Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

બાર.એસો.ની ચુંટણીના ઢોલ વાગ્યાઃ સમરસ અને એકટીવ પેનલ વચ્ચે જંગ

સમરસ પેનલમાંથી સંજયભાઇ વોરા, રાજેશ મહેતા, પરેશ મારૂ, નિલેષ પટેલ, અમિત ભગત, જે.એફ.રાણાની ઉમેદવારીઃ એકટીવ પેનલમાંથી બકુલભાઇ રાજાણી, સિધ્ધરાજસિંહ જાડેજા, જીજ્ઞેશ જોષી, વિકાસ શેઠ અને મિહિર દવેની ઉમેદવારીઃ ર૧ મીએ ચુંટણી યોજાશેઃ બંન્ને પેનલો વચ્ચે તીવ્ર સ્પર્ધા જામશે

રાજકોટઃ બાર. એસો.ની સને ર૦૧૯ના વર્ષની ચુંટણી માટે આજે સમરસ પેનલ અને એકટીવ પેનલના ઉમેદવારોએ ચુંટણી કમિશ્નર સમક્ષ બપોરના ૧ર.૩૯ કલાકે ઉમેદવારી નોંધાવી હતી. પ્રસ્તૃત તસ્વીરોમાં સમરસ પેનલના ઉમેદવારો, સંજયભાઇ વોરા, રાજેશ મહેતા, પરેશભાઇ મારૂ, નિલેશ પટેલ, અમીતભાઇ ભગત, સંજયભાઇ પંડયા, જે.એફ.રાણા વિગેરેએ ઉમેદવારી નોંધાવી ત્યારે તેમના સિનીયર જુનીયર ટેકેદારો વકીલો ઉપસ્થિત રહયા હતા. આ સામે એકટીવ પેનલમાંથી બકુલભાઇ રાજાણી, સિધ્ધરાજસિંહ જાડેજા, જીજ્ઞેશભાઇ જોષી, વિકાસ શેઠ, મિહિરભાઇ દવે, જીજ્ઞેશ સભાડે, રાજેશ ચાવડા વિગેરેએ ઉમેદવારી નોંધાવી હતી. પ્રસ્તૃત તસ્વીરોમાં ઉમેદવારો સાથે ટેકેદારો દિલીપભાઇ પટેલ, અનીલભાઇ દેસાઇ, પિયુષભાઇ શાહ, તુષાર ગોકાણી, ધીમંત જોષી, ભગીરથસિંહ ડોડીયા, રાજેન્દ્રસિંહ ગોહીલ, ડી.ડી.પરમાર તેમજ મહિલા અનામતના ઉમેદવાર માટે મહિલા વકીલો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હોવાનું તસ્વીરમાં જણાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૯)

રાજકોટ, તા., ૧૩: રાજકોટ બાર. એસો.ની  ચુંટણીના ઢોલ  ધ્રબુકતા આજે સમરસ પેનલના ઉમેદવારો અને તેની હરીફ પેનલના ઉમેદવારોએ વાજતે-ગાજતે ચુંટણી કમિશ્નર સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

આગામી તા.ર૧ ડીસેમ્બરે સને ર૦૧૯ ના વર્ષ માટે યોજાઇ રહેલી ચુંટણીમાં આજથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થતા સમરસ પેનલના ઉમેદવારોમાં પ્રમુખપદ માટે સંજયભાઇ વોરા, ઉપપ્રમુખ માટે રાજેશ આર. મહેતા, સેક્રેટરીની જગ્યા માટે પરેશભાઇ મારૂ, જોઇન્ટ સેક્રેટરીની જગ્યા માટે નિલેષ જી.પટેલ, ટ્રેઝરરની જગ્યા માટે અમિતભાઇ ભગત અને લાઇબ્રેરી સેક્રેટરીની જગ્યા માટે જયેન્દ્રસિંહ રાણાએ ઉમેદવારી નોંધાવી હતી.

જયારે એકટીવ પેનલમાંથી પ્રમુખપદ માટે બકુલભાઇ રાજાણી, ઉપપ્રમુખ પદ માટે સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરીની જગ્યા માટે જીજ્ઞેશભાઇ જોષી જોઇન્ટ સેક્રેટરીની જગ્યા માટે વિકાસભાઇ શેઠ અને ટ્રેઝરરની જગ્યા માટે મિહિરભાઇ દવેએ ઉમેદવારી નોંધાવી હતી.

જયારે કારોબારીની કુલ  ૯ જગ્યા માટે આજે જેઓએ ઉમેદવારી નોંધાવી છે. તેમાં જાણવા મળ્યા મુજબ સંજયભાઇ પંડયા, મુકેશભાઇ ભટ્ટી, મૌશીન ઉનડ, મહિલા અનામતમાં રેખાબેન પટેલ અને હર્ષાબેન પંડયા, રાજેશ ચાવડા, જીજ્ઞેશ સભાડે વિવેક ધનેશા, તુષાર દવેએ ઉમેદવારી નોંધાવી હોવાનું જાણવા મળે છે.

રાજકોટ બાર. એસો.ની સને ર૦૧૮ના વર્ષ માટેની ચુંટણીમાં આજથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થયેલ છે. જેમાં સમરસ પેનલ અને એકટીવ પેનલ વચ્ચે મુખ્ય પાંચ ઉમેદવારો વચ્ચે રસાકસી ભરી સ્પર્ધા થનાર છે.

આવતીકાલ તા.૧૪ના બપોરના ર.૩૦ કલાક સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મ પરત ખેંચવાની તા.૧પ થી ૧૭ રાખવામાં આવી છે. ત્યાર બાદ તા.૧૭મીએ જ સાંજના પ.૩૦ કલાકે ઉમેદવારોની આખરી યાદી પ્રસારીત કરવામાં આવશે.

રાજકોટ બાર. એસો.ની ચુંટણીના ઢોલ વાગતા આજે ઉપરોકત ઉમેદવારોએ ચુંટણી કમિશ્નર મહર્ષિભાઇ પંડયા સમક્ષ ઉમેદવારી પત્રકો રજુ કર્યા હતા.

આજે સમરસ પેનલ અને એકટીવ પેનલના ઉમેદવારોએ ભવ્ય આતશબાજી કરી ઢોલ નગારા સાથે વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવતા બંન્ન ે પેનલોના ઉમેદવારો વચ્ચે તીવ્ર સ્પર્ધાના એંધાણ નજરે પડે છે.

આજે ફોર્મ રજુ કરતી વખતે બંન્ને પેનલના ટેકેદાર વકીલો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.

(3:44 pm IST)