Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

રેસકોર્ષ મેદાનમાં ગણેશોત્સવની જોરદાર તૈયારીઃ ધામેધૂમે વરણાંગી

સાંજે બ્રહ્મસમાજ, સોની સમાજ, સુથાર સમાજ, વાણંદ સમાજ દ્વારા મહાઆરતીઃ કાલે રાજભા ગઢવીનો ડાયરો

રાજકોટ : ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાંં તેમજ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન અને પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ભાનુબેન બાબરીયા, ડે. અશ્વીન મોલીયા, સ્ટેન્ડીંગચેરમેન ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુભાઇ કોઠારી, કિશોર રાઠોડ, પુર્વ શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઇ વસોયા, કાશ્મીરાબેન નથવાણીના માર્ગદર્શન હેઠળ ગણેશ ચતુર્થીના શુભ દિનથી  ર૩ સપ્ટેમ્બર સુધી શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા શહેરના રેસકોર્ષ ઓપન એર થીયેટર, કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિદ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવનાર હોય તે અંગેની પુર્વ તેૈયારીઓ માટે આખરી બેઠક સિદ્ધિ વિનાયક ધામ ખાતે મળી હતી. ઉપસ્થિત ભાજપ અગ્રણીઓ તેમજ ગણપતિ મંગલ મહોત્સવની વિવિધ સમિતિઓના હોદેદારોને માહિતી તેમજ વિષદ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. બેઠકની વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ અને કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષીએ સંભાળેલ હતી. દરમિયાન આજે ગણપતિ મહારાજની ધામેધૂમે વર્ણાંગિનો પ્રારંભ થયો હતો. મંગલ મહોત્સવમાં રોજેરોજ વિવિધ સમાજ, સંસ્થા, સેવાકીય સંસ્થા, શૈક્ષણિક સંસ્થાના આગેવાનો દ્વારા મહાઆરતીનો લાભ લેવાય છે તે અંતર્ગત સિદ્ધિ વિનાયક ધામ ખાતે આજે બ્રહ્મસમાજ, સોની સમાજ, સુથાર સમાજ, વાણંદ સમાજ તેમજ શહેરના વોર્ડ નં. ૧ના અગ્રણીઓ મહાઆરતીનો લાભ લઈ ધન્યતા અનુભવશે. તેમજ આવતીકાલે તા. ૧૪ના રાત્રે ૯ કલાકે સિદ્ધિ વિનાયક ધામ ખાતે નામાંકિત કલાકાર રાજભા ગઢવી અને સાથી કલાકારો દ્વારા ભવ્ય લોકડાયરાની રંગત જમાવવામાં આવશે તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં રાત્રે ૯ વાગ્યે મહાઆરતી યોજવામાં આવશે. દર્શનનો લ્હાવો લેવા અને આ સાંસ્કૃતિક અને ભકિતસભર કાર્યક્રમોમાં શહેરીજનોને ઉમટી પડવા શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણી અને શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર અનુરોધ કર્યો છે.

(4:00 pm IST)