના વિવાહ, સવરા મંડપ મહિમા તેમજ સંતોની અમરવેલી, રામદેવપીરની સમાધિ સહિતના પ્રસંગો ઉજવાશે. ૧૮મીના કથાનું સમાપન થશે.

૧૯મીના બુધવારે શાસ્ત્રી રાજેશ ત્રિવેદી દ્વારા ગીતા જયંતિના પાઠ યોજાશે. સાથો સાથ તે જ દિવસે પાંચ દિકરીઓના સમુહલગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ભાવિકોએ કથામૃતનો લાભ લેેવા શ્રી રાધેશ્યામબાપુ (મો.૯૨૨૮૩૫૩૭૮૦), શ્રી લખમણદાસબાપુ દાણીધારીયા, મહંત શ્રી શાંતિદાસબાપુ દાણીધારીયા, શ્રી કુરજીભાઇ જોટાણીયા અને શ્રી હસમુખભાઇ ગોહેલ દ્વારા નિમંત્રણ અપાયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:23 pm IST)