Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

હસનવાડી કા રાજા : ગજરાજ ઉપર દાદાનું સ્થાપન

રંગીલા યુવા ગ્રુપ દ્વારા સતત આઠમા વર્ષે આયોજન :ધૂન કિર્તન, ડિસ્કો દાંડીયા, ફ્રી નિદાન કેમ્પ, રમત ગમત - પાણીપુરી સ્પર્ધા, ધૂન ભજન અંતાક્ષરી લાડુ સ્પર્ધા છપ્પનભોગ, સત્યનારાયણ કથા, વન મિનિટ ગેમ્સ

રાજકોટ, તા.૧૨ : શ્રી રંગીલા યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે. હસનવાડી વિસ્તારમાં સમૂહલગ્ન, કથા, લોકડાયરો, નવરાત્રી આયોજન, રાંદલ માતાજીના ૧૦૮ લોટા, હાસ્યારો દર માસની પૂનમે બટુક ભોજન, ફરસાણ વિતરણ, ચોપડા વિતરણ, સપ્તાહ જેવા વિવિધ કાર્યક્રમો યોજાય છે.

શ્રી રંગીલા યુવા ગ્રુપ દ્વારા તા. ૧૩ થી તા.૨૩ સુધી શ્રી ગણેશ મહોત્સવનું આયોજનમાં મહાઆરતીમાં દર્શનનો લાભ લેશે. સેંકડો ભાવિકો તા.૧૩ ને સવારે ૯:૩૦ કલાકે ગણેશજીનું સામૈયુ ડી.જે., રાસગરબાની રમઝટ સાથે નીકળશે. રાત્રે ૯ કલાકે રંગીલા મહિલા ધૂન મંડળ દ્વારા ધૂન કિર્તન યોજાશે. તા.૧૪ને રાત્રે ૮ કલાકે કેપ કાપી ગણેશજીનો જન્મ મહોત્સવ અને બહેનો માટે ડિસ્કો દાંડીયા, તા.૧૫ને સવારે ૮ થી ૧૨ કલાકે સાંધાના દુઃખાવા માટેનો ફ્રી કેમ્પમાં નામ નોંધાવી દેવા. રાત્રે ૯ કલાકે ડી.જે.ના સથવારે ડિસ્કો દાંડીયા (સમસ્ત હસનવાડી માટે જ), તા.૧૬ને સવારે ૧૦ કલાકે તમામ રોગો માટે આયુર્વેદિક ફ્રી નિદાન કેમ્પ, સવારે ૯ થી ૧ ક્રિકેટ (આર.પી.એલ.), (૧૩ વર્ષ સુધીના બાળકો માટે), સાંજે ૪ થી ૭ કલાકે બાળકો માટે રમત - ગમત સ્પર્ધા, રાત્રે ૯ બાળકો માટે ડાન્સ કોમ્પીટીશન (ધાર્મિક ગીત પર), તા.૧૭ને રાત્રે ૮:૩૦ કલાકે બહેનો માટે પાણીપુરી હરીફાઈ સ્પર્ધા, તા.૧૮ને સાંજે ૭ કલાકે મહિલા માટે વાનગી સ્પર્ધા, તા.૧૮ને રાત્રે ૯ કલાકે મહિલા માટે ભજન - ધૂનની અંતાક્ષરી, તા.૧૯ને સાંજે ૬:૩૦ કલાકે આરતી સ્પર્ધા, સાંજે ૮:૩૦ કલાકે ભાઈઓ માટે લાડુ સ્પર્ધા, તા.૨૦ને સાંજે ૬ કલાકે છપ્પન ભોગ, રાત્રે ૯:૩૦ કલાકે સત્યનારાયણ ભગવાનની કથા, તા.૨૧ને રાત્રે ૮:૩૦ કલાકે મહિલા માટે એક મિનિટ ગેમ્સ, તા.૨૨ને રાત્રે ૮ કલાકે મહાપ્રસાદ (સમસ્ત હસનવાડી માટેજ), તા.૨૩ના ગણેશજીનું વિસર્જન.

આયોજનમાં ગ્રુપના ચેરમેન કાનાભાઈ જે. ડાભી - ૯૮૯૮૬ ૮૭૦૬૭, પ્રમુખ અનિલભાઈ કલોલા, ઉપપ્રમુખ અંકુરભાઈ  મનાણી, મંત્રી અજયભાઈ સીતાપરા, મહામંત્રી ભાર્ગવભાઈ ટાંક, સંગઠનમંત્રી સંજયભાઈ ગોહીલ, ખજાનચી મનીષભાઈ ટાંક, લખન પરમાર, રવિ મંડીર, એચ.ડી. પરમાર, રોકી ડીગ્રા, પ્રિયાન્સુ મંડીર, કમલેશ પરમાર, વિપુલ પરમાર, દિનુ બાપુ જોડાયા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૦)

(4:03 pm IST)
  • ધંધુકા રાણપુર રોડ ઉપર જીઆઈડીસી નજીક રોડ સાઈડના ઝાડ સાથે ઈનોવા કાર અથડાઈ: કાર ચાલક તથા તેની બાજુમાં બેઠેલા શખ્સને ગંભીર ઈજા થતાં તેમના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજયા access_time 12:41 am IST

  • જૂનાગઢની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતર્યા :વોશરૂમ, લાઈબ્રેરી અને એન્ટ્રી દરવાજાના પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાં તમામ વિદ્યાર્થીઓ રાત્રિના સમયે હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયા: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરાયું હતું access_time 1:07 am IST

  • પોલીસના જાપ્તામાંથી 3 આરોપી ફરાર :વાપીની ડુંગરા પોલીસના જાપ્તામાંથી આરોપીઓ નાશી ગયા : આરોપીઓને કોર્ટમાં લઈ જતા કોર્ટ પરિસરમાં જ જીપમાંથી કૂદીને થયા ફરાર: ચોરીના ગુનામાં પોલીસના હાથે ઝડપાયા હતા:ફરાર આરોપીઓને શોધવા જિલ્લાભરની પોલીસ દોડતી access_time 11:27 pm IST