Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

પ્રદૂષણ નિયંત્રણ ક્ષેત્રે રાજકોટ હવે વૈશ્વિક સ્તરે વિજેતા બનવાની રેસમાં : વન પ્લેનેટ સિટી ચેલેન્જ ટાઇટલ મેળવ્યું

કલાઇમેટ ચેન્જ - પ્રદૂષણ નિયંત્રણની ચેલેન્જ ઉપાડી રાજકોટ કોર્પોરેશને BRTS બસ, સાયકલ શેરીંગ, સોલાર પેનલ, વરસાદી પાણી સંગ્રહ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતની યોજનાઓ સાકાર કરતા રાજકોટને વૈશ્વિક કક્ષાનું સન્માન મળ્યું : અમેરિકા ખાતે મેયર બીનાબેન અને કમિશ્નર બંછાનિધીએ એવોર્ડ સ્વીકાર્યો

રાજકોટ તા. ૧૩ : પ્રદૂષણ નિયંત્રણ ક્ષેત્રે શહેરમાં બિનપરંપરાગત ઉર્જાનો ઉપયોગ લોકભોગ્ય બનાવતી યોજનાઓ સાકાર કરવા સબબ રાજકોટ કોર્પોરેશનને 'વન પ્લમેટ સીટી'નો એવોર્ડ મળતા હવે રાજકોટે પ્રદૂષણ નિયંત્રણ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાની રેસમાં દોર લગાવી છે.

આ અંગેની વિગતો મુજબ કલાઈમેટ ચેન્જ : WWF ના 'વન પ્લેનેટ સીટી ચેલેન્જ ૨૦૧૮' માં રાજકોટ શહેરને 'નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા' જાહેર  કરવામાં આવેલ છે. તારીખ ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ યુ.એસ.એ ના સેન્ફ્રાન્સિસ્કો શહેરમાં ગ્લોબલ કલાઈમેટ એકશન સમિટ દરમિયાન યોજાયેલ એવોર્ડ સેરેમની માં રાજકોટ શહેર વતી મેયર શ્રી બીનાબેન  જે. આચાર્ય તથા કમિશ્નર શ્રી બંછાનીધી પાની એ એવોર્ડ સ્વીકારેલ. આ સાથે રાજકોટ શહેર પણ હવે ગ્લોબલ વિનર  બનવાની હોડ માં સામેલ થયું છે.

રાજકોટ શહેર સતત બીજી વખત 'નેશનલ વિનર ઓફ ઇન્ડિયા' જાહેર થયેલ છે જે રાજકોટ માટે ગર્વ ની વાત છે. વર્ષ ૨૦૧૭ માં પણ રાજકોટ શહેર 'નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા ૨૦૧૬' જાહેર થયેલ હતું. કલાઈમેટ ચેન્જ ની દિશામાં રાજકોટ શહેર દ્વારા લેવાયેલ વિવિધ સસ્ટેનેબલ ઇનિશિયેટીવ દ્વારા અપનાવેલ કોમ્પ્રીહેન્સીવ એપ્રોચ ની ગ્લોબલ જુરી દ્વારા પ્રશંશા કરવામાં આવેલ. રાજકોટ શહેર દ્વારા બનાવેલ કલાઈમેટ એકશન પ્લાન તથા તે દિશા માં કરેલ વિવિધ પ્રયત્નો એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ના સ્માર્ટ સીટી મિશન અંતર્ગત શહેરો ને સસ્ટેનેબલ, લીવેબલ તથા સીટીઝન ફ્રેન્ડલી બનાવવા ના હેતુ નો પણ મહત્વપૂર્ણ ભાગ છે. આ વર્ષે પણ રાજકોટ શહેરે સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન દ્વારા ફંડેડ 'કેપેસીટીસ' પ્રોજેકટ અંતર્ગત 'કલાઈમેટ રેસિલિયન્ટ સીટી એકશન પ્લાન' બનાવેલ છે, જેમાં ગ્રીન હાઉસ ગેસ તથા એનર્જી ઇન્વેન્ટરી, વલ્નરેબિલીટી તથા રિસ્ક એસેસમેન્ટ અને વિવિધ કલાઈમેટ ચેન્જ મિટિગેશન તથા એડેપ્ટેશન સ્ટ્રેટેજી નો શમાવેશ કરેલ છે.

વન પ્લેનેટ સીટી ચેલેન્જ એ દ્વિવાર્ષિક વૈશ્વિક ચેલેન્જ છે જે વૈશ્વિક શહેરો ને વિવિધ સેકટર જેમ કે એનર્જી, ટ્રાન્સપોર્ટ, હાઉસિંગ, વેસ્ટ, અને મોબિલિટી માં લીધેલ વિવિધ એમબીશિયશ અને ઇનોવેટિવ એકશન્સ તથા સોલ્યૂશન દ્વારા કલાઈમેટ રેસીલિએન્ટ ફયુચર બનવાની દિશા માં આગળ વધવા બદલ કરેલ વિવિધ પ્રયાસો નું મૂલ્યાંકન તથા સરાહના કરવામાં આવે છે. WWF એ ઇકલી લોકલ ગવર્નમેન્ટ ફોર સસ્ટેનેબિલિટી (ICLEI) સાથે મળીને વિવિધ શહેરો ના વિવિધ પ્રયાસો નું રિપોર્ટિંગ 'કાર્બોન  કલાઈમેટ રજિસ્ટ્રી પ્લેટફોર્મ' પર કરે છે.

વર્ષ  ૨૦૧૭-૧૮ ના 'વન પ્લેનેટ સિટી ચેલેન્જ'માં ૨૩ રાષ્ટ્રોના ૧૩૨ શહેરોએ ભાગ લીધો હતો, જેમાં ભારત માંથી રાજકોટ સાથે કુલ બીજા ૧૦ શહેરો એ ભાગ લીધો હતો.  આ તમામ શહેરો ના વિવિધ ઇનિશિયેટીવ નું મૂલ્યાંકન કરી ઇન્ટરનેશનલ જયુરી દ્વારા ૨૨ શહેરોની 'વન પ્લેનેટ સિટી ચેલેન્જ' ટાઈટલના નેશનલ વિનર તરીકે પસંદગી કરી છે. ભારત માંથી રાજકોટ, પણજી તથા પુણે શહેરો નેશનલ વિનર ના ટાઇટલ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવેલ, જેમાં રાજકોટ ને નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા નો ખિતાબ મળેલ છે. ઇન્ટરનેશનલ જુરી દ્વારા પુણે શહેરે સસ્ટેનેબલ મોબિલિટી પ્લાન બનાવવા માટે, વેસ્ટ મેનેજમેન્ટ તથા એનર્જી એફિશિયન્સી ની દિશા માં લીધેલ પ્રયાસ બદલ સરાહના કરેલ. ગ્લોબલ જુરીમાં વિશ્વમાંથી કુલ ૧૯ અર્બન સસ્ટેઇનેબિલિટી એકસપર્ટ નો સમાવેશ કરેલ હતો, જેમણે વિવિધ દેશો માંથી એક એક નેશનલ કેપિટલ સિલેકટ કરેલ છે તથા આ દરેક નેશનલ કેપિટલ માંથી એક ગ્લોબલ કેપિટલ સિલેકટ કરવામાં આવશે.  રાજકોટ શહેર પણ હવે ગ્લોબલ વિનર  બનવાની હોડ માં સામેલ થઇ ગયેલ છે, જે ગર્વ ની વાત છે.

રાજકોટ શહેરે રિન્યુએબલ એનર્જી, એનર્જી એફીસીયંસી, વેસ્ટ મેનેજમેન્ટ, મોબિલિટી સેકટરમાં લીધેલ વિવિધ એમબીશિયસ તથા ઇનોવેટિવ એકશન તથા રાજકોટ શહેર ના વર્ષ ૨૦૨૦ સુધી માં વર્ષ ૨૦૧૨-૧૩ માં થઇ રહેલ ગ્રીન હાઉસ ગેસ ના ઉત્સર્જન માં ૨૫્રુ જેટલો ઘટાડો કરવાના સ્ટ્રોંગ કમિટમેન્ટ માટે રાજકોટ શહેર એક રોલ મોડલ તરીકે વૈશ્વિક ક્ષેત્રે ઉભરી આવેલ છે, તેવું વૈશ્વિક જુરી દ્વારા જણાવેલ. આ રીતનું કમિટમેન્ટ કરનાર રાજકોટ શહેર ભારત નું પ્રથમ તથા એક માત્ર શહેર છે. આ ઉપરાંત શહેરમાં થઇ રહેલ પ્રદુષણની માત્રા કેવી રીતે જાણવી તથા શહેરોમાં થઇ રહેલ વિવિધ પ્રયાસો કે જેના દ્વારા પ્રદુષણ ઓછું કરી શકાય તથા સસ્ટેઈનેબલ ડેવલોપમેન્ટની દિશામાં આગળ વધી શકાય તે અંગે મહાનગરપાલિકા સતત જાગૃત છે. રાજકોટ શહેરે કાર્બન ઉત્સર્જન ઘટાડવા શહેરની આશરે તમામ ૬૦,૦૦૦ જેટલી સોડીયમ લાઈટો એલ.ઈ.ડી.માં કન્વર્ટ કરેલ છે તેમજ ક્રમશૅં વધુ ને વધુ સંકુલોમાં સોલાર એનર્જીનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. આ ઉપરાંત વોટર મેનેજમેન્ટ અને સુએઝ વોટર મેનજમેન્ટ ક્ષેત્રના વર્તમાન અને ભાવી પ્રોજેકટની રૂપરેખા પણ ધ્યાનમાં લેવામાં આવેલ છે. સાથોસાથ રેઈન વોટર હાવર્િેસ્ટંગ, ટીપી શાખા દ્વારા બાંધકામ પ્લાનની મંજુરી આપતી વખતે પર્યાવરણ સંબંધી મુદ્દાઓ અંગે જે કાર્યવાહી થાય છે તેની પણ નોંધ લેવામાં આવી રહી છે. તો વળી, રાજકોટ મહાનગરપાલિકાએ બી.આર.ટી.એસ. અને આર.એમ.ટી.એસ., બેટરી ઓપરેટેડ વ્હિકલ, તેમજ વેસ્ટ ટુ કમ્પોસ્ટ માટે હાથ ધારેલી કામગીરીની પણ સરાહના થઇ છે.

રાજકોટ શહેર એ ફરી વખત વન પ્લેનેટ સીટી ચેલેન્જ ૨૦૧૭-૧૮ માં ભારત નું નેશનલ કેપિટલ બનેલ છે તે ખુબજ ગર્વ ની વાત છે. રાજકોટ મહાનગરપાલિકા એ જન ભાગીદારી થી વિવિધ ઇનોવેટિવ તથા સસ્ટેનેબલ ઇનિશિયેટીવ નું અમલીકરણ કરેલ છે અને કરતુ રહેશે. અમને આશા છે કે ટ્રાન્સપોર્ટ, એનર્જી એફીસીયંસી, તથા રીનયુએબલ એનર્જી જેવા વિવિધ સેકટર માં આગળ વધવા વિવિધ નેશનલ તથા ઇન્ટરનેશનલ સંસ્થા જેમ કે ષ્ષ્જ્, ઇકલી સાઉથ એશિયા (ICLEI South Asia), અને SDC નો પૂરતો સહિયોગ મળી શકશે, મેયર શ્રી બીનાબેન  જે. આચાર્ય તથા કમિશ્નર શ્રી બંછાનીધી પાની એ જણાવેલ.

ભારતીય શહેરોને આ રીતે કલાઈમેટ ચેન્જ તથા કલાઈમેટ સંબંધિત ચેલેન્જ ની દિશા માં વિવિધ ઇનિશિયેટીવ લઇ આગળ વધી આગેવાની લઇ રહેલ જોઈ ખુબજ પ્રોત્સાહન મળી રહેલ છે. આ સંદર્ભમાં રાજકોટના પ્રયત્નો પ્રશંસનીય છે અને બીજી વખત 'વન પ્લેનેટ સીટી ચેલેન્જ માં નેશનલ વિનર' બનવા બદલ રાજકોટ શહેરને અભિનંદન આપીએ છીએ, તેમ WWF ઇન્ડિયાના સીઈઓ શ્રી રવિ સિંઘ એ જણાવેલ.

(4:15 pm IST)
  • કોંગ્રેસ પ્રેરિત નાટકીય ઉપવાસ આંદોલનનો અંત:હાર્દિક કોંગ્રેસની સામે ભિગીબિલ્લી બન્યો.સમગ્ર નાટકીય ઉપવાસમાં કોંગ્રેસના આટલા બધા નેતાઓ આવ્યા પણ કોઇ પાસે લખાવી કે બોલાવી ના શક્યો "પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવો જોઇએ":સમાજની લાગણી અને માંગણીની મજાક બનાવી,સમાજને ગુમરાહ કરનાર હાર્દિકના કોંગ્રેસ માટેનાં નાટકનો અંત થયો.તૅમ ભાજપના રેશ્મા પટેલએ કહ્યું હતું access_time 11:57 pm IST

  • સુરત;વેડરોડ સિંગણપોર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયું ડીમોલેશન; સિંગણપોર ચાર રસ્તા પર આવેલી દુકાનોના પાર્કિંગની જગ્યા પર કરાયેલા દબાણને દૂર કરાયું ;મોટા પ્રમાણ માં ઓટલા હોર્ડિંગસ તોડી પાર્કીંગ ખુલ્લું કરાયું access_time 12:03 am IST

  • ભચાઉ સબજેલમાંથી હિસ્ટ્રીશિટર આરોપી જેલમાંથી ફરાર:અનેક ગુનાઓમાં સંડોવાયેલ આરોપી રામજી કોળી જેલની દીવાલ કુદીને થયો ફરાર:કચ્છ ,બનાસકાંઠા ,પાટણ જિલ્લા માં નક્કાબંધી કરી હિસ્ટ્રીશિટર આરોપીને શોધવા પોલીસ તપાસ:આરોપીને શોધવા પોલીસે બનાવી પાંચ ટીમ access_time 11:02 pm IST