Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

શહેરમાં છેલ્લા સપ્તાહમાં શરદી-ઉધરસ-ઝાડા-ઉલ્ટીના ૨૧૫ કેસ નોંધાયા

ટાઈફોઈડના ૪ દર્દીઓઃ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ૧૯ હજાર ઘરોમાં ફોંગીંગ

રાજકોટ, તા. ૧૩ :. શહેરમાં છેલ્લા અઠવાડિયામાં શહેરભરમાંથી સત્તાવાર રીતે ડેન્ગ્યુ-મેલેરિયા સહિત અન્ય તાવના ર૫૪ જેટલા દર્દીઓ નોંધાતા કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર ઉંધામાથે થઇ ગયું છે.

આ અંગે આરોગ્ય અધિકારીએ જાહેર કરલા છેલ્લા ૧ અઠવાડિયાના રોગચાળાના આંકડાઓ મુજબ છેલ્લા અઠવાડિયામાં સામાન્ય શરદી-ઉધરસ-તાવના ૧૩૮, ડેેન્ગ્યુ અને મેલેરિયાના ર૪, ઝાડા-ઉલ્ટીના ૭૭ તથા ૨૦ ટાઇફોઇડના ૩ તથા અન્ય તાવના ર૭ એમ આ તમામ મળી તાવના કુલ રર૪ જેટલા દર્દીઓ નોંધાયા છે.

ડેન્ગ્યુના જે ૩ કેસ નોંધાયા છે તેમાં શ્રીનાથજી સોસાયટી, ગોકુલનગર સહિતના શહેરમાં લગભગ વિસ્તારો ડેન્ગ્યુની લપેટમાં આવી ગયાનું નોંધાયું છે.

૧૯ હજાર ઘરોમાં ફોંગીંગ

દરમિયાન મેલેરિયા વિભાગે મચ્છરોના રોગચાળાને કાબુમાં લેવા માટે ૧૯૨૯૩ મકાનોમાં ફોંગીંગ કરી અને ગંદા પાણીના ખાડામાં દવા છંટકાવ કરાયાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.

આમ આરોગ્ય અને મેલેરિયા વિભાગ હજારો મકાનોમાં દવા છંટકાવ સહીતની કામગીરી કર્યાનું જાહેર કરી રહ્યું છે, પરંતુ આ માત્ર કાગળો જ હોવાનુ રોગચાળાો કાબુમાં લેવામાં તંત્ર વામણું સાબીત થઇ રહ્યાની લોક ફરિયાદ ઉઠવા પામી છે.

ઉપરોકત તમામ કામગીરી મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની સુચના અનુસાર ઇ.ચાર્જ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ઇસ્ટ ઝોન ડો. મનીષ ચુનારા, નાયબ આરોગ્ય અધિકારી સેન્ટ્રલ ઝોન ડો. હિરેન વિસાણી, ડેઝીગ્રેટેડ ઓફીસર અમિત પંચાલ, બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ, મેલેરિયા ઇન્સ્પેકટરો ભરતભાઇ વ્યાસ, દિલીપદાન નાંધુ, પીનાકીન પરમાર તથા ફૂડ ઇન્સ્પેકટરો ચન્દ્રકાંત ડી. વાઘેલા, હિમાંશુ જી. મોલિયા , કૌશિક જે. સરવૈયા, કેતન એમ. રાઠોડ તેમજ રાજુલ આર. પરમાર દ્વારા કરવામાં આવી હતી તેમ મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે.

(3:55 pm IST)