Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ગાંધીગ્રામમાં સોનાના ટચ બાબતે રૂ. ૪ર લાખ ની છેતરપિંડીના ગુન્હામાં ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયોઃ રાજકોટ એસઓજીએ ઘંટેશ્વર નજીકથી દબોચી લીધો

રાજકોટ :  શહેરના ગાંધીગ્રામ વિસ્તાર પોલીસ મથકમાં સોનાના ટચ બાબતે ૪ર લાખની છેતરપીંડીના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતો-ફરતો આરોપી ભાવેશ ઉર્ફે અર્જાુન મહેન્દ્રભાઇ ત્રિવેદીને રાજકોટ એસઓજી પોલીસે ઘંટેશ્વર નજીકથી ઝડપી પાડયો છે.

રાજકોટ શહેરના મ્હે. પોલીસ કમિશ્નર  મનોજ અગ્રવાલ સા. તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર  એસ.એમ. ખત્રી સા. તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ રવિ સૈની સા. તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર મનોહરસિંહ જાડેજા સા. તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) શ્રી જયદિપસિંહ સરવૈયા સા.ના માર્ગદર્શન મુજબ મ્હે. ડી.જી.પી.સા. તરફથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગેની સૂચના અનુસંધાને એસ.ઓ.જી.ના પો.ઇન્સ  એસ.એન.ગડુ સા.ની રાહબરી હેઠળ પો.સબ ઇન્સ. એચ.એમ.રાણા તથા એસ.ઓ.જી. ટીમના માણસો  પેટ્રોલીંગમાં હતા.

 દરમ્યાન પો.હેડ કોન્સ. મનરૂપગીરી તથા નિર્મળસિંહ ઝાલા તથા જેન્તીગીરી ગૌસ્વામી નાઓને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે ઘંટેશ્વર ગામ પાસેે જામનગર રોડ ખાતેથી ગાંધીગ્રામ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૮ર/ર૦૧પ આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪ર૦, ૪૧૯ ૧ર૦(બી) ૧૧૪ ના કામનો આરોપી ભાવેશ ઉર્ફે અર્જુન મહેન્દ્રભાઇ ત્રિવેદી બ્રાહ્મણ ઉ.વ.રપ રહે. ગુરુકૃપા કેટરીંગના ગોડાઉનમાં કાલાવડ રોડ રાજકોટ (મુળ રહે. વૃદાંવન સોસાયટી શેરી નં.ર બ્લોક નંબર-ર આશાપુરા વિદ્યામંદિર પાસે કમળાપુર રોડ, જીલેશ્વર બગીચા પાસે જસદણ, જી. રાજકોટ) વાળો ગુન્હામાં સાડા ત્રણ વર્ષથી નાસતો ફરતો હોય ઘંટેશ્વર ગામ નજીક જામનગર રોડ ખાતેથી  સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ ધોરણસર અટક કરેલ છે. અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે. વધુ તપાસ ગાંધીગ્રામ પો.સ્ટેે. ચાલુ છે.

આ કામગીરીમાં પો.સ.ઇ. એચ.એમ રાણા, પો.સ.ઇ.ઓ.પી. સિસોદીયા તથા પો. હેડ કોન્સ. વિજયભાઇ શુકલ, આર.કે.જાડેજા, મન રૂપગીરી ગૌસ્વામી, ધમેન્દ્રસિંહ રાણા તથા પો.કોન્સ. જયંતિગીરી, ગિરીરાજસિંહ ઝાલા, અનિલસિંહ ગોહિલ, નિર્મળસિંહ ઝાલા, ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ ચુડાસમા, બ્રીજરાજસિંહ ઝાલા, જીતુભા ઝાલા, ફિરોઝભાઇ તથા યુવરાજસિંહ જાડેજા જોડાયા હતા.

(11:22 pm IST)