Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

પ્રોહિબીશનના અલગ-અલગ ગુનામાં આરોપીઓના આગોતરા જામીન રદ

રાજકોટ તા. ૧૩: પ્રોહીબીશનના અલગ અલગ સબબના આરોપીઓની આગોતરા જામીન અરજી સેસન્સ અદાલતે રદ કરી હતી.

આ કેસોની હકીકત એવી છે કે અરજદાર આરોપી પરસોતમ ઉર્ફે ગુગો જાદવભાઇ કુમારખાણીયા વિરૂધ્ધ રાજકોટ શહેર થોરાળીયા પોલીસ દ્વારા પ્રોહીબીશન એકટ હેઠળ કુલ ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ બોટલ નંગ-૬ તેમજ બીયર નંગ-ર૪ તેમજ અન્ય મુદામાલ મળી કુલ પ૦,૪૦૦/-ના આરોપ સબબ ગુનો દાખલ કરેલ. ફરીયાદી તથા પોલીસ સ્ટાફના માણસો બનાવ વખતે પેટ્રોલીંગમાં હતા ત્યારે સંજય જાદવ કુમારખાણીયા રે. કનકનગર શેરી નં. ૧ મહારાણા પ્રતાપ હોલની સામે રાજકોટવાળાના મકાનમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવેલ છે તે બાબતેની બાતમી મળતા પોલીસ દ્વારા રેડ કરતા ઉપરોકત મુદામાલ મળી આવેલ બાદમાં પાછળથી આરોપી ૧ સંજય જાદવ પકડાઇ જતા જણાવેલ કે તેનો નાનો ભાઇ પરશોતમ ઉર્ફે ગુગો જાદવ વેચાણ અર્થે આપી ગયેલ હતો.

જયારે અન્ય કીસ્સામાં ભરત પુંજાભાઇ પલાડીયા વિરૂધ્ધ આજીડેમ પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહીબેશન એકટ કુલ ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૧૧૬ કુલ કિંમત રૂ. ર,૧૯,૬૦૦/-ના આરોપ સબબ ગુનો દાખલ કરવામાં આવેલ. ફરીયાદી તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આજી ડેમ ચોકડીથી આગળ જૈન દેરાસર આગળ વોચમાં હતા ત્યારે ટાવેરા ગાડીમાં ઉપર મુજબનો દારૂનો જથ્થો મળી આવેલ અને તે સાથે આરોપી મુકેશ ઉર્ફે ગની સામતભાઇ પકડાઇ જતા પોલીસને જણાવેલ કે આ ગેરકાયદેસર દારૂનો જથ્થો અરજદાર આરોપી ભરત પુંજા પલાડીયાએ વેચાણ અર્થે મગાવેલની હકીકત જણાવેલ.

બંને કેસોમાં સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી એ. એસ. ગોગિયાની રજુઆતો તેમજ તપાસ કરનાર અમલદારનું સોગંદનામું તેમજ પડેલ પુરાવા વગેરે ધ્યાને લીધા બાદ સાતમા એડીશનલ સેસન્સ જજશ્રી દ્વારા એવા તારણો આપેલ કે હાલના તબકકે અરજદાર આરોપીઓને આગોતરા જામીન ઉપર મુકત કવરામાં આવે તો કેસની ન્યાયિક અને યોગ્ય અન્વેષણ થઇ શકે નહીં આવા સંજોગોમાં આરોપીઓનું કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશન આવશ્યક જણાતું હોય આ તબકકે અરજદાર આરોપીઓની આગોતરા જામીન નામંજુર કરતો હુકમ કરેલ છે. આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી અનિલ એસ. ગોગીયા એ રજુઆત કરેલ.

(3:59 pm IST)