Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

સગીરાના અપહરણ-પોકસોના કેસમાં આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા.૧૩: રાજકોટની સગીરાના અપહરણ તથા પોકસો કેસમાં ચાર્જશીટ પહેલા આરોપીનો જામીન ઉપર છુટકારો કોર્ટે ફરમાવેલ હતો.

આ ચકચારી કેસમાં રાજકોટના સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપ વીસ્તારમાં જન્માષ્ટમીના મટકી ફોડ કાર્યક્રમ દરમ્યાન ૧૬ વર્ષની સગીરાને આરોપી લલચાવી, ફોસલાવી, લગ્નની લાલચ આપી ભગાડી જવા અંગેની અપહરણની ફરીયાદ રાજકોટના પ્ર-નગર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ-૩૬૩,૩૬૬ અન્વયે ફરીયાદ સગીરાના વાલીએ નોંધાવેલ આરોપી તથા સગીરા અલગ અલગ સ્થળે ફરેલા અને તપાસ દરમ્યાન આરોપી તથા સગીરા મળી આવતા સગીરના કહેવા મુજબ આરોપીએ સગીરા સાથે શરીર સંબંધ બાંધેલ હોય જેથી આરોપી સામે આઇ.પી.સી.કલમ ૩૭૬ તથા જાતીય ગુના સામે બાળકોને રક્ષણ આપતા કાયદાની કલમ-૪ અને ૬નો ઉમેરો કરવામાં આવેલ.

ત્યારબાદ આરોપી રૂષીત ધીરૂભાઇ મકવાણા, રહે મુળ ગામ-ખાનકોટડા તા.કાલાવડ,જી. જામનગર વાળાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાંઆવેલ અને કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીને જેલ હવાલે કરેલ જેથી આરોપીએ સેસન્સ કોર્ટમાં જામીન પર મુકત થવા અરજી કરેલ આરોપી તરફે તેમના વકીલ મારફત કરવામાં આવેલ રજુઆતોને ધ્યાને લઇ સેસન્સ કોર્ટે આરોપીને ચાર્જશીટ પહેલા જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે. આ કામમાં આરોપી તરફે એડવોકેટ વીનુભાઇ એમ.વાઢેર, બાબુભાઇ ભખોડીયા રોકાયેલ હતા.

(3:55 pm IST)